May 26, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-172


(૬૧) જેમ,બીજ વૃક્ષને ધારણ કરે છે તેમ,કોણ (૧) દ્રષ્ટા-દર્શન અને દૃશ્ય (૨) સત્-અસત્-રૂપ જગતને
    (૩) અને તિરોહિત અવસ્થામાં  -પોતાને રાખીને –નિરંતર રહે છે?
(૬૨) ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં ભ્રમ-રૂપી જગત કોનાથી રહેલું છે?
(૬૩) બીજામાં વૃક્ષ રહે તેમ કોની અંદર જગત રહેલું છે?
(૬૪) જેમ,બીજ, ઝાડપણાથી અને ઝાડ,બીજપણા થી ઉદય પામે છે તેમ,પોતાના રૂપ નો ત્યાગ કર્યા વિના
  કોણ ઉદય વિના પણ ઉદય થાય છે?
(૬૫) એવું શું છે કે જેની અપેક્ષા થી કમળ-તંતુ પણ મેરુ (પર્વત) ના જેવો દૃઢ હોય?
(૬૬) એવો કયો દૃઢ તંતુ છે કે જેની અંદર કરોડો મેરુ જેવા પર્વતો રહેલા છે?
(૬૭) આ અનેક ચેતનો થી ભરેલું જગત કોનાથી વ્યાપી રહ્યું છે?
(૬૮) તમે કોના આધારથી જગતમાં વ્યવહાર કરો છો?
(૬૯) કોના આધાર થી તમે જેનો વધ કરવો જોઈએ તેનો વધ કરો છો?
(૭૦) કોના આધાર થી તમે જગતનું પાલન કરો છો?
(૭૧) એવું શું છે કે જેના દર્શન થી  તમારો અભાવ છે?
(૭૨) એવું શું છે જેના દર્શનથી તમે સદા તદ્રુપ જ થાઓ છો?
કર્કટી કહે છે કે-આટલા પ્રશ્નો ની શાંતિ થવા માટે તમે તેનો ઉત્તર આપો.અને આત્માકારવૃત્તિના આવરણરૂપે રહેલા આ મારા શંશય ને તમે દૂર કરો.જે મનુષ્ય ની પાસેથી (તેના જવાબથી) “મૂળ-સહિત-સંશય” નથી
મટતો,તે મનુષ્ય પંડિત ની ગણતરીમાં આવતો નથી.
જો તમે મારા આ સંશય ને મટાડશો નહિ,તો તમે મારા જઠર-રૂપી અગ્નિના કાષ્ટ-રૂપ થઇ પડશો.
અને તમારા બંને નો નાશ કર્યા પછી હું તમારા આખા દેશને ગળી જઈશ.
જો તમે પ્રશ્નોના ઉત્તર આપશો તો તમે સારા રાજા થશો,એમ હું માનીશ,અને ઉત્તર નહિ આપો તો
મૂર્ખ-પણાથી ક્ષય (મરણ) પામશો.
આમ કહી,તે રાક્ષસી ચૂપ થઇ,બહારથી તે ભયંકર આકૃતિવાળી હતી તો પણ તે અંતઃકરણ થી શુદ્ધ,
શરદ-ઋતુ ના નિર્મળ વાદળાં જેવી શાંત હતી.
(૮૦) મંત્રીએ પ્રશ્નો ના ઉત્તર આપ્યા.

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે એ મહાઅરણ્યમાં એ મહારાત્રીમાં એ મહારાક્ષસીએ મહાપ્રશ્નો પૂછ્યા,
ત્યારે મહારાજા ના મહામંત્રીએ નીચે પ્રમાણે ઉત્તર દીધો.....
મંત્રી કહે છે કે-હે,રાક્ષસી,જેમ કેસરી સિંહ એ મદોન્મત હાથીનું ભેદન કરે છે તે રીતે,હું તારા પ્રશ્નોનું ભેદન
કરું છું,તે તું સાંભળ.તેં યુક્તિથી બધા જ જે પ્રશ્નો કરેલા છે,તે બધા કેવળ પરમાત્મા ને અનુલક્ષીને જ
છે.તો પણ બધા પ્રશ્નો નો ઉત્તર તે પરમાત્મા માં  ઘટાવીને હું આપું છું,તે તું સાંભળ.
(નોંધ-અહીં ક્રમમાં ઉત્તર આપેલા નથી,પણ ઉત્તરનો ક્રમ તે ઉત્તર ના અંતે કૌંસ માં આપેલો છે)
--પ્રથમના પ્રશ્ન થી જ ઘણાખરા પ્રશ્ન માં “અણુ” શબ્દ આવેલો છે,તેનો અભિપ્રાય એવો છે કે-
જેનું કોઈથી વર્ણન થઇ શકતું નથી,જે અગમ્ય છે,તથા પાંચ ઇન્દ્રિય અને મન થી "જણાય" છે તે-

ચૈતન્ય-રૂપી અણુ આકાશથી પણ સૂક્ષ્મ છે.બીજમાં જે રીતે ઝાડની સત્તા રહેલી છે,તથા એક બીજમાં જેમ હજારો ઝાડ રહેલાં છે,તેમ તે પરમ ચૈતન્ય-રૂપી અણુમાં હજારો સત્ અને અસત્ બ્રહ્માંડ રહેલાં છે (૪૯)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE