Jul 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-555

જેમ,જ્ઞાન એ અજ્ઞાનપણાને પ્રાપ્ત થવું સંભવે નહિ-તેમ,ગમે તેવા વિચારૂ ગોઠવવામાં આવે તો પણ,
બ્રહ્મ-એ-દેહાધિક-રૂપ થાય જ નહિ.આત્મા સર્વ-વ્યાપક છે તેમ છતાં તેને દેહ સાથે જરા પણ સંબંધ નથી.
જેમ કમળને જળમાં રહ્યા છતાં પણ જળનો જરા પણ સ્પર્શ થતો નથી,
તેમ,આત્મા ને દેહમાં રહ્યા છતાં પણ તે આત્મા ને દેહનો જરા પણ લેપ લાગતો નથી-
કેમકે-આત્મા એ દેહની કલ્પનાનું અધિષ્ઠાન હોવાથી,આત્માની સતાથી જ દેહની સત્તા છે.

જેમ નિર્લેપ હોવાને લીધે,આકાશને વાયુથી શોષ,કંપ કે રજ-આદિનો લેપ થતો નથી,
તેમ આત્મા દેહથી રહેલ છે,તો પણ નિર્લેપ હોવાથી,તેને દેહમાં જરા-મરણ-સુખ-દુઃખ-આદિ થતાં નથી,
માટે તમે નિશ્ચિંત રહો.
દેહમાં આત્મ-દૃષ્ટિ કરવાથી (દેહમાં આત્મા છે એમ જોવાથી) જન્મ-મરણ આદિ ભ્રમ રહે છે,
પણ બ્રહ્માત્મ-દૃષ્ટિથી જોતાં (તે દેહ-રૂપી-બ્રહ્મમાં) તે બ્રહ્મ (પરમાત્મા) બ્રહ્મ-માત્ર જ દેખાય છે.

જેમ,જળ,પોતાની સત્તાથી રહેલા તરંગ-પણાને અનુભવતું હોય છે-
તેમ,આત્મા પોતાની સત્તાથી રહેલા દેહ-રૂપી-યંત્રને અનુભવતો હોય છે.
દેહ અને આત્મનું બુદ્ધિ-પૂર્વક અવલોકન કરવામાં આવે-તો-
સત્ય જણાયેલા આત્મ-તત્વ માં જ સ્થિતિ થાય છે,અને દેહ-રૂપ અજ્ઞાનનો વિભ્રમ લય પામે છે.
દેહના અને આત્મા ના ખરા તત્વનો વિચાર કરતાં દેહનું મિથ્યા-પણું અને આત્માનું સત્ય-પણું પ્રકટ થાય છે,
કેમ કે દીવા અને અંધકારની પેઠે-દેહ અને આત્માનો સ્વભાવ પરસ્પરથી વિરુદ્ધ છે.

જેને યથાર્થ જ્ઞાન હોતું નથી,એવા પુરુષોના  દેહના ભ્રમણો-રૂપી-વૃક્ષો સ્ફૂર્યા કરે છે.
જેણે આત્મા નામના પદાર્થોનો વિચાર કર્યો નથી,અને જ્ઞાન પર લક્ષ્ય આપ્યું નથી,
તેવા મૂઢ પુરુષો ચેતન નથી પણ જડ છે.અને તરણાઓની પેઠે નિષ્ફળ (નકામું) જ હલન ચલન કરે છે.
આત્મ-તત્વના સ્વાદને નહિ જાણનારા એ જડ લોકો,
જેમ છિદ્રોમાં વાયુ પુરાવાથી વાંસ અનેક પ્રકારના શબ્દો કરે છે તેમ વ્યર્થ બકવાદ કર્યા કરે છે.એમ સમજવું.

શબ્દ-સ્પર્શ-રૂપ-આદિ વિષયોના લાભથી જ -પોતાને કૃતાર્થ માનનારા,
તરંગોના જેવા ચપળ અંગો-વાળા,અને ભોગ-રૂપ મદિરાનું અતિશય આગ્રહથી પણ કરનારા-
એ લોકો જડ (અચેતન) છતાં ચેતન જેવા (ક્રિયાઓ વાળા) લાગે છે.એમ જાણવું.
જો કે એ સધળા દુર્બુધ્દ્ધી-લોકોમાં પણ અવિનાશી ચૈતન્ય રહેલું છે-તો પણ એ લોકો ચૈતન્યને જાણતા નથી,
તેથી તેઓનું એ (પોતાનામાં રહેલું) ચૈતન્ય-કંગાળ સ્થિતિમાં જ છે.

જેમ લુહારની ધમણમાંથી નીકળતી ફૂંકો તે કેવળ ચલનને માટે જ છે,
તેમ,અજ્ઞાનીઓના શ્વાસોશ્વાસ કેવળ ચલન ને માટે જ છે-કેમ કે તે શ્વાસોથી કોઈ પુરુષાર્થ થતો નથી.
માટે,મૂઢ માણસનો સંગ-એ-જંગલમાંના ઝાડના ઠૂંઠા જેવો છે,
મૂઢ માણસ માટે જે કંઈ કરવામાં આવે -તે પણ આકાશને લાકડીઓથી મારવા જેવું (નકામું) જ છે,માટે,
એ અધમ માણસને જે વસ્તુ આપવાની ધારવામાં આવે તે-વસ્તુ કાદવમાં શા માટે ફેંકી દેવામાં આવતી નથી?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE