Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૯

इहामुत्र विरक्तस्य नित्यानित्यविवेकिनः । आश्चर्यं मोक्षकामस्य मोक्षाद् एव विभीषिका ॥ ८॥

આ લોક અને પરલોક પ્રત્યે વિરક્ત,--નિત્ય અને અનિત્ય વસ્તુના ભેદને સમજનાર,અને 

મોક્ષની ઈચ્છા રાખનાર,-- મનુષ્યને જો,મોક્ષથી જ ભય લાગે,તો,તે આશ્ચર્ય છે.(૮)

 

धीरस्तु भोज्यमानोऽपि पीड्यमानोऽपि सर्वदा । आत्मानं केवलं पश्यन् न तुष्यति न कुप्यति ॥ ९॥

ધીર મનુષ્ય,ભોગો ભોગવવા છતાં અને ભોગો ભોગવવાથી પીડાયુક્ત બનતો હોવા છતાં,પણ

--તે હંમેશના માટે  કેવળ “આત્મા” ને જોતો હોય છે,એટલે,તે,

--નથી “પ્રસન્ન”(હર્ષમય) થતો કે નથી “કોપિત” (ક્રોધી કે ગુસ્સે) થતો.(૯)

 

चेष्टमानं शरीरं स्वं पश्यत्यन्यशरीरवत् । संस्तवे चापि निन्दायां कथं क्षुभ्येत् महाशयः ॥ १०॥

જે મનુષ્ય,પોતાના પ્રવૃત્તિ યુક્ત (પ્રવૃત્તિ કરતા)  શરીરને,

--કોઈ બીજાના જ શરીરની જેમ જુએ છે,(પોતાનું શરીર પ્રવૃત્તિ કરતુ નથી તેમ જુએ છે)

--એવો મહાત્મા પુરુષ “સ્તુતિ” થી (વખાણથી) કે નિંદાથી કેવી રીતે ક્ષોભ પામે? (૧૦)

 

मायामात्रमिदं विश्वं पश्यन् विगतकौतुकः । अपि सन्निहिते मृत्यौ कथं त्रस्यति धीरधीः ॥ ११॥

આ સમસ્ત જગત,એ ’માયા માત્ર” છે (સર્વ,માત્ર માયા જ છે) એમ સમજીને જગતને જોનારને,

--જગતની કોઈ કુતુહુલતા રહેતી નથી,તેથી તેની બુદ્ધિ શાંત થઇ છે,અને તેવા મનુષ્યને,

--જો મૃત્યુ પાસે આવે,તો પણ તે મૃત્યુ,તેને કેવી રીતે ત્રાસ આપે ?(૧૧)

 

निःस्पृहं मानसं यस्य नैराश्येऽपि महात्मनः । तस्यात्मज्ञानतृप्तस्य तुलना केन जायते ॥ १२॥

જે મહાત્માનું મન નિરાશાના પ્રસંગે પણ,--તદ્દન નિસ્પૃહ (અનાસક્ત) રહે છે,તેવા,

--આત્મજ્ઞાનથી સંતુષ્ટ મહાપુરુષની તુલના કોની સાથે થઇ શકે ?(૧૨)

 

स्वभावाद् एव जानानो दृश्यमेतन्न किञ्चन । इदं ग्राह्यमिदं त्याज्यं स किं पश्यति धीरधीः ॥ १३॥

આ દૃશ્ય-જગત,સ્વ-ભાવથી કંઈ જ નથી,(જગત મિથ્યા છે) –એમ જાણનાર,

--એ શાંત બુદ્ધિવાળો મનુષ્ય શું એમ જુએ છે કે –

--આ ગ્રહણ (લેવા) કરવા યોગ્ય છે કે આ ત્યાગવા યોગ્ય છે? (૧૩)

 

अन्तस्त्यक्तकषायस्य निर्द्वन्द्वस्य निराशिषः । यदृच्छयागतो भोगो न दुःखाय न तुष्टये ॥ १४॥

વિષય-વાસના-રૂપ-મળનો (ગંદકીનો) જેણે અંતઃકરણથી ત્યાગ કરેલો છે,

--જે દ્વંદ (સુખ-દુઃખ વગેરે) અને આશા વગરનો થયો છે,તેના જીવનમાં સહજ-પણે આવતા ભોગોથી,

--તે નથી હર્ષ પામતો કે નથી દુઃખી થતો (૧૪)


પ્રકરણ -૩-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE