Aug 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-573

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,મને તો આત્મજ્ઞાન અત્યંત શક્ય લાગે છે.
જે પુરુષ વિચાર કરવામાં કુશળ -ના હોય-તેને જ આત્મજ્ઞાન અશક્ય લાગે છે.
જ્ઞાનના અને અજ્ઞાનના સ્વરૂપનું વિવેચન કરવામાં શક્તિ ના હોય-તો જ યોગ્ય વિચારો આવતા નથી.પણ "પ્રમાણો" માં કુશળતા ધરાવનારા પુરુષોને-એ -વિચારોમાં-અકુશળપણું સ્વપ્ન માં પણ થવું સંભવતું નથી.

અજ્ઞાન સર્વદા સાક્ષીથી જ પ્રસિદ્ધ થનારું હોવાને લીધે,બીજાના આધારે પ્રકાશે છે,પણ જ્ઞાન તો સ્વયં-પ્રકાશ છે,માટે જ્ઞાન અને અજ્ઞાનમાં ઘણું અંતર હોવાથી "વિવેક" થવાનો સંભવ છે,
તેથી જેવું જ્ઞાન કરવું સહેલું છે-તેવો યોગ કરવો સહેલો નથી.
યોગ કરવામાં હૃદય-વગેરે ધારણા ના પ્રદેશોમાં ચિત્તની એકાગ્રતા કરવાની-
અને આસનને યોગ્ય-સ્થળ વગેરેની જરૂર હોવાથી-
તે જો બરોબર રીતે થાય નહિ તો યોગ સારી રીતે સધાતો નથી,

જો કે-જ્ઞાન સારી રીતે સધાય અને યોગ સારી રીતે ના સધાય-એવી ચિંતા કરવી જ -મને તો યોગ્ય નથી લાગતી.
કેમકે ઉદ્યોગમાં મંડ્યા રહેનાર ધીર પુરુષને,જ્ઞાન કે યોગ-એ બંનેમાં કશું અશક્ય લાગતું નથી.

હે રામચંદ્રજી,શાસ્ત્રમાં "જ્ઞાન" અને "યોગ" એ બંને પ્રકાર કહેલા છે,
તેમાં મેં જે જ્ઞાનનું વર્ણન કર્યું-તે "જ્ઞાન" વિચાર-માત્રથી સાધ્ય હોવાને લીધે-
પોતાની અંદર જ રહેલું છે.અને તે જ્ઞાન-ખરી સમજણ-રૂપ હોવાને લીધે નિર્મળ છે.

અને  "યોગ" કે જે-પ્રાણ અને અપાનની સમતા-રૂપે પ્રસિદ્ધ છે-
તે દેહ-રૂપી-ગુફા અતિ દૃઢ હોય તો જ -બની શકે (થઇ શકે) તેવો છે.
તે યોગ-સિદ્ધિઓની ઈચ્છા-વાળાઓને સિદ્ધિઓ આપનાર છે,
અને જ્ઞાનની ઇચ્છાઓવાળાઓને "સાક્ષાત્કાર"ના કારણરૂપ છે.

હે રાજકુમાર,તમે ઉદ્યોગી ચિત્ત-વડે,પ્રાણના સંચારના નિરોધથી,સિદ્ધ થવાની સ્થિતિને પામી,
અક્ષય-આત્મ-પદમાં-ચિત્ત-વૃત્તિ નો નિરોધ કરવાના  અભ્યાસની યુક્તિથી-
સમાધિ લઇ જેનું વર્ણન થઇ શકતું નથી-એવા નિરતીશય  આનંદ-રૂપ થઈને રહો.

(૧૪) મેરુ પર્વતના એક શિખરનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-જેમ મરુ-ભૂમિ (રણ) માં ઝાંઝવાનું જળ દેખાય છે-તેમ,યોગીઓ જ્યાં આરામ સેવે છે-
તેવું જે અનંત-પદ (પરમાત્મા) છે-તેના સ્ફુરણ-રૂપે આ જગત દેખાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE