Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૦

પ્રકરણ-૪


 ॥ जनक उवाच ॥ 

हन्तात्मज्ञानस्य धीरस्य खेलतो भोगलीलया । न हि संसारवाहीकैर्मूढैः सह समानता ॥ १॥

જનક કહે છે-અહો, ભોગ-રૂપ “લીલા” કરતા,(ભોગ પ્રત્યે અનાસકત રહી ભોગ ભોગવતા)

એવા--ધીર,આત્મજ્ઞાની પુરુષની સાથે

--સંસારી (સંસારમાં ઓતપ્રોત-આસક્ત થયેલા) મૂઢ મનુષ્યની કોઈ સમાનતા છે જ નહિ.(૧)

 

यत् पदं प्रेप्सवो दीनाः शक्राद्याः सर्वदेवताः । अहो तत्र स्थितो योगी न हर्षमुपगच्छति ॥ २॥

જે પદ (આત્મ-પદ)ની ઈચ્છા કરતા ઇન્દ્ર વગેરે દેવો,તે પદની પ્રાપ્તિ ના થતાં,

--દીનતાને પ્રાપ્ત કરે છે,શોકાતુર બને છે,ત્યારે

--તે આત્મ-પદમાં સ્થિર થયેલો યોગી હર્ષ પણ પામતો નથી,તે આશ્ચર્ય છે.(૨)

 

तज्ज्ञस्य पुण्यपापाभ्यां स्पर्शो ह्यन्तर्न जायते । न ह्याकाशस्य धूमेन दृश्यमानापि सङ्गतिः ॥ ३॥

એ આત્મ-પદને જાણનારને તેના અંતઃકરણમાં પુણ્ય કે પાપનો સ્પર્શ થતો નથી,

--જેમ આકાશમાં ધુમાડો દેખાય પણ આકાશને વાસ્તવિક રીતે ધુમાડાનો સ્પર્શ થતો નથી તેમ (૩)

 

आत्मैवेदं जगत्सर्वं ज्ञातं येन महात्मना । यदृच्छया वर्तमानं तं निषेद्धुं क्षमेत कः ॥ ४॥

આ સમસ્ત જગત “આત્મ-રૂપ” છે,એમ જેણે જાણ્યું છે,તેવા મહાત્માની સહજ-ક્રિયાઓમાં (સહજ કર્મોમાં)

--વિધિ-નિષેધ રૂપ બંધનો (આ કર્મ થાય કે આ કર્મ ના થાય તેવો) અમલ કોણ કરાવી શકે ? (૪)

 

आब्रह्मस्तम्बपर्यन्ते भूतग्रामे चतुर्विधे । विज्ञस्यैव हि सामर्थ्यमिच्छानिच्छाविवर्जने ॥ ५॥

બ્રહ્માથી માંડી તૃણ (તરણા) સુધીની  અને ચારે પ્રકારની જીવજાતિઓમાં (અંડજ,સ્વેદજ-વગેરેમાં)

--માત્ર જ્ઞાની જ ઈચ્છા અને અનિચ્છાને દૂર હટાવવામાં સમર્થ છે.(૫)

 

आत्मानमद्वयं कश्चिज्जानाति जगदीश्वरम् । यद् वेत्ति तत्स कुरुते न भयं तस्य कुत्रचित् ॥ ६॥

આ જગતમાં કોઈક જ પોતાના “આત્મા” ને અને “પરમાત્મા” ને એકરૂપ (અદ્વૈત) જાણે છે,(અનુભવે છે),

--અને એ જે જાણે છે,તેને જ જે આચરણમાં મૂકે છે તેને કશેથી પણ ભય આવતો નથી.(૬)

 

પ્રકરણ-૪-સમાપ્ત       PREVIOUS PAGE
     NEXT PAGE