Jun 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-193


બ્રહ્મા,વશિષ્ઠને કહે છે કે-હે,મહામુનિ,વશિષ્ઠ,આ પ્રમાણે જયારે સૂર્ય-દેવતાએ મને કહ્યું ત્યારે મેં ઘણો વખત
વિચાર કરીને,તેને જવાબ દીધો કે-“હે,સૂર્ય-દેવતા તમે સાચું કહ્યું,આકાશ વિસ્તાર-વાળું છે,
વળી મન (ચિત્તાકાશ) અને ચિદાકાશ પણ વિસ્તાર-વાળું છે,માટે ઇષ્ટ સર્ગ-રૂપી નિત્ય-કર્મ હું કરું છું.
હું પ્રાણી માત્રના અનેક સમુહની "કલ્પના" કરું છું,તેથી મારે સર્ગની ઉત્પત્તિ કરવી છે,
માટે હે,પ્રભુ તમે જ પ્રથમ “સ્વાયંભુવ મનુ” થાઓ અને મારી પ્રેરણાથી સર્ગ કરો.”
મેં આ પ્રમાણે સૂર્ય-દેવતા ને કહ્યું એટલે-એમને મારા વચનનો સ્વીકાર કર્યો,
અને ત્યાં તે સૂર્ય-દેવતાએ પોતાના દેહના બે વિભાગ કર્યા !!!
અને એક સ્વરૂપ થી તે સૂર્ય-રૂપે પોતાના બ્રહ્માંડ માં જઈ પ્રકાશ કરવા લાગ્યા-ને
બીજા શરીર થી પોતે “સ્વાયંભુવ મનુ” થઈને બ્રહ્મની ઇષ્ટ સૃષ્ટિ કરવા લાગ્યા.
બ્રહ્મા, વશિષ્ઠને કહે છે કે-આ પ્રમાણે મનુ નું સ્વરૂપ તથા સર્વ કરવાનું સામર્થ્ય મેં તમારી આગળ કહી સંભળાવ્યું,મનુષ્યના મનમાં જેવા જેવા પ્રતિભાસ આવે છે,તેવા તેવા બહાર પ્રત્યક્ષ જોવામાં આવે છે.
ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રો સામાન્ય બ્રાહ્મણ હતા,તો પણ મન ની પ્રતિભા થી તેઓ બ્રહ્માની પદવી પામ્યા,
માટે મનમાં કેટલી શક્તિ રહેલી છે તે તમે જુઓ.
આવી જ રીતે અમે “ચૈતન્યના ભાવ” થી ચિત્ત-પણાને પામીને “હિરણ્ય-ગર્ભ-પણા” ને પામેલા છીએ.
(બ્રહ્મા=હિરણ્યગર્ભ) આ ચિત્ત –છે તે “પ્રતિભાસ-રૂપ” છે,અને મન પણ તે જ છે.
તથા દેવ વગેરે ની જે પ્રતીતિ થાય છે તે પણ ચિત્તથી (મનથી) ભિન્ન નથી.
જેવી રીતે સ્વભાવ થી જ મરીમાં તીખાશ છે અને લીંબડામાં કડવાશ છે,
તેવી રીતે,ચિત્ત પણ સ્વભાવથી જ પોતાની મેળે જ ચમત્કાર ઉત્પન્ન કરે છે.
તે ચિત્તમાં જયારે “ચૈતન્ય-ભાવ” હોય ત્યારે તેનું “આતિવાહિક” એવું નામ પડે છે.
તે ચિત્તમાં જયારે “ગાઢ ભ્રમ” થાય છે ત્યારે તેનું “દેહ” (શરીર) એવું નામ પડે છે.
તે ચિત્તમાં જયારે સૂક્ષ્મ વાસના થાય છે ત્યારે તેનું “જીવ” એવું નામ પડે છે.
આવી રીતે એક ચિત્તના જ જુદાજુદા કારણ ને લીધે જુદાંજુદાં નામ છે.

અને જે ચિત્તમાં આ ત્રણે દેહના ચમત્કાર શાંત થયા પછી,”પર-બ્રહ્મ નું સ્વરૂપ” જ બાકી રહે છે.
અને તે હું પણ નથી કે બીજું કંઈ પણ નથી.
ઇન્દુ બ્રાહ્મણ ના પુત્રોનું સત્ય (સંવિત) તે અસત્ પદાર્થ થી સત્તા પામેલું છે,
જેવી રીતે ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રો મન થી બ્રહ્મા છે તેવી રીતે હું (બ્રહ્મા) પણ છું.
તેનો કરેલો સર્ગ જેવી રીતે ચિત્તની કલ્પના-માત્ર છે,તેવી રીતે,મારો સર્ગ પણ કલ્પના-માત્ર છે.
હું “બ્રહ્મા છું” એમ માનવું તે પણ એક “ચિત્તનો વિલાસ” જ છે.
પણ,ખરું જોતાં,પરમાત્મા (બ્રહ્મ) પોતે જ,શૂન્ય આકાશમાંથી દેહ વગેરેના ભાવથી ભિન્ન-પણે જણાય છે,
શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મ) પરમ-અર્થ રૂપ છે.
ભાવનાથી જીવ ફરીવાર મન-રૂપ થાય છે અને વૃથા દેહ-પણા ને પામે છે.
અને આ જે જોવામાં આવે છે તે ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રના સર્ગ જેવું છે,તેમ જ પોતાની શક્તિથી થયેલું,
દીર્ઘ-કાળનું સ્વપ્ન છે.આકાશમાં જેમ ભ્રમ થી બે ચંદ્ર જોવામાં આવે છે,તેમ જ તે ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રો થી થયેલા સર્ગ ની પેઠે ચિત્ત ને લીધે જ આ આખું જગત જોવામાં(દેખવામાં) આવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE