Mar 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-104


લીલા પૂછે છે કે-મનોમય દેહ-પણા ની પ્રતીતિ દૃઢ થઇ જાય ત્યારે આ સ્થૂળ દેહ-મનોમય થઇ
જાય છે કે પછી નાશ પામી જાય છે?

દેવી કહે છે કે-જે પદાર્થ નું અસ્તિત્વ હોય-તેમાં નાશ અને અનાશનો ક્રમ સંભવિત છે,પણ,
જે પદાર્થ વાસ્તવિક રીતે છે જ નહિ તેનો નાશ કેવી રીતે સંભવે?
રજ્જુ નું રજ્જુપણું સંજયથી સર્પ-રૂપી ભ્રમ નાશ પામે છે,ત્યારે સર્પ નાશ પામ્યો કે નથી નાશ પામ્યો-
એમ શું કહી શકાય? એટલે જેમ સાચું જ્ઞાન થવાથી,રાજ્જુમાં સર્પ દેખાતો નથી,તેમ દેહમાં મનોમય-પણું
દેખાતું નથી.

અમે તો ખરી રીતે -દેહ-આદિ ને બ્રહ્મમાં રહેલા,બ્રહ્મથી પૂર્ણ અને બ્રહ્મ-રૂપ જ જોઈએ છીએ.
પણ તું તે રીતે જોતી નથી.સૃષ્ટિના આરંભમાં જયારે પહેલો "સંકલ્પ" ઉઠવાની "કલ્પના" થઇ,ત્યારે-
ચૈતન્ય -એ મનોમય-દેહ-રૂપ જ થયું હતું,પણ ત્યારથી માંડીને જેમ જેમ સ્થૂળતા કલ્પાતી જાય છે,
તેમ તેમ તે ચૈતન્ય-ભ્રાંતિથી પોતાને "દૃશ્ય-રૂપ" (જગત-રૂપ) થતું જોવે છે.

લીલા પૂછે છે કે-પરમ-તત્વ-રૂપ-એક જ ચૈતન્ય અત્યંત શાંત છે,અને દિશાઓના અથવા કાળ-આદિ ના
વિભાગો થી રહિત છે-તેમાં પહેલી "કલ્પના"ને અવસર ક્યાંથી મળ્યો?

દેવી કહે છે કે-જેમ સ્વપ્નમાં કે સંકલ્પના નગર-આદિમાં સત્યતા નથી,
તે જ રીતે વાસ્તવિક અનુભવ કરીએ તો-બ્રહ્મમાં કલ્પના પણ નથી જ .
કારણકે તે બ્રહ્મ નિર્મળ હોવાથી તેમાં કલ્પના નો ભાગ આવે તેમ જ નથી.
જેમ આકાશમાં રજ નથી તેમ બ્રહ્મ માં પણ કલ્પના નથી જ.
બ્રહ્મ તો વિષયોથી રહિત,શાંત,એક,વ્યાપક અને સ્વત-સિદ્ધ છે.

લીલા પૂછે છે કે-આટલા લાંબા સમય સુધી,
કોણે આપણને આ સઘળા દ્વૈત (બ્રહ્મ-પ્રકૃતિ) અને અદ્વૈત(બ્રહ્મ-કે ચૈતન્ય) ની કલ્પનાઓથી ભરમાવ્યા છે?

દેવી કહે છે કે-તને તારા "વિચારો"એ જ લાંબા કાળ સુધી ભરમાવી છે.અને વ્યાકુળ કરી છે.
એ "વિચાર" -સ્વાભાવિક રીતે ઉઠયો છે અને "વિચાર" થી જ તે નાશ પામે છે.
તે વિચાર પણ બ્રહ્મની સત્તા થી જુદી સત્તા વાળો નથી,એટલે એ બ્રહ્મ માં અવિચાર-રૂપી અવિદ્યા (અજ્ઞાન)
છે જ નહિ.આથી- આમ- તે બ્રહ્મમાં અવિચાર-અવિદ્યા -બંધન કે મોક્ષ -એવું કંઈ નથી.
અને જે જગત છે તે-બાધરહિત અને શુદ્ધ બોધ-રૂપ "બ્રહ્મ" જ છે.

આટલા સમય સુધી તેં વિચાર કર્યો નથી,તેથી તે તું સમજી શકી નથી,અને ભમેલી તથા વ્યાકુળ રહી છે.
હવે તારા ચિત્તમાં મુક્તિ નું (વાસનાઓ ની અલ્પતાનું) બીજ પડી ચૂક્યું છે-એટલે તું આજથી સમજી છે,
મુક્તિને યોગ્ય અને વિવેક્વાળી થઇ છે.
પ્રમાતા-પ્રમેય અને પ્રમાણ -આ ત્રણે નો અભાવ થાય -અને-
મનમાં નિર્વિકલ્પ સમાધિ-રૂપ -એક-બ્રહ્મ નું,અનુસંધાન દૃઢ થાય ત્યારે,"વાસના" કશી જ વસ્તુ નથી.

તારા મનમાં "વાસનાઓ નો ક્ષય" ના "બીજ-રૂપ" આ જે  "વિચાર" કંઈક પણ અંકુરિત થયો છે,તો-
હવે અનુક્રમે કરીને -રાગ-દ્વેષાદિ-વાસનાઓ ઉદય તારામાં થશે નહિ,
સંસાર નો "સંભવ"  નિર્મૂળ થશે, "પરમ-નિર્વિકલ્પ સમાધિ"  સ્થિર થઇ જશે.અને
વાસના-રૂપ અવિદ્યા (અજ્ઞાન કે માયા) ના છેડા-રૂપ એ "મોક્ષ" ને પ્રાપ્ત થઈશ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE