May 24, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-170


મંત્રીએ કહ્યું કે-આ કિરાત-દેશના રાજા(વિક્રમ) છે અને હું તેમનો મંત્રી છું.અમે રાત્રિચર્યા થી તારા જેવા
દુષ્ટોનો નાશ કરવા તત્પર થયા છીએ.દુષ્ટોને સજા કરવી એ જ રાજાનો ધર્મ છે.
રાક્ષસીએ કહ્યું કે-સારો રાજા હોય તેને સારો કારભારી હોય અને જેને સારો કારભારી હોય તે સારો રાજા છે.
સારા કારભારીએ પોતાના રાજાને વિવેકમાં જોડવો,અને જે વિવેકથી તે શ્રેષ્ઠ-પણા ને પામે છે.
બધા ગુણોમાં અધ્યાત્મ-જ્ઞાન એ જ ઉત્તમ ગુણ છે,અને જેનામાં આવો ગુણ હોય તે જ ઉત્તમ છે.
જો તમને આત્મ-વિદ્યાનું જ્ઞાન હોય તો તમારું કલ્યાણ છે,પણ જો તેમ ના હોય તો તમે પ્રજાનું અનર્થ કરનાર છો એમ જાણી ને હું તમારું ભક્ષણ કરીશ.પણ તે પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પુછું છું,તેનો
તમે મને બુદ્ધિથી વિચાર કરીને ઉત્તર આપશો તો તમે મારા પ્રીતિ-પાત્ર થશો.
હે,રાજા,તમે કે તમારો મંત્રી,મારા પ્રશ્નો નો ઉત્તર આપો,મને તે સાંભળવાની અત્યંત ઈચ્છા છે.
(૭૯) કર્કટીએ રાજા અને મંત્રી ને પૂછેલા ૭૨ પ્રશ્નો

વશિષ્ઠ કહે છે કે-રાક્ષસીએ જયારે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે –પૂછો.
એટલે તે રાક્ષસીએ પ્રશ્ન પૂછવાનો પ્રારંભ કર્યો.
(૧) સમુદ્રમાં જેવી રીતે લાખો બુદબુદ થાય છે અને લય પામે છે,તેવી રીતે જેની અંદર લાખો બ્રહ્માંડો નો
     લય થાય છે તેવો અનેક સંખ્યાવાળો કયો એક અણુ છે?
(૨) કઈ એક વસ્તુમાં આકાશ અને અનાકાશ –બંને વસ્તુ છે?
(૩) કિંચિત છે તે નકિંચિત કેમ થાય?કંઈ પણ નથી અને કંઈક છે તેવી કઈ વસ્તુ છે?
(૪) “ત્વં” પદમાં “અહં” પદ કેમ આવે? (૫) “અહં” પદ માં “ત્વં” પદ કેમ આવે?
(૬) ચાલવા છતાં કોણ ચાલતો નથી (૭) સ્થિર ઉભો રહેતો નથી છતાં કોણ સ્થિર ઉભો રહે છે?
(૮) ચૈતન્ય તથા જડ-એ બંને વિરુદ્ધ કર્મ કયા એક પદાર્થમાં છે? ચૈતન્ય છતાં પથ્થર જેવો કયો પદાર્થ છે?
(૯) ચૈતન્ય-રૂપી આકાશમાં વિચિત્રતા કરનાર કોણ છે?
(૧૦) અગ્નિ-પણા નો ત્યાગ ના કરે અને દાહ પણ ના કરે એવો કયો અગ્નિ છે?

(૧૧) અગ્નિ ન હોય તેમાંથી અગ્નિ કેમ પેદા થાય?
(૧૨) સૂર્ય-ચન્દ્ર-તારા વિના અવિનાશી પ્રકાશ કોનો છે?
(૧૩) એવી કઈ વસ્તુ છે જે આંખથી ના દેખાય,પણ સર્વ પ્રકાશને ઉત્પન્ન કરે છે?
(૧૪) એવો કયો ઉત્તમ પ્રકાશ છે કે-જે લતા,કળીઓ.પુષ્પો અને આંખ ના હોય તેવાઓને પ્રકાશ કરે છે?
(૧૫) આકાશ વગેરે પાંચ-મહાભૂત ને ઉત્પન્ન કરનાર કોણ છે?
(૧૬) સત્તાને સત્તા આપનાર કોણ છે?
(૧૭) એવો કયો ભંડાર છે કે જેમાં જગત-રૂપી રત્ન છે?
(૧૮) એવો કયો મણિ છે જેમાં જગત-રૂપી કોશ રહેલો છે?
(૧૯) એવો કયો અણુ છે જે જે અંધકારનો પ્રકાશ કરે છે?
(૨૦) છે અને નથી તેવો અણુ કયો છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE