Dec 16, 2011

માન્યતાઓ ..


.

બચપણ થી લઈને અત્યારની ઉંમર સુધી આપણે આજુબાજુના
જે જે વાતાવરણ માંથી પસાર થઇ ગયા તે આપણી બુદ્ધિ
પર એક યા બીજી રીતે કોઈ ને કોઈ અસર છોડી જાય છે.

આ બુદ્ધિ પર ની અસર માન્યતા માં પરિવર્તિત થાય છે.

અને આપણ ને ખબર પણ નથી પડતી અને આપણે
કોઈ વિશિષ્ઠ પ્રકારની પોતાની પર્સનાલીટી ઉભી
કરી દઈએ છીએ.

સહુથી વિચિત્ર બાબત તો ત્યારે થાય છે કે -
જયારે આપણે એ પર્સનાલીટીને જડ ની જેમ ચોંટી રહીએ છીએ.

ઉદાહરણ તરીકે -
આપણ ને કોઈએ થપ્પડ મારી -એટલે આપણે ગુસ્સે થયા.
અને સામી થપ્પડ મારી દીધી.સામે વાળો ભોંઠો પડી ગયો
અને ભાગી ગયો.
આમ આપણ ને સફળતા મળી.

અહીં આપણી કેટલીક માન્યતા ઓ બની ગઈ.

માનો કે આવું બે ત્રણ વખત બને તો --
ધીરે ધીરે આપણી પર્સનાલીટી કૈક આવી બને.

"હું બહુ ગુસ્સા વાળો છું.
મારામાં ખૂબ તાકાત છે .
લોકો ને આ વાતની ખબર છે કે હું આવો છું .
એટલે લોકો મારાથી ગભરાય છે."

આમ મારો એક અહમ પણ પેદા થાય છે.

અને સમય બદલાય પણ આપણે આ પર્સનાલીટીને ચોંટી રહેવામાં
એક વધારાની મહેનત પણ કરવી પડે છે.

આવી તો જુદી જુદી કેટલીએ જાતની પર્સનાલીટી ઓ ને આપણે આસપાસ
જોતા હોઈએ છીએ.

--ગરીબ ગાય જેવો છે
--બધું યાદ રહે પણ આંકડા યાદ ના રહે
--ખાધા પછી ગળ્યું ખાવું જ પડે
--ફલાણી વસ્તુ નો બહુ શોખ
--ફલાણી વસ્તુ નો બહુ ડર લાગે

આવી જુદી જુદી વ્યક્તિઓને મળીએ તો તેના પરથી જુદીજુદી
માન્યતા ઓ તૈયાર થાય.

ભગવાન વિષે પણ કૈક આવું જ બને છે.
લોકો પોતાના જુદા જુદા અનુભવ પછી ભગવાન વિષે પણ
જુદું જુદું બોલતા હોય છે.

બહુ વખત પહેલાં સાંભરેલુ એક ઉદાહરણ યાદ આવે છે.

એક ભાઈ નું ઘર ગામ ના છેડે સ્મશાન ની બીજી બાજુ હતું.
ગામ માં જવા આવવા તેમણે ત્યાંથી પસાર થવા સિવાય કોઈ રસ્તો નહોતો.
ભાઈ ને ભૂત નો બહુ ડર લાગે એટલે રાત થતા પહેલાં તે ઘરમાં આવી જાય.

એક વખત કોઈ ફકીરે તેને એક માદળિયું આપ્યું.
અને તે ગળામાં લટકાવી હવે અડધી રાતે સ્મશાન માંથી પસાર થઇ જતા.

ભૂત તો ત્યાં હતું જ નહી -ભૂત ની માન્યતા હતી.

હવે માન્યતા બદલાઈ ગઈ.

તે ભાઈ હવે ચોવીસે કલાક હર ક્ષણે તે માદળિયા ને ચેક્ કરી લેતા.
નહાતી વખતે પણ કાઢે નહી.
હવે ડર અને માન્યતા બીજી થઇ કે --
જો આ માદળિયું ખોવાઈ જશે તો શું?

કદાચ કોઈ આવી હવે માદળિયું ના ખોવાઈ જાય તે માટે માદળિયું આપે !!!!