Aug 31, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-26

જયારે મનુષ્ય,ગાઢ નિંદ્રામાં જાય છે-ત્યારે તે સચેત ભૂમિકાથી નીચે ની "અચેત" ભૂમિકામાં પ્રવેશે છે.
એ સ્થિતિમાં તે શ્વાસ લેવાની સાથે -પડખું ફેરવવું વગેરે -જેવી શારીરિક ક્રિયાઓ પણ કરતો હોય છે.
પણ આ બધું કરતી વખતે તેને તે ક્રિયાઓ "હું કરું છું" એવું ભાન હોતું નથી.એ "અચેત" ભૂમિકા  છે.
અને જયારે તે ઊંઘમાંથી જાગે છે ત્યારે તે એનો એજ મનુષ્ય રહે છે કે જે ઉંઘી ગયો હતો.
તેના જ્ઞાનનું ભંડોળ\,તે ઉંઘી ગયા પહેલાં જેટલું હતું તેટલું અને તેનું તે જ રહે છે.જરાયે વધતું નથી.

પણ,જયારે મનુષ્ય સમાધિમાં જાય છે-ત્યારે સમાધિમાં જતાં પહેલાં જો તે મૂર્ખ હોય,
તો તે સમાધિમાંથી જયારે બહાર આવે તો પૂર્ણ જ્ઞાની બનીને બહાર આવે છે.

આ બતાવે છે કે-પરિણામો જુદાં હોય તો તેના કારણો જુદાં હોવાં જ જોઈએ.
જે જ્ઞાન-પ્રકાશ મેળવીને -મનુષ્ય સમાધિમાંથી બહાર આવે છે,તે-
અચેત ભૂમિકા (જેમ કે સ્વપ્ન અવસ્થા) માંથી કે જેમાં કોઈ જ્ઞાન મળતું નથી-તેના  કરતાં,અને
સચેત ભૂમિકામાં "તર્ક-યુક્તિ દ્વારા મેળવેલ જ્ઞાન" કરતાં,
ઘણા ઉંચા પ્રકારનો "જ્ઞાન-પ્રકાશ" હોવાને લીધે-એ "અતિ-ચેતન" અવસ્થા હોવી જ જોઈએ.
અને આમ-"સમાધિ" ને જ "અતિચેતન અવસ્થા" કહેવામાં આવે છે.

તો હવે આ સમાધિ નો ઉપયોગ શો?  એનું મહત્વ શું?

મનના "સમજપૂર્વકના કાર્યોનું" (તર્ક-શક્તિનું) ક્ષેત્ર -એ નાનકડું અને સીમિત છે.
માનવ-બુદ્ધિએ-એક નાના વર્તુળમાં જ ફરવું પડે છે-એથી આગળ તે જઈ શકતી નથી.
એટલે કે-એ વર્તુળથી બહાર જવાનો દરેક પ્રયત્ન એ બુદ્ધિ માટે "અશક્ય" જેવી વસ્તુ છે.
પણ છતાં,મનુષ્ય-જાતિ જેને ઇષ્ટમાં ઇષ્ટ ગણે છે,તે બધું આ બુદ્ધિના વર્તુળથી બહાર આવેલું છે.

એ બધા સવાલો-જેવાકે-"આત્મા અમર છે કે નહિ?" "ઈશ્વર છે કે નહિ?"
"આ વિશ્વની નિયામક કોઈ ઉચ્ચ બુદ્ધિ છે કે નહિ?" ...તે બુદ્ધિના ક્ષેત્રથી પર છે.
બુદ્ધિ આ પ્રશ્નોના ઉત્તર આપી શકે તેમ પણ નથી.
એ બુદ્ધિ તો કહેશે કે-"હું,તો અજ્ઞેય-વાદી છું,હું-હા કે ના-એ બેમાંથી કંઈ જાણતી નથી"

છતાં આ પ્રશ્નો આપણે માટે અતિ મહત્વના છે.તેમનો યોગ્ય જવાબ મળ્યા સિવાય,મનુષ્ય-જીવન
કોઈ પણ ઉદ્દેશ્ય વિનાનું થઇ જાય છે.

આપણા સઘળા ધર્મ-શાસ્ત્ર ના સિદ્ધાંતો,આપણાં સઘળાં નૈતિક વલણો,અને માનવ જીવનમાં જે બધું
"મંગળ અને મહાન" છે-તે બધું-
આ "બુદ્ધિના વર્તુળ ની બહારથી આવેલા ઉત્તરો" પર જ ઘડાયેલું છે.
એટલા માટે ,એ અતિ મહત્વનું છે કે-આ પ્રશ્નો ના ઉત્તરો આપણને મળવા જ જોઈએ.

સઘળાં નીતિ-શાસ્ત્રો,મનુષ્યનાં સઘળાં કાર્યો અને વિચારો,
"નિસ્વાર્થી-પણા" ની એક માત્ર ભાવના પર અવલંબે છે.
મનુષ્ય-જીવન વિશેનો સમગ્ર -વિચાર-એ આ એક માત્ર શબ્દ "નિસ્વાર્થી-પણા" ની અંદર જ સમાવી શકાય.

સામાન્ય માનવી ને અહીં અસંખ્ય પ્રશ્નો પેદા થઇ શકે છે.કે-
મારે નિસ્વાર્થી થવાની શી જરૂર છે? અને જરૂર હોય તો તેનું કારણ શું? અને તે માટેની શક્તિ શેમાં છે?
મનુષ્ય ને નિસ્વાર્થી બનવાનો ઉપદેશ આપવો તે કદાચ કવિત્વની દ્રષ્ટિએ સારું હોઈ શકે,પણ
કવિત્વ એ બુદ્ધિવાદ નથી.(લાગણી શીલતા છે)માટે કોઈ બુદ્ધિવાદની દ્રષ્ટિએ સમજાવી શકે કે -
મારે નિસ્વાર્થી શા માટે થવું?

આનો સાચો જવાબ ખોળવા આપણે પ્રયત્ન કરીએ.

મનુષ્ય,એ એક-અનંત મહાસાગરનું એક બિંદુ માત્ર છે - કે-એક અનંત સાંકળની કડી માત્ર છે.
અને આ કડી-રૂપ (બિંદુ-રૂપ) એવા,જેઓએ નિસ્વાર્થતાનો ઉપદેશ આપ્યો,તેમણે તે વિચાર પ્રાપ્ત થયો કયાંથી?
આપણે જાણીએ છીએ કે-એ વિચાર,"સહજ-વૃત્તિ" થી ઉત્પન્ન થયેલો નથી.
કારણકે-સહજ-વૃત્તિ - પશુમાં પણ રહેલી છે,પણ તેઓ નિસ્વાર્થતાને જાણતા નથી.
તેમ એ નિસ્વાર્થતાનો વિચાર -એ તર્ક-બુદ્ધિ પૂર્વકનો પણ નથી.
કારણકે -તર્કબુદ્ધિ -તો આ વિચારો વિશે કંઈ પણ જાણતી નથી.

ઇતિહાસનો અભ્યાસ કરતાં,એક હકીકત જગતના બધાજ "ધર્મ-ઉપદેશકો" એ સર્વ-સામાન્ય (કોમન)
તરીકે સ્વીકારેલી જણાય છે.
તેઓ બધા જ -એવો દાવો કરે છે કે-તેમને સાંપડેલા "સત્યો" જગતથી પર -એવા ક્યાંકથી તેમને મળ્યા છે.
પણ -તેમનામાંથી ઘણાને યે -એ ખબર નહોતી કે- તેમને -એ સત્યો ક્યાંથી મળ્યાં ??!!!

દાખલા તરીકે-એક મહાન પુરુષ એમ કહે છે કે-એક દેવદૂત,પાંખો-વાળા માનવીનું રૂપ લઈને,
આકાશમાંથી નીચે ઉતરી ઉતરી આવ્યો,અને તેણે મને કહ્યું કે-સાંભળ,આ છે સંદેશ...
બીજા મહાન પુરુષ કહે છે કે-એક દેવતા,જ્યોતિર્મય પુરુષે મને દર્શન દીધાં અને મને સંદેશ આપ્યો.
ત્રીજા કહે છે કે-મને મારા પૂર્વજ સ્વપ્નમાં આવ્યા અને અમુક અમુક બાબત (સંદેશ) બોલી ગયા.પણ
એનાથી આગળ મને કશી ખબર નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE