More Labels

Jan 16, 2015

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-27આ બધામાં એટલું તો સર્વ-સામાન્ય (કોમન) છે કે-
એ બધા જ જ્ઞાન નો સંદેશ મળ્યો હોવાં નો દાવો કરે છે,અને તે જ્ઞાન તેમણે તેમની તર્ક-બુદ્ધિ દ્વારા મેળવેલ નથી, પણ બુદ્ધિ ને પેલે-પાર થી તેમને તે જ્ઞાન (સંદેશ) મળ્યો છે.
યોગ-વિજ્ઞાન કહે છે કે-તેમને જે બુદ્ધિ ની પેલે પારથી જે જ્ઞાન મળ્યું છે તે -તેમનો દાવો સાચો છે,પણ-
જો બરોબર વિચારવામાં આવે તો તે-"જ્ઞાન આવ્યું છે તેમના પોતાના અંદરથી જ."

યોગ-વિદ્યા કહે છે કે-મન ની પોતાની જ એક વધુ ઉચ્ચ અવસ્થા છે કે જે-
તર્ક-બુદ્ધિ થી પર અને અતીન્દ્રિય (ઇન્દ્રિય થી પર) છે.અને-
જયારે મન તે વધુ ઉચ્ચ અવસ્થાએ પહોંચે છે-ત્યારે આ તર્ક-બુદ્ધિ થી પાર નું જ્ઞાન મનુષ્ય ને
પોતાની અંદર થી જ પ્રાપ્ત થાય છે.પણ-

કોઈવાર દૈવ-યોગે,કોઈ મનુષ્ય -આ વિજ્ઞાન (તર્કબુદ્ધિ થી અને સાધારણ મનુષ્ય-ભાવ થી પર થવાનું વિજ્ઞાન) બરાબર સમજતો  (કે સમજ્યો) ના હોય,છતાં તે જાણે કે- તેની (જ્ઞાન ના સંદેશ ની-કે તે સંદેશ આપનાર ની) સાથે -ઓચિંતો જ ભટકાઈ પડે છે અને જયારે તે ભટકાઈ પડે છે ત્યારે -
સાધારણ રીતે તે એનો અર્થ એવો ઘટાવે છે કે-તે (જ્ઞાન ના સંદેશ ની) સ્થિતિ બહાર થી આવી છે.

ઉપર ની ઘટનાઓ થી તે તો સાબિત થાય છે કે-પ્રેરણા અને અતીન્દ્રિય જ્ઞાન જુદા જુદા દેશોમાં હોય છે જ.
પણ એક દેશમાં એક ને એવું દેખાય છે કે-તે દેવદૂત દ્વારા આવ્યું,
તો બીજા દેશમાં બીજાને દેવતા પાસેથી...વગેરે. ....તો પછી આનો અર્થ શો?

આનો અર્થ એ છે કે-"મન એ જ્ઞાન લાવ્યું તો પોતાની મેળે જ " પણ-
એ જ્ઞાન ની પ્રાપ્તિ વિશે નો અર્થ-
"જે તે વ્યક્તિ ને "એ" ની પ્રાપ્તિ થઇ-તેની "માન્યતા અને શિક્ષણ" પ્રમાણે કરવામાં આવ્યો"
અને ત્યાં ખરી હકીકત એ છે કે-
એ જુદીજુદી વ્યક્તિઓ -જાણે કે એ અતીન્દ્રિય અવસ્થા સાથે અચાનક ભટકાઈ પડ્યા હતા. !!!!

યોગવિદ્યા કહે છે કે-આવી અતીન્દ્રિય અવસ્થામાં અચાનક આવી પડવામાં મોટું જોખમ રહેલું છે.
એવા ઘણા કિસ્સાઓમાં "મગજ ખસી જવાનું" (પાગલતાનું) જોખમ છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે-
આ નિયમ મુજબ જોવામાં આવે તો-ઓચિંતા અતીન્દ્રિય અવસ્થામાં આવી પડેલા,
એ બધા મનુષ્યો મહાન હતા,તેમાં ના નહિ,તેમ છતાં,જો બહુ ઝીણવટ થી જોવામાં આવે તો,
તેમના જ્ઞાનની સાથે-કોઈ વિચિત્ર પ્રકારના વહેમ અને ધર્મ-ઝનૂન-પણ સંકળાયેલા દેખાય છે,
અને એવા જ્ઞાન-કે-સંદેશમાં -એક પ્રકારના જાણે કે ચિત્ત-ભ્રમ (પાગલતા) જેવું જ જોવામાં આવે  છે.

સ્વામીજી આગળ કહે છે કે-
મહમદ-પયગંબરે,એવો દાવો કર્યો કે-દેવદૂત,ગેબ્રિયલ,એક દિવસ તેમની ગુફામાં આવ્યા,અને
પોતાના દેવતાઈ ઘોડા પર બેસાડ્યા અને તેના પર પોતે સ્વર્ગ માં ગયા.
મહમદ પયગંબરે કેટલાંક અદભૂત સત્યો રજુ કર્યા છે-પણ જો કુરાન વાંચવામાં આવે તો-
સૌથી અદભૂત સત્યો સાથે "વહેમો" પણ ભળેલા જણાય છે.
એમને દિવ્ય પ્રેરણા મળી હતી-એમાં જરાય શંકા નહિ,પણ એ પ્રેરણા જાણે અચાનક આવી પડી હતી.
એ તાલીમ પામેલા યોગી નહોતા,અને પોતે જે થયું અને કરી રહ્યા હતા તેનું કારણ -જાણતા નહોતા.
તેમને જગત નું જે ભલું કર્યું તે- અને તેમના ઝનૂન દ્વારા જે મોટાં અનિષ્ટ થયાં તેનો વિચાર કરો-તો-
એમના જેહાદ ના ઉપદેશના કારણે લાખોને કરોડો  ની કતલો થઇ,અને થઇ રહી છે.

આમ જયારે જયારે કોઈ મહાન ઉપદેશક-"પોતાના ઉર્મિલ સ્વભાવ ને વધુ તીવ્ર બનાવવાને પરિણામે"
અતીન્દ્રિય અવસ્થામાં આવી પડ્યા છે-ત્યારે ત્યાર તેમાંથી કેટલાંક સત્ય લઈને પણ આવ્યા છે,
તો સાથે સાથે કેટલાંક વહેમ અને ધર્મ-ઝનૂન પણ લઇ આવ્યા છે.
અને તેથી જેટલું,તેમના ઉપદેશ થી જગતનું ભલું થયું,
તેટલું જ તેમના વહેમ અને ધર્મ-ઝનૂને-નુકશાન પણ કર્યું છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE