Dec 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-681

સૂર્ય-મંડળના જીવો સ્વપ્નથી મોહ પામ્યા હોય,તેમ સૂર્યની અંદર પણ ત્રૈલોક્ય-રૂપી ભ્રમને દેખે છે,
અને ભેદોની કલ્પનાઓથી,તેઓ (જીવો) પોતે પણ ભમ્યા કરે છે.
વ્યક્તિગત જીવો,વાસ્તવિક રીતે સર્વ-વ્યાપક પણાને લીધે, અને મર્યાદા (માપ)થી રહિત-સત્ય,હોવાને લીધે,જે જે વસ્તુઓની ભાવના કરે છે,તે તે વસ્તુને તરત પોતાની સત્તાના આરોપથી સત્ય જેવી માની લે છે,
એટલા માટે સંસાર સંબંધી વસ્તુઓમાં "આસક્તિ"ના ત્યાગથી,
"સંસાર સાચો છે-એવા ભ્રમ"ની નિવૃત્તિ થતા,તત્વવેત્તાને જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે.

હે રામચંદ્રજી,જે અસંગ સ્થિતિનો ઉપદેશ શ્રીકૃષ્ણ અર્જુનને આપવાના છે અને તેને લીધે જ અર્જુન જીવનમુક્ત બની પોતાની જિંદગી સુખેથી પસાર કરશે-તે અસંગ સ્થિતિના આધારે તમે પણ જીવનને સુખેથી નિભાવો.

શ્રીરામ પૂછે છે કે-હે મહારાજ,એ પાંડુનો પુત્ર અર્જુન ક્યારે થશે અને શ્રીકૃષ્ણ તેણે કેવી રીતે
અસંગ સ્થિતિનો ઉપદેશ કરશે?

વસિષ્ઠ કહે છે કે-"આત્મા" એ કલ્પિત નામથી કહેવાતું અને જેમ આકાશમાં મહાકાશ રહે છે,
તેમ,આદિથી તથા અંત થી રહિત,પોતાના સ્વરૂપમાં જ રહેલું -તે સત્તામાત્ર તત્વ છે.
જેમ સુવર્ણમાં કડાં વગેરે જોવામાં આવે છે અને જળમાં તરંગ-આદિ જોવામાં આવે છે,
તેમ એ નિર્મળ તત્વમાં સંસાર-રૂપી ભ્રમ જોવામાં આવે છે.

જેમ જાળની અંદર પક્ષીઓ સ્ફુરે છે-તેમ, એ તત્વમાં દેખાતા સંસાર-રૂપી જળની અંદર ચૌદ પ્રકારની પ્રાણીઓની જાતિઓ સ્ફુરે છે.તે જાતિઓમાં આ યમ,ચંદ્ર.સૂર્ય,ઇન્દ્ર આદિ પ્રાણીઓ કે જેમનાં ચરિત્રો વેદો-આદિમાં કહેલાં છે,તેઓ આ પંચભૂતાત્મક સંસારમાં લોકપાલ થયા છે.
અ લોક્પાલોએપોતપોતાના અધિકારને અનુસરતા-સંકલ્પોથી, ગોઠવેલી સમજણથી,
"આ શ્રુતિ-સ્મૃતિમાં કહેલું પુણ્ય લેવા યોગ્ય છે અને તેઓએ નિષેધ કરેલાં પાપો ત્યજવા યોગ્ય છે"
એવી રીતની "મર્યાદા" સ્થાપી છે.

હે રામચંદ્રજી,પોતાના અધિકારને અનુસરીને જે કાર્ય કરવું જોઈએ તે કરવા,
એ લોક્પાલોમાંના એક લોકપાલ "યમ-રાજા" નું ચિત્ત આજ સુધી પહાડની જેમ સ્થિર થયેલું છે.
એ મહાત્મા,યુગોની એકએક ચોકડી પસાર થતાં,દ્વાપર-યુગના અંતમાં "પોતે પ્રાણીઓનો નાશ કર્યો છે"
તે પાપ લાગવાની શંકાથી,કાંઇક (જાણે) અમુક સમય માટે તપ કરે છે.
આ પ્રમાણે જયારે યમ-રાજા તપ કરે છે-ત્યારે તે પોતે કંઈ કરતા નથી,એટલે કે મૃત્યુ કોઈ પ્રાણીઓને મારતું નથી,
કે જેથી,પૃથ્વી અનેક પ્રાણીઓના સમુહથી ઘેરાઈ જાય છે,અને હરવા-ફરવાની પણ જગ્યા રહેતી નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE