Apr 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-137


જેનામાં "જાણવાની શક્તિ" છે તેણે "જંગમ" કહેવામાં આવે છે.
જંગમ માં જાણવાની શક્તિ સૃષ્ટિના આરંભ થી આજ સુધી રહી છે.
ઝાડ-પથ્થર -વગેરે ને "સ્થાવર"-રૂપે માનેલ છે,અને તેણે જડ-રૂપે માનેલ છે.(જાણવાની શક્તિ નહિ હોવાથી)
આ પ્રમાણે સ્થાવર અને જંગમ નો ભેદ કહેલ છે.

પણ ખરું જોતાં,સૃષ્ટિ ના આરંભ થી જ -ઈશ્વર ની સામાન્ય સત્તાથી જડ-પણું અને ચેતન-પણું -એ જુદા નથી.
ઝાડ અને પથ્થર વગેરે જોકે સ્થાવર-રૂપે એક જ છે,પણ તેમની જડતા ના ભેદનાં -"નામ અને રૂપ"
એ બુદ્ધિએ કલ્પેલાં છે.સ્થાવરને (દા.ત. ઝાડને) પણ અંતઃકરણ માં જાણવાની શક્તિ હોય છે!!
તેથી "હું જંગમ નથી પણ સ્થાવર છું"એવાં નામથી (તેવા સ્થાન કે જગ્યા ના વિષય વાળા) તે સ્થાવરો-
ઝાડ,પર્વત,ઘાસ-વગેરે જુદા જુદા નામથી (સંકેતથી) રહેલાં છે.

તે જ પ્રમાણે કૃમિ,કીડા,પતંગિયા-વગેરે જંગમ-પણા થી એક જ છે,પણ બુદ્ધિ થી જુદાજુદા વ્યવહાર
માટે તેમનાં નામ અને રૂપ કલ્પેલાં છે.
આ કૃમિ-વગેરે (જંગમ) ને પણ અંતઃકરણ માં "જાણવાની શક્તિ" રહેલી છે.

કદી કોઈને શંકા થાય કે-સ્થાવર તથા જંગમ-એ બંનેમાં જ્ઞાન હોય તો-પરસ્પર ના વ્યવહાર ની પરસ્પરને
ખબર કેમ પડતી નથી? તો તેનો ઉત્તર એ છે કે-
જેમ,ઉત્તર સમુદ્ર તરફના મનુષ્ય ને દક્ષિણ સમુદ્ર તરફ ના મનુષ્ય ના વ્યવહાર ની -પોતાના જ્ઞાન વિના કંઈ
ખબર પડતી નથી,તે જ રીતે સ્થાવર અને જંગમ એ બંને પોતપોતાની જ્ઞાન (ની સંજ્ઞામાં)માં લીન છે અને
એકબીજા પોતપોતાના સંકેતમાં પરાયણ છે

ચૈતન્ય-રૂપી આકાશે પ્રેરેલું ચૈતન્ય સર્વ ઠેકાણે (આકાશ ની જેમ જ) રહેલું છે,અને સૃષ્ટિ ના આરંભથી
"સ્ફુરણ" કરવાનો ધર્મ "વાયુ" નો છે.તે આજ સુધી તે જ પ્રમાણે ચાલે છે.
જ્યાં છિદ્ર છે ત્યાં આકાશ રહેલું છે,અને તે આકાશમાં જે વાયુ છે -
તે પદાર્થ માત્ર (સ્થાવર-જંગમ) નું હલન ચલન કરે છે.
સ્થાવર-જંગમ એ બંનેમાં ચૈતન્ય રહેલું છે,અને તેમાં વાયુ ને લીધે કોઈમાં હલનચલન થાય છે તો
કોઈ માં હલન ચલન થતું નથી.
આમ,ભ્રાંતિ-રૂપ જગતમાં સૃષ્ટિના આદિ થી જે પ્રમાણે પદાર્થ ની સ્થિતિ કરેલી છે,તેજ પ્રમાણે તે વર્ત્યા કરે છે.

દેવી કહે છે કે-આ પ્રમાણે,વિશ્વના પદાર્થનું સ્વ-ભાવ થી થયેલું -સત્યપણું અને અસત્યપણું તને કહ્યું.
હવે મરણ પામતા આ વિદુરથ રાજાને જો,તે પુષ્પથી ઢંકાયેલા -શબરૂપ પદ્મરાજાના કોશમાં
પ્રવેશ કરવાની ઇચ્છાથી જાય છે.
જ્ઞાની લીલા પૂછે છે કે-તે કયા માર્ગે શબ-મંડપમાં જાય છે? તેને જોતાં જોતાં આપને પણ તેની પાછળ જઈશું?

દેવી કહે છે કે-"હું ચૈતન્ય-રૂપ બીજા દૂરના લોકમાં જાઉં છું" એવી રીતે વિદુરથ રાજા પદ્મરાજાના શરીરના
અહં-વાસના ના માર્ગનો આશ્રય કરીને જાય છે.માટે આપણે પણ -તારી ઈચ્છા ને માન આપીને જઈએ.

વશિષ્ઠ કહે છે કે-જેમ,સુર્યના ઉદયથી અંધકાર દૂર થાય છે,તેમ સરસ્વતી આ પ્રમાણે કથા કહીને,લીલા ના સંતાપને દૂર કરતાં હતાં અને તેના ઉદાર મનને ઉપદેશ કરતાં હતાં.
તેટલામાં વિદુરથ રાજા મરણ ની મૂર્છા થી જડ થઇ ગયો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE