Jul 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-217


જેમ,જેની સ્મૃતિ ભ્રષ્ટ થઇ હોય અને જે અંધારા કુવામાં ડૂબેલો હોય,તેણે એક રાત્રિ કલ્પ સમાન થાય છે,
અને જેમ,માર્કંડેય ઋષિને કલ્પ ના જળમાં ફરવાથી એક રાત્રિ કલ્પ સમાન થઇ પડી હતી,
તેમ,  હું પણ મોહમાં મગ્ન થયો હતો અને રાત્રિ મને કલ્પ સમાન થઇ પડી.


તે આખો દિવસ,મેં સ્નાન,દેવાર્ચન અને ભોજન વગર વિતાવ્યો હતો,ને મારા શરીરમાં કંપ થતો હતો.
એવી રીતે તે રાત્રિ વીતી ગઈ અને સૂર્ય ના આગમનથી રાતી થયેલી પૂર્વ દિશા મારા જોવામાં આવી.
ત્યાંથી ઉભો થઈને મેં વનમાં વિહાર કરવા માંડ્યો.


તે વનમાં કોઈ પ્રાણી નજરે ચડતું નહોતું,માત્ર પંખીઓના
અવાજો સંભાળતા હતા.મધ્યાહ્ન થયો હતો અને પેટમાં ભયંકર ભૂખ પણ લાગી હતી.
તે વખતે ત્યાં મારી નજર એક કન્યા પર પડી કે જેના હાથમાં રાંધેલા ભાતનું પાત્ર હતું.


તે ચપળ નેત્રવાળી,શ્યામ અને શ્યામ વસ્ત્ર-વાળી તે કન્યાની નજીક હું ગયો અને તેને કહ્યું કે-
હું મોટી આપત્તિમાં છું અને ભૂખ્યો છું એટલે તારી પાસેનો  ભાત મને આપ.
અમ મારા કહેવા તેણે મને કંઈ આપ્યું નહિ,અને ત્યાંથી તેણે ચાલવા માંડ્યું. એટલે હું તેની પાછળ જવા લાગ્યો.
ત્યારે તેણે કહ્યું કે-હે,હાર,મુગુટ પહેરનાર રાજન,હું પુરુષ,અશ્વ અને હાથી નું ભક્ષણ કરનાર ક્રૂર રાક્ષસી જેવી
ચંડાળ-કન્યા છું.માટે મારું અન્ન તમારે જમવા યોગ્ય નથી.
આમ કહી તે ફરીથી આગળ ચાલવા લાગી, અને હું પણ તેની પાછળ જવા માંડ્યો.
ત્યારે તે ફરીથી બોલી કે-તમે જો મારા પતિ થાઓ તિ આ ભોજન તમને હું આપું.
કારણકે પામર મનુષ્ય સામાન્ય સ્નેહ વિના અર્થ થી ઉપકાર કરતો નથી.
જેવી રીતે સ્મશાનમાં ભૂત ફરે છે,તેવી રીતે,ચંડાળ-જાતિનો મારો પિતા,આ વનમાં ભૂખ્યો ને ભૂખ્યો,
પોતાના બળદથી ખેતી કરે છે,તેને  માટે હું આ અન્ન લઇ જાઉં છું.
પણ તમે જો મારા પતિ થાઓ તો આ અન્ન હું તમને આપું,
કારણકે પોતાના પતિનું પોતાના પ્રાણથી પણ અધિક પૂજન કરવું જોઈએ.


ત્યારે જેમ કોઈ આપત્તિમાં સપડાયેલો મનુષ્ય ધર્મ કે કુળનો વિચાર કરતો નથી,તેમ,
મેં પણ તેને ઝટ દઈને  જવાબ દીધો કે-હું તારો પતિ થઈશ.
મારું આવું વચન સાંભળીને તે કન્યાએ તે ની પાસેના ભાતમાંથી અર્ધો ભાત મને આપ્યો.
તે ભાતનું ભોજન કરીને મોહ-યુક્ત ચિત્તથી મેં તે સ્થળે વિશ્રાંતિ લીધી,
પણ,થોડીવારમાં તે કન્યાએ મને ઉઠાડી મારો હાથ પકડીને
દુષ્ટ આકૃતિ વાળા,પુષ્ટ શરીરવાળા અને ભય આપનાર એવા એના પિતા પાસે લઇ ગઈ.
અને મારામાં આસકત થયેલી તે કન્યાએ પોતાના પિતાને પોતાનો અભિપ્રાય જણાવ્યો.અને કહ્યું કે-
હે,તાત,તમને રુચે તો આ માણસ મારો પતિ થાય. એટલે તેના પિતાએ કહ્યું કે-સારું.
પછી સૂર્યાસ્ત સમયે,તે ચંડાળ અને તેની કન્યાની સાથે,લાંબા વનમાંથી પસાર થઈને અમે તેને ઘેર આવ્યા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE