Sep 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-614

આમ,શરીર-આદિ-પદાર્થો,એ ચૈતન્ય-રૂપ-અમૃત મળવાથી-રૂપ (આકાર) અને ચેતન ને પામે છે.
જેમ,શરીર-રૂપી-ઘર એ પંચ-ભૂત-મય હોવાથી,પ્રકાશમય હોવા છતાં પણ,બહારથી સૂર્ય-પ્રકાશ અંદર નહિ આવવાથી-તે અંદર છાયા-યુક્ત થાય છે-તેમ,શરીર,ઘડા-વગેરેનું  અધિષ્ઠાન-રૂપ-ચૈતન્ય,એ પ્રકાશ-રૂપ હોવા છતાં,પણ,બહારની બાજુ ઇન્દ્રિયોની વૃત્તિઓથી-અભિવ્યક્ત થયેલું હોવાથી-એ ચૈતન્ય -વૃત્તિઓથી વ્યાપ્ત થતાં,અંદરની બાજુ (જાણે) જડતાથી યુક્ત-થયેલું હોય તેવું -થઇ જાય છે.

જો દેહમાં આત્મ-ચૈતન્યના આવા ચમત્કારો ન હોય,તો,ત્રૈલોક્યમાં રહેલા જુદા જુદા  પદાર્થો,પણ,
જો,ચૈતન્યથી રહિત હોય તો (દેહના જેવા) ચમત્કારો થી રહિત હોય-
તેથી તે-ચૈતન્ય-રહિત તે  પદાર્થો આકારને પ્રાપ્ત થઇ (ચમત્કારો થી યુક્ત થઇ) શકે નહિ.
એ ચૈતન્યનો પ્રકાશ વ્યાપ્ત હોવાને લીધે,દેહમાં સંકલ્પથી,પ્રવૃત્તિ સ્ફૂર્યા કરે છે.
જો ચૈતન્યનો પ્રકાશ હોય નહિ તો-આ દેહ-રૂપી વૃક્ષ,અવયવો-રૂપી-શાખાઓ-વાળું હોવા છતાં,
અને કેશો-રૂપી-લતાઓ વાળું હોવા છતાં- કેવી રીતે પ્રકાશે? (તે દેહ -ના જ પ્રકાશે-કે દેખાય)

ચરાચર જગતના અધિષ્ઠાન-રૂપ-ચૈતન્ય જ -તે તે પદાર્થો-રૂપે વધે છે,ખાય છે,સુએ છે.
જે કંઈ છે તે-ચૈતન્ય જ છે,અને ચૈતન્ય સિવાય બીજું કંઈ છે જ નહિ.
આ રીતે,આ જગત કે જે નવું ઉત્પન્ન થયેલું જોવામાં આવે છે-તે ચૈતન્ય-માત્ર જ છે.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,મહાદેવજીએ ચંદ્ર જેવી સ્વચ્છ વાણીથી મને એ પ્રમાણે કહ્યું ત્યારે-
મેં તેમને સ્વચ્છ વાણીથી ફરીવાર પૂછ્યું કે-

હે મહારાજ,જો સર્વ-વ્યાપક એક ચૈતન્ય જ હોય,તો તે ચૈતન્ય-રૂપ આ દેહ,મરણ આદિ-દશાઓમાં,
ઘણા પાર્થિવ ભાગ-વાળો અને અચેતન કેમ થઇ જાય છે?
આ દેહ જીવનની દશામાં ચેતન-વાળો અને મરણની દશામાં ચેતના વગરનો થઇ જાય છે,
એવી રીતેની-જગતના પ્રત્યક્ષ અનુભવમાં આવતી સ્થિતિ શી રીતે સંભવે?
કેમ કે ચૈતન્ય તો અવિનાશી સ્વભાવ-વાળું અને અપરિણામી હોવાથી-
તે ચૈતન્ય ને કોઈ પણ રીતે જડ-પણાનો સંબંધ ઘટતો નથી.

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,તમે આ મોટો પ્રશ્ન પૂછ્યો છે,તે સઘળાનો હું ઉત્તર આપું છું.
આ દેહમાં સર્વ-ભૂત-રૂપ એક જ ચૈતન્ય છે,અને તેનો એક "કલ્પિત" ભાગ "બુદ્ધિ" માં લાગેલો છે,
તેથી તે,કર્તા અને ભોક્તા-પણા ના અભિમાન-વાળો છે,અને-બીજો ભાગ,જે કૂટસ્થ છે તે નિર્વિકલ્પ છે.

કૂટસ્થ ચૈતન્ય-એ "કલ્પિત-સંકલ્પ" થી પોતાના એક પ્રદેશ (ભાગ) માં,પોતાને જીવ-રૂપ સમજી લઈને,
જાણે,કર્તુત્વ-ભોગતૃત્વ-વાળું હોય (બીજું જ હોય) એવું થઇ રહ્યું છે.
એટલે-ચૈતન્ય માં જે ભેદ છે-તે ઉપાધિએ (માયાએ) જ કરેલો છે-પણ વાસ્તવિક રીતે તે ભેદ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE