Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-295જે બ્રહ્મ છે તે જ જગત છે,અને જે જગત છે તે જ બ્રહ્મ છે.
જેમ બે પર્યાય શબ્દોના અર્થમાં ભેદ હોતો નથી,તેમ બ્રહ્મ અને જગત -એ બંને શબ્દોમાં પણ ભેદ નથી.
તેમ,"અજ્ઞાન-રૂપ-ઉપાધિ" (અવિદ્યા કે માયા) વાળું ચૈતન્ય પોતાના સ્વ-રૂપ ને -તે-જગત છે-તેમ જાણે છે.
માટે દેખવામાં આવતું આ જગત એ કંઈ જ નથી,પણ બ્રહ્મ જ જગત-રૂપે પ્રતીત થાય છે.
ચિદાકાશ (ચૈતન્ય) નો સ્વ-ભાવ જ એવો છે.

"આરોપ ની દૃષ્ટિ" થી જોતાં,વ્યાપક મહા-ચૈતન્યમાં સર્વ ના આરોપ નો સંભવ છે,
તેથી આપણા  અનુભવમાં આવે છે તે સર્વ -સર્વત્ર (ચૈતન્ય) છે.
"અપવાદ ની દૃષ્ટિ" થી જોતાં,તે (ચૈતન્ય) માં ક્યાંય કંઈ પણ નથી,અને અનુભવમાં પણ આવતું નથી.
આથી આ જે જગત છે,તે ચૈતન્ય (બ્રહ્મ) ની જેમ -શાંત,ભેદ-રહિત,સત્ય,એક અને પૂર્ણ જ છે.
અને એવો નિશ્ચય રાખીને તમે પણ શોક-ભય-અને ભેદનો ત્યાગ કરીને પૂર્ણ-પણે જ રહો.

મહા-ચૈતન્ય નું પોતાનું રૂપ અત્યંત શાંત અને સ્વચ્છ છે,તે મોટી શિલા ના ગર્ભ ની પેઠે,ઘટ્ટ હોવાથી,
તેની અંદર બીજા કોઈ પદાર્થ નો સમાવેશ હોવાને યોગ્ય નથી,
આથી "તે ચૈતન્યની અંદર ક્યાંય જગત છે કે નહિ? " એવા વિચારો કરવા યોગ્ય નથી.
માત્ર એટલું જ સમજવું યોગ્ય છે કે-"પ્રતિભાસ-માત્રથી જે બ્રહ્મ છે તે જ જગત-રૂપે દેખાય છે"

(૩૨) દામ-વ્યાલ-કટ નો મોક્ષ

રામ પૂછે છે કે-હે,મુનિ,બાળક ની દૃષ્ટિમાં જેમ પિશાચ હોય છે,તેમ,દામ-વ્યાલ-કટ એ અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં જ છે,પણ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તે (ત્રણ દૈત્યો નું અસ્તિત્વ) નથી.(તે ત્રણે દૈત્યો માયિક છે)
તેમ છતાં (અહીં આપેલા ઉદાહરણ મુજબ) તેમના દુઃખ નો (જુદા જુદા અવતાર લેવાનો) અંત ક્યારે આવશે?
(નોંધ-અહીં દામ-વ્યાલ-કટ-એ ત્રણ ગુણો સત્વ-રજસ-તમસ નું ઉદાહરણ (દૃષ્ટાંત) થી બતાવ્યું છે!!)

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તે પાતાળના યમ-દૂતો તે દામ-વ્યાલ-કટ ના સગા બન્યા હતા
(તેમની કન્યાઓ તેમણે દામ-વ્યાલ-કટ ને આપી હતી એટલે)
એથી તેમણે (યમદૂતોએ) યમરાજ ને પ્રાર્થના કરી,ત્યારે યમરાજે જે કહ્યું હતું તે તમે સાંભળો.
"જયારે આ ત્રણ જીવો (ત્રણ દૈત્યો) પરસ્પર થી જુદા પડશે,અને પોતાની જૂની સ્થિતિ ની વાત સાંભળશે,
ત્યારે પોતાના તત્વ ને જાણીને તેઓ અવશ્ય મુક્ત થશે.
(નોંધ-સત્વ-રજસ-તમસ ગુણો પરસ્પરથી છૂટા પડી જાય છે-તે કહેવાનો ઉદ્દેશ છે)

રામ કહે છે કે-હે,ભગવન,તે ત્રણે જીવો પોતાના વૃતાંત ને ક્યાં,ક્યારે અને કોની પાસેથી સાંભળશે?
તે વાત મને અનુક્રમથી કહો.

વસિષ્ઠ કહે છે કે-કાશ્મીર દેશની અંદર રહેલા ખાબોચિયા જેવા તળાવમાં માછલાં તરીકે રહેતા તે ત્રણે
દૈત્યો (દામ-વ્યાલ-કટ) જયારે કાળગતિને લીધે મરણ પામશે,ત્યારે તેઓ પાસે રહેલા કમળ ના મોટા તળાવમાં સારસો ની યોનિ પામશે.એ યોનિમાં લાંબો કાળ વિહાર કર્યા પછી,તેમને અંતઃકરણ ની શુદ્ધિ તથા વિચારશુદ્ધિ પ્રાપ્ત થશે,એ પછી તેઓ જુદા પડશે અને તે પછીના અવતારમાં તેઓ મુક્તિ પામશે.

જેમ,વિવેક-દૃષ્ટિ થી વિચાર કરતાં સત્વ-રજસ-તમસ એ ત્રણ ગુણો છૂટા પડી જાય છે,
તેમ,મુક્તિ પામવા સારું પ્રારબ્ધ-યોગે તે ત્રણ જીવો (દામ-વ્યાલ-કટ) જુદા પડશે.

લક્ષ્મીના ભારે દબદબાવાળા કાશ્મીર દેશમાં વૃક્ષોથી શોભી રહેલું "અધિષ્ઠાન" નામનું એક નગર ઉત્પન્ન થશે,તે નગરના મધ્યમા "પ્રદ્યુમનશિખર" નામનું એક શિખર થશે,તે શિખર ની ઉપર જાણે બીજું એક શિખર ઉત્પન્ન થયું હોય,એવું અને વાદળાંઓ સુધી પહોંચેલી મોટી શાખાઓ વાળું એક ઉત્તમ ઘર થશે.
તે ઘરના ઈશાન ખૂણામાં એક કોતર હશે જેમાં કરેલ માળામાં "વ્યાલ" નામનો દાનવ "ચકલા" નામનો પક્ષી થશે.અને તે જેનો અર્થ ના સમજાય તેવું "ચીચી-ચીચી" શબ્દ બોલ્યા કરશે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE