Jan 23, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-58-ઉત્પત્તિ પ્રકરણ



ઉત્પત્તિ પ્રકરણ

(૧) જ્ઞાનથી જ મોક્ષ થાય છે,કર્મ કે યોગ થી નહિ

વશિષ્ઠ કહે છે કે-"બ્રહ્મ-રૂપ" -(એવો) -"બ્રહ્મ-વેતા" (મનુષ્ય) જ -
મહાવાક્યો થી પ્રાપ્ત થયેલા,બોધ-રૂપી પ્રકાશથી પૂર્ણ-સ્વ-રૂપે પ્રકાશે છે.
કારણ કે આ જે "દૃશ્ય-પદાર્થ-રૂપ" જે "જગત" છે તે-"સ્વપ્ન ની પેઠે"-- "આત્મા"માં જ પ્રગટ થયેલું છે.

જે કોઈ મનુષ્ય -"શ્રવણાદિક ઉપાયો થી,બ્રહ્મ ને જાણે છે-તે બ્રહ્મ નો સાક્ષાત્કાર પામે છે"
અને આ ન્યાય પ્રમાણે સઘળી સૃષ્ટિ બ્રહ્મ-માત્ર-માં જ છે.
માટે આ જગત શું છે?કોનું છે? અને શામાં રહ્યું છે? વગેરે શંકાઓ નો અવકાશ જ રહેતો નથી.

હે રામ,આ જગત -જે રીતે મેં જાણ્યું છે,તે જે વસ્તુ-રૂપ છે અને  તે જે  ક્રમથી ગોઠવાયું છે-
તે સઘળું,સાંભળનાર (શ્રોતા) ના મનમાં ઉત્તરે તે રીતે હું તમને કહું છું. તે તમે સાંભળો.

ચિદાકાશ પોતે જ જીવ-રૂપ થઈને -પોતામાં જ -સ્વપ્ન ની પેઠે ઉત્પન્ન થયેલા જગતને દેખે છે. (એટલે)
દ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) -સાથેના 
આ "જગત" ને "સ્વપ્ન માં પ્રતીત થયેલા સંસાર" નું જ દ્રષ્ટાંત લાગુ પડે છે.

આમ,દૃશ્ય પદાર્થો (જગત) ની સ્થિતિ થી બંધન દેખાય છે,
અને દ્રશ્યો (જગત) નો બાધ થઇ જાય તો બંધન રહેતું  જ નથી.

માટે હવે દ્રશ્યો (જગત) નો કઈ રીતે બાધ થઇ શકે તે હું તમને અનુંક્રમથી કહું છું.

આ જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે,તે જ વૃદ્ધિ પામે છે,તે જ સ્વર્ગ-નર્ક માં જાય છે,
કે મોક્ષ નો અનુભવ કરે છે.
આથી હું તમને તમારા "સ્વ-રૂપ" નો બોધ થાય,એ માટે પ્રથમ તમને આ પ્રકરણ નો  સંક્ષેપ થી અર્થ કહું છું.,
પછી તમારી ઈચ્છા પ્રમાણે વિસ્તારથી કહીશ.

જેમ "સ્વપ્ન" એ "સુષુપ્તિ" માં -લય પામે છે,
તેમ જે આ સ્થાવર અને જંગમ -જગત જોવામાં આવે છે તે -
પ્રલય કાળમાં લય પામે છે.અને 
એ સમયે--સ્થિર,ગંભીર અને તેજ થી ન્યારું (જુદું).વ્યાપક
અને "નામ-રૂપ વગરનું" કોઈ એક "સદ-વસ્તુ" બાકી રહે છે.

વિદ્વાનો એ ઉપદેશ ની સગવડ માટે-
એ "સદ-વસ્તુ" નાં નામ "આત્મા,પરમાત્મા,પરબ્રહ્મ,સત્ય" વગેરે
નામો "કલ્પેલાં" છે. એ આત્મા કોઈ પણ વિકાર પામતો નથી,
છતાં તે કોઈ બીજી જ રીતનો (જાતનો) હોય તેમ,
"પ્રકાશ ને પામીને,ભવિષ્ય ની "ભ્રાંતિ" ને લીધે "જીવ" એવું શૂદ્ર નામ ધારણ કરે છે.

"પ્રાણ ને ધારણ કરવો" એ "જીવ" શબ્દ નો અર્થ છે. 
તે (પ્રાણ ને) ધારણ કરવાથી "જીવ" ચંચળપણું  પામે છે.
અને "સંકલ્પ" આદિ નું મનન કરવાથી એ "મંન " થઇ જાય છે.અને "રૂપ" ધારણ કરે છે.
એ "મન"- "લિંગ-શરીર" કહેવાય છે.

આ રીતે-જેમ સ્થિર આકાર-વાળા સમુદ્રમાંથી,અસ્થિર આકાર-વાળો-"તરંગ" ઉત્પન્ન થાય છે-
તેમ,વ્યાપક પરમાત્મા માં થી મન ઉત્પન્ન થાય છે.કે જે "હિરણ્ય-ગર્ભ -રૂપ-બ્રહ્મા" કહેવાય છે.
અને તે તરત જ,પોતાની મેળે જ,પોતાની ઈચ્છા પ્રમાણે સંકલ્પો કર્યા કરે છે.
તેથી,તે  સંકલ્પો  (તરંગો) થી આ વિસ્તાર-વાળી "જગત-રૂપ-ઇન્દ્રજાળ" ઉભી થઇ છે.

આમ,જેમ સુવર્ણ ના કડાં નો અર્થ સુવર્ણ થી જુદો નથી-તેમ જગત -શબ્દ નો અર્થ પર-બ્રહ્મ થી જુદો નથી.
આ અનંત પ્રકારો વાળું જગત -એ સંપૂર્ણ રીતે બ્રહ્મ માં જ રહેલું છે,તેમ છતાં,
જેમ, સુવર્ણ માં "કડા-પણું" નથી,તેમ બ્રહ્મ માં "જગત-રૂપ-પણું" નથી.

જેમ ઝાંઝવા (મૃગજળ) નાં પાણી ની નદી,એ સાચી જણાય-એવી ખોટી ચંચળ લહરીઓ ઉત્પન્ન કર્યા કરે છે,
તેમ,મન પણ સાચી જણાતી,"જગત-સંબંધી" ખોટ અને ચંચળ એવી ઇન્દ્રજાળ ની શોભા ઉત્પન્ન કર્યા કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE