Feb 20, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-426

પ્રહલાદ સ્વગત કહે છે કે-જેમ,જો, ભીંત હોય તો જ તેના પર ચિત્રો થાય,પણ આકાશમાં ચિત્રો થઇ શકે નહિ;તેમ,જો અહંકાર હોય,તો જ મનમાં સ્વર્ગ-નરક-મોક્ષ- વગેરેના ભ્રમો પ્રવર્તે છે,
જેમ,મેલા વસ્ત્રમાં રંગ ચડે  નહિ,તેમ,અહંકાર-રૂપી-ઘેલા-પણાથી ઘેરાયેલા મનમાં જ્ઞાન નો ચમત્કાર થાય નહિ.હે,આત્મા,હું (મારા)-રૂપી-તું,કે જે "અહંકાર-રૂપી કાદવ" થી રહિત થયેલો છે,અને અંદર સ્વચ્છતા-વાળા,આનંદના સરોવર-રૂપ છે,હું તને પ્રણામ કરું છું.

'બુદ્ધિ ને બુદ્ધિ ની વૃત્તિઓમાં આવેલું ચૈતન્ય'  એ -બે પાંખો-રૂપી અને હૃદય-કમળની અંદર નિવાસ કરનાર 'આત્મા-રૂપી હંસ' ને -હું અંદર જ વારંવાર પ્રણામ કરું છું.સર્વદા ઉદય પામેલા,હૃદયમાં રહેલા,અજ્ઞાન-રૂપી મોટા અંધકાર ને હરનારા,અને સર્વમાં વ્યાપક હોવા છતાં-પણ-જોવામાં નહિ આવતા 'ચૈતન્ય-રૂપી-શીતળ-સૂર્ય'ને હું વારંવાર પ્રણામ કરું છું.
'વૈરાગ્ય-રૂપી-તેલ'થી પ્રકાશતા,'ચિત્તની વૃત્તિ-રૂપી વાટ'થી બહાર નીકળતા,અને
પોતાના 'સ્વ-રૂપ-રૂપી આધાર'માં રહેનારા 'ચૈતન્ય-રૂપી અવિચળ દીવા'ને,હું વારંવાર પ્રણામ કરું છું.

જેમ,અગ્નિથી તપેલા લોઢાને,ટાઢા લોઢાથી (છીણીથી) બળાત્કારે ભાંગી (કાપી) નાખવામાં આવે છે,
તેમ,કામ-રૂપી અગ્નિ થી તપેલા મન ને,ઉપશમ-વાળા મનથી બળાત્કારે ભાંગી નાખ્યું છે.
શુદ્ધ ઇન્દ્રિય થી મલિન ઇન્દ્રિય ને કાપી નાખીને,શુદ્ધ મનથી મલિન મન ને કાપી નાખીને,અને
શુદ્ધ અહંકારથી મલિન અહંકાર ને કાપી નાખીને-કેવળ ચૈતન્ય-રૂપે રહેલો,હવે હું-જય પામું છું.

હે,આત્મા,શ્રદ્ધાથી અશ્રદ્ધા ને કાપી નાખીને,અતૃષ્ણા થી તૃષ્ણા ને કાપી નાખીને,
વિચારવાળી બુદ્ધિથી  સંદેહ-વાળી બુદ્ધિને કાપી નાખીને,જ્ઞાતા-પણાના અભિમાનથી રહિત-
એવા-સત્ય-જ્ઞાન-સ્વ-રૂપે,તું જ અવશેષ રહ્યો છે-હું તને પ્રણામ કરું છું.
"હું બ્રહ્મ છું" એ (શુદ્ધ) અહંકારથી,"હું દેહ છું" એ (મલિન) અહંકાર કપાઈ જતાં,
અહંકારથી રહિત થયેલો હું કેવળ,સ્વચ્છ-રૂપે (શુદ્ધ-રૂપે) રહ્યો છું.

ભાવનાઓ કરાવનારી બુદ્ધિથી,અહંકારથી,મનથી ને ઇચ્છાઓથી રહિત થયેલું,
આ મારું શરીર કેવળ પ્રાણવાયુ ને લીધે જ ગતિ કરે છે,અને આત્મા માં જ રહ્યું છે.
ભગવાન વિષ્ણુ ની કૃપાથી જ મને આ પરમ ઉપશમ-વાળી સર્વોત્તમ શાંતિ મળી છે.
અને હવે હું,સઘળા સંતાપો થી રહિત થયો છું.
અહંકાર અને તૃષ્ણા ક્યાં ચાલ્યા ગયા? એ હવે મારા,જાણવામાં પણ આવતું નથી.
સર્વ વાસનાઓ, સમાધિ થી કપાઈ ગઈ,તે બહુ સારું થયું.

આટલો સમય સુધી હું કોણ (કેવો) હતો? હું ખોટી રીતે જ દેહાદિક માં દ્રઢ અભિમાન ધરાવતો હતો.એ આશ્ચર્ય છે.હવે મારો જન્મ સફળ થયો,હું મોટી બુદ્ધિ-વાળાઓ થયો,એટલે ઐશ્વર્ય-રૂપી આત્મા મારા જાણવામાં આવ્યો છે,સમાધિમાં મનથી (તેને) આલિંગન કરવામાં આવ્યો છે,અને આલિંગન કરીને જાગ્રતમાં પણ,
"એ હું જ છું" એમ -એવા અનુભવમાં જોડવામાં (પણ) આવ્યો છે.

જેમ,પહેલાં,"જે શરીર છે,તે હું છું" એમ હું માની બેઠેલો હતો,તે જ હું હવે "જે આત્મા છે તે હું છું" એમ સમજ્યો છું.વિષયો,વિષયો ના મનન,વાસનાઓ,અહંકાર,અને ભોગોથી રહિત થયેલું,આ મન,હવે શાંત થયું છે.
વિપત્તિઓ નાશ પામી ગઈ છે,જીવ ની અજ્ઞાન-રૂપી જડતા જતી રહી છે,
અને હું, અદ્વિતીય-ચૈતન્ય-રૂપી-પૂર્ણાનંદ-પરમાત્મા ને પ્રાપ્ત થયો છું.(આત્મ-સાક્ષાત્કાર)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE