Jan 10, 2012

ઈચ્છાઓ અને મન




ઈચ્છા ઓ સામાન્ય રીતે બે જગ્યાએ દેખાય છે.

શરીરની ઇચ્છાઓ અને બુદ્ધિની ઈચ્છાઓ.

શરીરની ઇચ્છાઓ -

જીવન ની જરૂરિયાતો -જેવીકે ભુખ,તરસ,નિંદ્રા વગેરે ને કારણે
શરીર ઇચ્છા પેદા કરે છે ...
જેમકે ભુખ લાગે ત્યારે જમવાની ઈચ્છા ---

આ વખતે બુદ્ધિ કંઇ વિચાર આપતી નથી કે ભુખ લગાડ ...

આને ઊર્મિ પણ કહી શકાય કે જે સ્વાભાવિક છે.
આ કોઈ ભાવનાત્મક ઈચ્છા નથી અને
જે સહેલાઇ થી સમજી શકાય તેમ છે.
આ ઈચ્છા ઓ પ્રમાણ માં સંતોષવી સહેલી છે.
કારણકે તે કાયમી નથી -અને
તેની અસર પણ કાયમી નથી .

બુદ્ધિની ઈચ્છાઓ.

આ ભાવનાત્મક ઈચ્છાઓ છે.જે બુદ્ધિ ની પેદાશ છે .

આ જાતની ઈચ્છાઓ નાના બાળક માં જોવા મળતી નથી ...

એટલે એવું  જરૂર નક્કી થાય છે કે-

આ જાતની ઈચ્છાઓ કુદરતી નથી પણ -
મન,બુદ્ધિ,અહંકાર ના વિકાસ પછી નું પરિણામ છે.

જેમ જેમ બાળક વિકસતું જાય છે તેમ તેમ
એક સિસ્ટમ ઘડાતી જાય છે.

આ સિસ્ટમ ઘડાય છે
બાળક ની આજુબાજુ ની કુટુંબ ની ચીલાચાલુ ઘરેડો થી,
કે જે
ધર્મો,સંપ્રદાયો,સિદ્ધાંતો ,રૂઢિઓ,આદર્શો પર રચાયેલી છે.

આ ઘરેડો સાથે એટલી બધી આત્મીયતા થઇ જાય છે કે
પછી
આ આત્મીયતા ને -ટકાવી- રાખવાનો પ્રયત્નો ચાલુ થઇ જાય છે.

આ ચીલાચાલુ ઘરેડો ને કે બનાવેલી સિસ્ટમ ને ટકાવી રાખવા
ધનની,સત્તાની ,મોભાની,સંરક્ષણ ની કે નેતૃત્વની અને
અહંકાર ને સંતોષવાની જરૂર પડી જાય છે.

જુદા જુદા સંજોગો પ્રમાણે અને જુદી જુદી જાતની પ્રકૃતિ ના માણસો
જુદી જુદી સિસ્ટમો બનાવે છે.
ઘણી વખત ઘણી મહાન વ્યક્તિ ઓ ની પણ સિસ્ટમો જોવા મળે છે.

આપણે સામાન્ય માનવો જીદગીભર આવી  કોઈ એક સીસ્ટમ ને
અનુસરણ કરવામાં -અને સીસ્ટમ ને ચોટી રહેવાના સંઘર્ષ માં
જ રહીએ છીએ.
અને સુખ શાંતિ દુરની વાત રહી જાય છે.

ઉપરની કોઈ પણ સીસ્ટમ આપણા પર લદાઈ જાય છે -
અને એ સીસ્ટમ ને અનુસરવા મન ને ગુલામ બનાવવું પડે છે.

આદર્શો આગળ અને આગળ સરકતા જાય,મહત્વકાંક્ષા ઓ વધતી જાય અને
છેવટે સંતોષી શકાય તેવી કોઈ હદ સાંપડતી નથી.

બને છે એવું કે --
આપણી બુદ્ધિ કોઈ માની લીધેલા આદર્શ કે ધ્યેય ની દિશા નક્કી કરે છે.
અને તે માટે નક્કી કરેલા વર્તુળ માં આપણો અહંકાર ઘૂમ્યા કરે છે,

આમ બુદ્ધિ અને અહંકારે નક્કી કરેલી રીતે
મન ને વર્તવું પડે છે.
અને
મન બંધન  માં પડે છે.

જેથી દુઃખ-અશાંતિ નું આગમન થાય છે.

પણ જો
-------આ "મન" તદ્દન મુક્ત હોય
------જો ભૂતકાળ અને ભવિષ્યકાળ થી અલિપ્ત હોય
-----જો કોઈ પણ પૂર્વગ્રહ વિનાનું હોય
------જો કોઈ પણ "વસ્તુ" સાથે કોઈ પણ રીતે "એક" થયેલું ના હોય

તો
આવું "મુક્ત મન"
કે જે "મુક્ત વિચાર"  કે "પ્રમાણિક વિચાર"
કરી શકે
અને તે જ
અંતરનું કે પછી બહારનું
બારીકાઈ થી નિરિક્ષણ કરવા સમર્થ થાય છે.