Oct 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-643


"અંત વગરના સ્વ-રૂપ-વાળો,ત્રણે પ્રકારની મર્યાદાઓથી રહિત,
ભરપૂર સ્વરૂપ-વાળો,પૂર્ણ અને સર્વને પૂર્ણ કરનાર-એવો હું છું"
એ પ્રમાણે આત્માના અલૌકિક અને સ્વચ્છ ચમત્કારનો આશ્રય કરીને,
જે પુરુષ દીનતા વગરનો થઈને અને દેવ-પણાથી ભરપૂર રહે છે-
તે પુરુષ અસ્ત પામતો નથી,ઉદય પામતો નથી,રાજી થતો નથી,કોપ કરતો નથી,
તૃપ્તિ પામતો નથી,ભૂખ્યો થતો નથી,કશું ઈચ્છતો નથી,કશું છોડતો નથી.

તે,અંદર-બહાર સમતા-વાળો રહે છે,સમ-દૃષ્ટિવાળો રહે છે,સમ-આકાર-વાળો રહે છે,
અત્યંત સૌમ્યતાને પામે છે,અને સઘળી રીતે સુંદર અભિપ્રાયવાળો રહે છે.
એવો  પુરુષ મરતાં સુધી આવા પ્રકારનો જ -અખંડ આત્મ-મતિ-વાળો જ રહીને-
દિન-રાત લાંબુ દેવ-પૂજન કર્યા કરે છે.

જે પ્રત્યગ આત્માથી -આ-દેહ ચાલે છે-તે પ્રત્યગ-આત્મા - એ દેવ (પરમાત્મા) કહેવાય છે.
અને પ્રત્યગ-આત્મા (પરમાત્મા) થી જ સત્તા પામેલો હોવાને લીધે દેહ-પણ-દેવ કહેવાય છે.

બુદ્ધિને સર્વ વસ્તુઓમાં આત્માકાર રાખી,ઇન્દ્રિયોની વૃત્તિઓમાં પડેલાં પ્રતિબિંબોના બિંબ-ભૂત,
એ પ્રત્યગ આત્મા (પરમાત્મા) નું "પ્રારબ્ધના પ્રવાહથી" જે  જે વસ્તુ પ્રાપ્ત થાય-તેનાથી પૂજન કરવું.
એટલે કે-પ્રારબ્ધના ક્રમથી પોતાની મેળે પ્રાપ્ત થયેલા સર્વ ભોગોથી તેનું પૂજન કરવું,પણ,
આ પૂજનમાં પુષ્પ-ધૂપ-આદિ સાધનો પ્રાપ્ત કરવાનો કોઈ યત્ન કરવો નહિ.

વર્ણાશ્રમની પદ્ધતિથી-શાસ્ત્રને અનુસરતા વ્યવહારથી અને જેઓથી (જે ઉપચારથી) એટલે કે-
ભોજન-આદિ-થી માત્ર-દેહનું ધારણ થાય (દેહ ટકી રહે) એનાથી એ સૌમ્ય-દેવ નું પૂજન કરવું.
સહજ પ્રાપ્ત થયેલા અનેક વૈભવો,સારાં ભક્ષ્યો,ભોજ્યો,અન્ન-પાનો,શયનો,આસનો
અને વાહનોથી એ દેવનું પૂજન કરવું.
આત્માને સંપૂર્ણ રીતે જાણી લીધા પછી-સ્ત્રીઓ-વગેરેના વિલાસો વાળા સર્વ સુખથી તે આત્માનું અર્ચન કરવું.
ચિંતા ઓ તથા રોગોથી વ્યાપ્ત અને મૂંઝવણોથી તથા ક્રોધ -આદિના વેગથી ભરેલું,
સઘળા ઉપદ્રવો-વાળું દુઃખ આવી પડે તો-તેથી પણ આત્મા નું પૂજન કરવું.

જગતની ઉત્પત્તિ-સ્થિતિ સંબંધી સઘળી ચેષ્ટાઓના ફળ-રૂપ મરણ-જીવન અને સ્વપ્ન -આદિ જે થાય છે-
તેનાથી પણ તે આત્માનું પૂજન થાય છે.
પ્રારબ્ધના પ્રવાહને લીધે-મળેલ ધન કે દારિદ્રયથી અને તે તે
સમયની "વિચિત્ર-ચેષ્ટાઓ-રૂપ-પુષ્પો" થી તે શુદ્ધ આત્માનું પૂજન કરવું.
રાગ-દ્વેષનો વિલાસ કે જે-અનેક પ્રકારના ક્લેશો આપે છે-તથા સ્ત્રીઓ-વગેરેના આનંદો આપે છે-
તેનાથી પણ તે આત્માના પૂજનની ભાવના કરવી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE