Jan 1, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1028

વસિષ્ઠ કહે છે કે-આ જગત તે વિરાટ-પુરુષના એક મોટા હૃદય-રૂપ છે.અને જે પ્રત્યેક જીવની વાસનાથી
કલ્પાયેલાં છે,જે કલ્પ-પર્યંત વ્યવહાર કરનારાં છે,તથા જે જગતની અંદર રહેલાં છે,તે વ્યષ્ટિ-શરીરના પ્રથમ બીજ-રૂપ
પણ એ (વિરાટ-પુરુષ) જ છે.પ્રત્યેક જીવમાં રહેલી વાસનાથી,બીજ-રૂપ રહેલા વિરાટ-પુરુષમાંથી
જેમ,બહાર બધા દેહો જગતના આકારે ઉત્પન્ન થયેલા દેખાય છે,
તેમ પ્રત્યેક પુરુષના દેહની અંદર પણ વાસનામય એવાં અનેક બ્રહ્માંડો પણ રહેલાં છે.

જેમ,સર્વના આદિ-બીજરૂપ-હિરણ્યગર્ભની અંદર અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કરનારી ચિત્ત-સત્તા પ્રથમથી જ રહેલ છે,
તેમ,આ જીવની અંદર પણ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરી અનેક મનોમય બ્રહ્માંડોને ઉત્પન્ન કરનારી ચિત્ત-સત્તા
રહેલી જ છે.ચંદ્ર,સૂર્ય અને પવન એ વિરાટ-પુરુષ (હિરણ્યગર્ભ)ના વાત-પિત્ત-કફ-રૂપ છે.
ગ્રહ અને નક્ષત્ર-ગણ એ હિરણ્યગર્ભના પ્રાણ દ્વારા બહાર આવનારાં થૂંકનાં ટીંપા છે.
પર્વતોના સમૂહો,તે વિરાટ-પુરુષના અસ્થિ-રૂપ છે અને મેઘો તેના મેદ-રૂપ છે.

પરંતુ,એ વિરાટ-પુરુષનાં એ મસ્તક-ત્વચા વગેરે અને બ્રહ્માંડના આવરણને આપને દેખી શકતા નથી,
હે રામચંદ્રજી,વિરાટ પોતે જ સંકલ્પ-રૂપ છે અને આ જગત તેનું એક અંગ-રૂપ છે એમ તમે સમજો.
વસ્તુતઃ તો સર્વ કલ્પનામાત્ર જ છે,આથી પૃથ્વી-આકાશ-આદિ સર્વ શાંત ચિદાકાશ-રૂપ જ છે.

(૭૪) વિરાટ-પુરુષનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ શિલામાં જોવામાં આવેલા વિરાટના સંકલ્પમાં તેનું બ્રહ્માંડ-રૂપી શરીર રહ્યું છે.
હવે વિચિત્ર વ્યવહારોની ચિત્તહારી એવી તેની આ વ્યવસ્થા તમે સાંભળો.
તે વિરાટનું વાસ્તવ સ્વરૂપ તો ચિદાકાશ-રૂપ જ છે.અને આદિ,મધ્ય,અંતથી રહિત છે.
પણ તેનું જગત-રૂપી-શરીર (રૂપ) તો કાલ્પનિક કે અને તેથી અતિતુચ્છ છે.

બ્રહ્મા,પોતાના સંકલ્પ વડે ખડા થઇ ગયેલા બ્રહ્માંડના બહારના પ્રદેશમાં નિઃસંકલ્પ સાક્ષી-ચૈતન્ય-રૂપે જ રહેલ છે.
અને તે સંકલ્પ વડે જ બ્રહ્માંડને પોતાના શરીર રૂપ દેખે છે.

જેમ,પક્ષી પોતાના ઈંડાના વિભાગ કરે છે,તેમ,બ્રહ્મા-રૂપી-વિરાટ-પુરુષે (હિરણ્યગર્ભે) પોતાના સંકલ્પથી પુષ્ટ થયેલા
હિરણ્યમય બ્રહ્માંડના (કલ્પનાથી) બે પ્રકારે વિભાગ કર્યા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE