Sep 8, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-275


મલિન મન જ મોહ ઉત્પન્ન કરનાર છે,અને તે જ જગતની "સ્થિતિ" નું કારણ છે.
મન જ જગત-રૂપ હોવાથી,જગત ને બનાવે છે,અને જે મન છે તે જ જીવ છે.
એટલા માટે મન ને જો શુભ માર્ગમાં જોડવામાં આવે તો-જગતમાં જે જે સિદ્ધિઓ છે તે પ્રાપ્ત થાય છે.
કારણકે સઘળી સિદ્ધિઓ મન નો જય કરવાથી જ મળે છે

જો "સ્થૂળ-દેહ"  એ  "જીવ" હોય તો-એ નો એ દેહ હોવા છતાં -
મહા-બુદ્ધિમાન શુક્રાચાર્ય ને સેંકડો જન્માંતર ના ભ્રમ-રૂપ જુદાજુદા દેહો કેમ પ્રાપ્ત થાય?
આમ છે એટલા માટે જ,જે મન છે-તે જ જીવ છે.
અને સ્થૂળ શરીર તો,મન ને લીધે જ ચેતના પામે એવું છે. માટે-એ મન -દૃઢ વાસના થી
જેવા પ્રકારના આકારની-ભાવના કરે છે -તેવા આકારને જ પ્રાપ્ત થાય છે.એમાં કોઈ સંશય નથી.

આ રીતે-જો મન એ દૃઢ-ભાવનાથી સર્વ પ્રકારના આકાર ની પ્રાપ્તિ કરવાને સમર્થ છે,તો,
તમે,જે,અતુચ્છ,પરિશ્રમરહિત,ઉપાધિ વગરનું-જે "બ્રહ્મ-પદ" છે -તેનું જ યત્ન-પૂર્વક અનુસંધાન કરો.
કે જેથી તમે બ્રહ્મ-પણાને પ્રાપ્ત થશો.
શરીર મન ના ધારેલા પ્રદેશમાં જાય છે,પણ,જ્યાં શરીર હોય ત્યાં મનને જવાનો  કોઈ નિયમ નથી.
એટલા માટે હે,રામચંદ્રજી,તમારા મનથી તમે સત્ય-તત્વ ની પ્રાપ્તિ માટે જ યત્ન કરો.
અને દેહ-ઇન્દ્રિય-વગેરે મિથ્યા "દ્વૈત" ને છોડી દો.

(૨૧) મન નો નિર્ણય

રામ પૂછે છે કે-હે,ભગવન,મારા મન માં એક મોટો સંશય ઘોળાયા કરે છે-કે-
બ્રહ્મ-એ દેશ,કાળ અને વસ્તુ ના પરિચ્છેદ થી રહિત છે,વ્યાપક,નિષ્કલંક છે-તો તેમાં-
આ "મન" નામની મલિન વાસના ક્યાં થી આવી? અને તે કેમ કરીને સંભવે?
બ્રહ્મ માં કોઈ પદાર્થ છે નહિ,હતો નહિ અને થશે પણ નહિ તો પછી-
તેમાં આ "મન-રૂપી-કલંક" ક્યાંથી અને કેવા પ્રકાર નું આવ્યું?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તમે બહુ સારું પૂછ્યું.હવે તમારી બુદ્ધિ અનુભવના ઉત્તમ ચમત્કાર વાળી થઇ છે,
અને તમારી બુદ્ધિ મોક્ષ ના વિષયમાં ઠીક ચોંટી છે.અને આગળ-પાછળ નો વિચાર કરવા માં તત્પર થઇ છે.
કે જેનાથી તમને ઉત્તમ પદ પ્રાપ્ત થશે.
પણ હે રામ,આ પ્રશ્ન પૂછવાનો હમણાં તમારો સમય નથી.(હાલ નો સમય તે પ્રશ્ન માટે બરોબર નથી)
કારણકે  તમે જે "શુદ્ધ આત્મા માં મન-રૂપી કલંક ઘટતું નથી" એ પ્રમાણે હાલ જે પૂછ્યું-તે "પૂછવા-પણું"
શુદ્ધ આત્મા નો અનુભવ કર્યા પછી જ ઘટે છે.(એટલે કે-શુદ્ધ આત્માનો અનુભવ કર્યા પછી જ તે સમજી શકાય છે!)

(એટલે જ) જેને શુદ્ધ આત્મા નો અનુભવ થઇ ચૂક્યો હોય- તેની સામે અમે મન નું નિરૂપણ જ કરતા નથી,
(નોંધ-અહીં રામ આગળ મન નું નિરૂપણ કર્યું છે!!)
કે જેથી અમને તે (આવો -આત્મા માં મન ના કલંક- વિષે નો) પ્રશ્ન પૂછે
(એટલેકે-આત્મા ના અનુભવ થયા પછી આવો પ્રશ્ન ઉદભવી શકે જ નહિ)

પોતાને શુદ્ધ આત્મા નો અનુભવ નહિ હોવા છતાં "વિદ્વાન હોવાનો ડોળ કરીને"-જો કોઈ પ્રશ્ન પૂછવા ધારતો
હોય તેણે તો-"આત્મા માં અશુદ્ધ-પણું  જ કેમ ઘટે?" એવી  શંકા કરવી જોઈએ.
પણ  "આત્મા-શુદ્ધ છે" એવું સ્વીકારીને-તે "શુદ્ધ માં મલિનતા કેમ ઘટે?" એવી શંકા કરવી જોઈએ નહિ !!!


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE