Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૮

પ્રકરણ-૩


॥ अष्टावक्र उवाच ॥

अविनाशिनमात्मानमेकं विज्ञाय तत्त्वतः । तवात्मज्ञानस्य धीरस्य कथमर्थार्जने रतिः ॥ १॥

અષ્ટાવક્ર બોલ્યા-આત્માને વાસ્તવિક રીતે એક (અદ્વૈત) અને અવિનાશી જાણ્યા પછી,

--આત્મજ્ઞ (આત્માને જાણનાર)અને ધીર એવા તને,ધનની પ્રાપ્તિ કરવા પ્રત્યે પ્રીતિ કેમ થાય છે? (૧)

 

आत्माज्ञानादहो प्रीतिर्विषयभ्रमगोचरे । शुक्तेरज्ञानतो लोभो यथा रजतविभ्रमे ॥ २॥

અહો,જેમ છીપના અજ્ઞાનથી-ભ્રમથી (ભ્રમથી છીપલા પર ચાંદી દેખાય છે-પણ તે ચાંદી નથી)

--તેના પર દેખાતી ચાંદી કાઢી લેવાનો લોભ (પ્રીતિ) ઉપજે છે, તેમ

--“આત્મા”ના અજ્ઞાનથી વિષયો-રૂપ ભ્રમાત્મક (ભ્રમવાળી) વસ્તુમાં (ધન-વગેરેમાં) પ્રીતિ થાય છે (૨)

 

विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे । सोऽहमस्मीति विज्ञाय किं दीन इव धावसि ॥ ३॥

જે આત્મામાં,જગત,એ સમુદ્રના તરંગની જેમ સ્ફૂરે છે,ને સમુદ્રના તરંગો અનિત્ય-અસ્થાયી જ છે,તેમ,

--તે આત્મા,જો “હું” જ છું,ને આ જગત એ તરંગો છે-અનિત્ય છે-એમ જાણ્યા પછી પણ,

--તું પામર (દીન-મૂર્ખ) મનુષ્યની જેમ શા માટે દોડાદોડ કરે છે ?(૩)

 

श्रुत्वापि शुद्धचैतन्य आत्मानमतिसुन्दरम् । उपस्थेऽत्यन्तसंसक्तो मालिन्यमधिगच्छति ॥ ४॥

આત્માને શુદ્ધ “ચૈતન્ય-રૂપ” અને “અત્યંત સુંદર” જાણવા છતાં,

--જે મનુષ્ય વિષયોમાં (સ્વાદ-વગેરેમાં) આસકત બને છે,તે મલિનતાને જ પામે છે.(૪)

 

सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि । मुनेर्जानत आश्चर्यं ममत्वमनुवर्तते ॥ ५॥

પોતાના આત્માને સર્વ ભૂતોમાં (જીવોમાં) અને --સર્વ જીવોને પોતાના આત્મામાં જાણનાર,

મુનિઓમાં પણ --જો,મમત્વ (હું-મારું) ચાલુ રહે –તો તે આશ્ચર્ય છે.(૫)

 

आस्थितः परमाद्वैतं मोक्षार्थेऽपि व्यवस्थितः । आश्चर्यं कामवशगो विकलः केलिशिक्षया ॥ ६॥

પરમ અદ્વૈતમાં સ્થિર થયેલો અને મોક્ષને માટે પ્રયાસ કરતો મનુષ્ય પણ,જો,મનમાં રહેલી,

સૂક્ષ્મ વાસનાઓને આધીન થઇ,વ્યાકુળ બની,--જો, કામને વશ થાય તો,તે આશ્ચર્ય છે.(૬)

 

उद्भूतं ज्ञानदुर्मित्रमवधार्यातिदुर्बलः । आश्चर्यं काममाकाङ्क्षेत् कालमन्तमनुश्रितः ॥ ७॥

યોગથી ઉત્પન્ન થયેલા “જ્ઞાન” ના શત્રુને (વાસનાઓ-વિષયભોગને) જાણતો હોવા છતાં,

--અંતકાળને પ્રાપ્ત થયેલો મનુષ્ય અતિ દુર્બળ બની,જો,વિષયભોગની ઈચ્છા કરે,તો તે આશ્ચર્ય છે.(૭)      PREVIOUS PAGE
     NEXT PAGE