Aug 30, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-25

ધ્યાન અને સમાધિ
અત્યાર સુધીમાં રાજયોગના જુદાં જુદાં પગથિયાંઓનું અવલોકન કર્યું,હવે,,જે ધ્યેયે આપણને રાજયોગ લઇ જવાનો છે-તે એકાગ્રતાના સૂક્ષ્મ પગથિયાં
(ધ્યાન અને સમાધિ)નું અવલોકન કરીએ.

આપણે જોઈએ છીએ કે-જેને "વિચાર-પૂર્વક" નું (જ્ઞાન) કહેવામાં આવે છે તે સર્વ પ્રકારનું જ્ઞાન,
ચેતના સમક્ષ રજુ કરવામાં આવે છે.ત્યારે,
તે,નજર સમક્ષ દેખાતી બધી વસ્તુઓથી આપણ ને ભાન થાય છે કે-આપણે અને તે વસ્તુઓ ત્યાં હાજર છે,
અને તે વસ્તુઓ અને આપણા  અસ્તિત્વનું પણ તેનાથી ભાન (જ્ઞાન) થાય છે.પણ,
સાથેસાથે આપણા અસ્તિત્વ નો ઘણો મોટો ભાગ એવો છે કે-જેના વિશેનું આપણને ભાન નથી.
એટલે એ-શરીરની અંદર આવેલી બધી ઇન્દ્રિયો-મગજના જુદાજુદા વિભાગો-વગેરેનું આપણને ભાન નથી.

ઉદાહરણ તરીકે -આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે ભાન-પૂર્વક ખાઈએ છીએ,પણ જયારે આપણે તે પચાવીએ છીએ,તેનું આપણને ભાન નથી,આપણાથી અજાણપણે તે ખોરાક પચે છે.
જયારે તે ખાધેલામાંથી લોહી બને છે ત્યારે -અને લોહીથી શરીરના સઘળા ભાગને પોષણ મળે છે-
તે પણ અજાણ પણે મળે છે.તેનું આપણ ને ભાન નથી,છતાં આ બધું આપણે એટલેકે આપણું શરીર જ કરે છે.
એમ કહી ના શકાય કે-ખોરાક ખાવાનું જ કામ -કે જેનું આપણને ભાન છે,તે જ માત્ર આપણે કરીએ છીએ,
અને બીજું કામ (પચાવવાનું-વગેરે) કોઈ બીજો કરે છે.

જે જે કાર્યો નું (પચાવવાનું-વગેરે) આપણ ને અત્યારે ભાન નથી-તે દરેક કાર્ય ને સભાન-પણાની
ભૂમિકાએ લાવી શકાય છે.
જેમ કે દેખીતી રીતે જ હૃદય એ આપણા કાબૂ વગર જ ધબક્યા કરે છે.સામાન્ય રીતે કોઈ પણ મનુષ્ય
પોતાના હૃદય પર કાબૂ ધરાવી શકતો નથી.એ પોતાની મેળે જ ધબક્યે જાય છે.
પરંતુ અમુક તાલીમ લેવાથી,મનુષ્ય હૃદયને પણ કાબૂમાં લાવી શકે છે.અને એજ રીતે શરીરના દરેક ભાગ
પર પણ તાલીમથી કાબૂ મેળવી શકાય છે.(એ પુરવાર થયેલું છે)

આ એ બતાવે છે કે-શરીરનાં જે કાર્યો આપણા ભાન વગર થયા કરે છે તે આપણાથી જ થાય છે. માત્ર,
આપણે તે અજાણપણે કરી રહ્યા છીએ.
આમ -હવે આપણી પાસે બે-ભૂમિકાઓ (સચેત અને અચેત) છે
---જેની અંદર "મન" કાર્ય કરે છે.---પહેલી ભૂમિકા છે "સચેત-ભૂમિકા"
કે જેમાં બધું કામ-કાજ "એ બધું કાર્ય -હું-કરું છું" એવી ભાવનાથી જોડાયેલું હોય છે.જયારે,
---બીજી "અચેત-ભૂમિકા"માં બધું કામ-કાજ "હું કરું છું" એવી ભાવના -વિના-થતું હોય છે.

નીચલા વર્ગના પ્રાણીઓમાં આ "અચેત-કાર્ય" ને "સહજ-વૃત્તિ" કહેવામાં આવે છે-તે પ્રબળ હોય છે,.અને
પ્રાણીઓમાં સર્વોચ્ચ એવા માનવામાં જેને "સચેત-કાર્ય" કહેવામાં આવે છે તે વધુ પ્રબળ હોય છે.

પણ આ બાબત અહીં જ પુરી થતી નથી-આ બેથીયે વધારે  એવી એક ઉચ્ચ અવસ્થા (અતિ-ચેતન) છે કે-
જ્યાં પણ મન કાર્ય કરી શકે છે.અને તે "હું" ભાવના વળી સચેત ભૂમિકાથી યે ઊપર જઈ શકે છે.
અને મન જયારે આ "હું" ભાવના વાળી ભૂમિકાથી ઊપર જાય છે ત્યારે તે ભૂમિકાને
"સમાધિ-કે અતિ ચેતન અવસ્થા" કહેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે-આપણે કેવી રીતે જાણવું કે-સમાધિમાં ગયેલ મનુષ્ય-એ -સચેત ભૂમિકાથી ઉપર ગયો છે?
કે પછી સચેત ભૂમિકાથી નીચે ગયો છે?
કારણ કે આ બંને કિસ્સાઓમાં -તેના કાર્યો તો "હું" ભાવના વિના જ થયેલાં -સામાન્ય રીતે દેખાય છે.
આ પ્રશ્ન નો ઉત્તર એ છે કે-અચેત અને અતિચેતન-એ બે ભૂમિકાઓના "પરિણામ" પરથી,સમજી શકાય છે -
કે કેવા પ્રકારની ભૂમિકામાં પ્રવેશ્યો હતો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE