May 25, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-171


(૨૧) દૂર છતાં દૂર નથી તેવો અણુ કયો છે?
(૨૨) એવું શું છે જે અણુ છતાં પર્વત-રૂપ છે?
(૨૩) એક નિમેષ (પલકારો) નો કાળ એક કલ્પ નો કેમ ગણાય?
(૨૪) એક કલ્પ નિમેષ કેમ ગણાય?
(૨૫) પ્રત્યક્ષ છતાં અસત્-રૂપ એવું શું છે?
(૨૬) ચેતન છતાં અચેતન છે એવું શું છે?
(૨૭) વાયુ છતાં વાયુ-રૂપ નથી એવું શું છે?
(૨૮) એવું શું છે જે શબ્દ છતાં શબ્દ-રૂપ નથી?
(૨૯) એવું શું છે જે સર્વ-રૂપ છતાં કંઈ નથી?
(૩૦) જેને અહંતા છતાં અહંતા નથી એવું શું છે?

(૩૧) ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી મળે એવી વસ્તુ કઈ છે?
(૩૨) પ્રાપ્ત થાય તે છતાં કંઈ પણ પ્રાપ્ત થયું નથી એવું શું છે?જે સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી તે શું છે?
(૩૩) સ્વસ્થ પણે જીવવા છતાં કોણે પોતાના આત્માનો નાશ કર્યો છે?
(૩૪) એવો કયો અણુ છે કે જે પોતાનાથી મેરુ પર્વત ને ઉત્પન્ન કરે છે?કોણ ત્રિભુવન ને તૃણ-રૂપ કરે છે?
(૩૫) કયા અણુએ સેંકડો યોજનો પૂર્ણ કર્યા છે?
(૩૬) અણુ છતાં કોણ સેંકડો યોજન માં સમાતો નથી?
(૩૭) દૃષ્ટિ-માત્રથી કોણ જગત-રૂપી બાળક ને નચાવે છે?
(૩૮) એવો કયો અણુ છે જેના ઉદરમાં પર્વતોના સમુહો રહેલા છે?
(૩૯) એવો કયો અણુ છે જે પોતાના અણુપણા નો ત્યાગ કર્યા વિના પણ મેરુ-પર્વત કરતાં પણ સ્થૂળ છે?
(૪૦) એવો કયો અણુ છે જે મોવાળા(ઘાસ) ના અગ્ર ના સો મા ભાગનો હોય તો પણ પર્વતથી ઉંચો છે?
(૪૧) એવો કયો અણુ છે જે પ્રકાશ અને અંધકાર એ બંને ને પ્રગટ કરનાર દીવા-રૂપે હોય?
(૪૨) એવો કયો અણુ છે કે જેની અંદર સર્વ અનુભવ-રૂપી અણુ રહેલા છે?
(૪૩) એવો કયો અણુ છે જે પોતે સ્વાદ-રહિત હોવા છતાં બીજાને સ્વાદિષ્ટ લાગે છે?
(૪૪) એવો કયો અણુ છે જે સર્વ નો ત્યાગ કરવા છતાં સર્વ નો આશ્રય કરે છે?
(૪૫) એવો કયો અણુ છે જે પોતાને ઢાંકવા સમર્થ ના હોવા છતાં સમસ્ત જગતને ઢાંકે છે?
(૪૬) એવો કયો અણુ છે કે-જેની સત્તા વડે જગતનો  લય અને ઉત્પત્તિ થાય છે?
(૪૭) એવો કયો અણુ છે કે-જે અવયવ-રહિત છે,તો પણ હજારો હાથ વાળો અને નેત્રવાળો છે?
(૪૮) એવો કયો નિમેષ (પલકારો) છે કે જેમાં કરોડો કલ્પો રહેલા છે?
(૪૯) એવો કયો અણુ છે જેમાં-જેમ બીજમાં વૃક્ષ રહે તે રીતે અનંત જગત રહેલા છે?
(૫૦) એવું શું છે કે-જેમાં બીજ વગેરે ઉત્પન્ન થયા નથી તો પણ સ્ફુટ દેખાય છે?
(૫૧) એવો કયો નિમેષ છે કે જેની અંદર-બીજ ની અંદર રહેલા વૃક્ષની પેઠે કલ્પ અને પ્રલય રહેલા છે?
(૫૨) એવો કોણ છે જે કાર્યનું પ્રયોજન તથા કર્તા-પણા નો આશ્રય કર્યા વિના કાર્ય કરે છે?
(૫૩) એવો કયો દ્રષ્ટા છે કે જે-પોતાને નેત્ર નથી તે છતાં ભોગ્ય પદાર્થ ની સિદ્ધિ માટે –પોતાના આત્માને
      દૃશ્ય-પણા ને પામે છે,તથા બહારની દૃષ્ટિ થી દૃશ્ય પદાર્થ જોવા છતાં પોતાના આત્માને જુએ છે?
(૫૪) જેમાં સઘળું દૃશ્ય(જગત) ગલિત છે એવા આત્માને -દૃશ્યના અભાવ માટે જોનાર-
   કોણ નજર આગળ દેખાતા દૃશ્ય (જગત) ને દેખતો નથી?
(૫૫) આંખ દૃશ્ય-પદાર્થ નો પ્રકાશ કરે છે,તેની પેઠે આત્મા,દર્શન અને દૃશ્ય-એ ત્રણે ને અપરોક્ષ-પણા થી
  કોણ પ્રકાશિત કરે છે?
(૫૬) જેમ,સુવર્ણ થી કુંડળ વગેરે પ્રકટ થાય છે-તેમ,કોની વિક્ષેપ-શક્તિથી દ્રષ્ટા,દર્શન અને દૃશ્ય-
  એ ત્રણ પ્રગટ થાય છે.
(૫૭) જેમ જળથી તરંગ જુદા નથી તેમ કયા પદાર્થો થી કોઈ પણ પદાર્થ જુદો નથી?
(૫૮) જેવી રીતે જળમાં મોજાં જુદાં જણાય છે તેવી રીતે કોની ઇચ્છાથી જગતમાં જુદા-પણું દેખાય છે?
(૫૯) એવો કયો પદાર્થ છે કે જે દેશ-કાળ-વસ્તુના પરિચ્છેદથી રહિત સત્ તથા અસત્-રૂપે હોય?
(૬૦) જેમ જળથી દ્રવ-પણું જુદું નથી તેમ,કયા પદાર્થ થી દ્વૈત-પણું જુદું નથી?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE