May 18, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-164


મોટા દોરાને ધારણ કરનારી, પણ,અંગુઠા અને આંગળી ની વચ્ચે રહી રહી ને પીડા પામેલી તે સોય,
તે મોટો દોરો પોતાના હૃદયમાં ના સમાવવાથી,જાણે આંતરડું ઓકી કાઢતી હોય તેમ જણાય છે.
દોરો પરોવેલી તે સોય,તીક્ષ્ણ છે પણ તેનું હૃદય શૂન્ય છે,આથી તેને રસના સ્વાદની ગમ (ખબર) નથી.
જેને પરિણામે તે રસવાળા અને રસ વિનાના પદાર્થોમાં રાક્ષસ સ્વભાવે(સ્વભાવના કારણે)જ પ્રવેશ કરે છે.
એ સૂચી (રાક્ષસી) “દુર્ભાગી રાજ-પુત્રી” જેવી છે.
એ કઠોર બોલતી નથી,છતાં એ દોરાથી મુખમાં નથાયેલી છે.તે તીક્ષ્ણ છે છતાં પોતે જ પોતાનાથી સંતાપ કરે છે.તે વીંધ(રંઘ્ર)-વાળી છે,છતાં તે હૃદય-રૂપી છે એટલે રંઘ્ર વિનાની પણ છે.
ક્રૂર બુદ્ધિવાળી તે રાક્ષસી વિના અપરાધે લોકો ને મારવા ઈચ્છે છે,એટલે તે પાપને લીધે,તે,પોતાની
બુદ્ધિથી જ સૂત્ર (દોરા) માં પરોવાઈને પોતાના પાપ-રૂપી પાશ માં લટકી રહી છે.
કોઈ સમયે તે સોય લુહાર ની પાસે આવે અને લુહાર તેને તપાવવા અગ્નિમાં નાખે-
તો તે વખતે ધમણની ફૂંક થી તે ઉંચે ચડીને પલાયન થઇ જાય છે.
તે રાક્ષસી પ્રાણ અને અપાન વાયુ દ્વારા હૃદય-કમળ ની અંદર જ ધસે છે,અને તેનામાં દુઃખ ઉત્પન્ન કરવાની
ઘોર શક્તિ રહેલી છે,આથી તે જાણે “જીવ-શક્તિ” ઉત્પન્ન થઇ હોય તેમ જણાય છે.
સમાન-વાયુ ના વિપરીત-પણા (ઉંધા-પણા) થી-છતાં તે સમાન ની પેઠે જ ગમન (ફરે) કરે છે,અને,
ઉદાન-વાયુના વિપરીત-પણાથી તે ઉદાન-વાયુ ની સાથે ગમન કરે છે.
વ્યાન-વાયુની સાથે રહીને તે વ્યાધિ ઉત્પન્ન કરે છે.અને સર્વ અંગ ના રસમાં ફરે છે.
કોઈ સમયે તે “શૂળ-રોગ-રૂપી-વાયુ” સાથે હૃદયમાં અને કંઠમાં પ્રવેશીને શૂળ-રૂપી ઉન્માદ લાવે છે.
કોઈ સમયે તે મનુષ્યના પગમાં પેસી જાય છે અને રુધિર-પાન કરી આશ્ચર્ય-સહિત આનંદ માને છે.
કોઈ સમયે તે પુષ્પ ની માળા પરોવવાના કામમાં આવે છે,ત્યારે પુષ્પ-ગુચ્છ નું ભોજન કરે છે.અને
અલ્પ ભોજન થી તે સંતોષ પામે છે. કોઈ સમયે તે ગારામાં નીચું માથું કરીને સૂઈ રહે છે.

જેમ,નીચ મનુષ્યને ઉત્સવ કરતાં કલહ (કકળાટ) વધારે સુખરૂપ લાગે છે,
તેમ તે રાક્ષસીએ પારકા ના પ્રાણ ના જાય ત્યાં સુધી તેની ક્રૂરતા બતાવવામાં આનંદ માન્યો છે.
જેમ,લોભીને અર્ધી કોડી નો (પૈસાનો) લાભ થાય તો પણ તે ઘણો માને છે,
તેમ,થોડા લોહી પીવામાં પણ તે સોય આનંદ માણવા લાગે છે.
આવી રીતે “જીવ-સૂચી” (રોગ-રૂપ-સૂચી) અને “લોહ-સૂચી” (લોખંડ ની સોય-રૂપ) એવા સૂચી-સ્વ-રૂપ થી
તેણે પ્રાણીમાત્ર ના મરણ ની ઈચ્છા રાખી છે.
જેમ,ઘરમાં રાખેલી સોય વાપરવામાં ના આવે તો તેના પર કાટ ચડી જાય છે પણ,તેને માટી સાથે ઘસવામાં આવે તો-તે પછી ઉજ્જવળ થાય છે,તેમ,તે સૂચી ને બીજાને મારવાનું કામ ના મળે ત્યારે તેના મનમાં દુઃખ થાય છે,પણ બીજાને દુઃખ દેવામાં તેને આનંદ મળે છે.
તે ઘણી સૂક્ષ્મ છે,અદૃશ્ય છે,ખંડન કરનારી છે,તીક્ષ્ણ વીંધનારી છે,ક્રૂર છે ને જાણે દૈવી ચેષ્ટા જેવી છે.
તે રાક્ષસી કોઈ સમયે પોતાની શક્તિથી કાદવમાં પેસી જાય છે,કોઈ સમયે આકાશમાં ઉડે છે,
કોઈ સમયે પવન ની સાથે દિશાઓમાં વિહાર કરે છે,અને કોઈ સમયે ધૂળમાં,ભૂતળમાં.વગડામાં,કે
ઘરના અંતઃપુર માં સુએ છે.કોઈ સમયે હાથમાં,કાનમાં,ઉનના સ્વચ્છ સમુહમાં,લાકડાના છિદ્રમાં,
માટીના ઢગલામાં –તેમ જ માનવીના હૃદયમાં સંતાઈ રહે છે.
જેવી રીતે યોગી મંત્રની શક્તિથી પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરે છે,
તેવી રીતે,તે રાક્ષસીએ પણ પોતાની ઈચ્છા મુજબ ફરવા માંડ્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE