પ્રકરણ-૫
અષ્ટાવક્ર
કહે છે-કે-તારો કશાની ય સાથે “સંગ” નથી,
--તું
શુદ્ધ (આત્મા) છે,તો પછી તું શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે ?
--આ
પ્રમાણે “દેહાભિમાન” નો નાશ કરી “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૧)
સમુદ્ર
માં જેમ (ફેણ થી) પાણી નો પરપોટો ઉદય પામે છે (પેદા થાય છે) તેમ,
--તારામાંથી
(તારા આત્મામાંથી) વિશ્વ (જગત) ઉદય પામે છે (પેદા થાય છે) –એ પ્રમાણે,
--આત્મા
ને “એકમાત્ર” જાણી “સ્વ-રૂપ” માં લીન થઇ જા.
(૨)
અવ્યક્ત
માંથી વ્યક્ત બનેલું જગત, પ્રત્યક્ષ હોવા છતાં,અવાસ્તવિક (મિથ્યા) હોઈ,
--તે
જગત દોરડામાં દેખાતા સર્પ ની જેમ તારા નિર્મલ આત્મા માં છે જ નહિ,
--આથી
તું (જગત ના વિચારો છોડી ને) “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૩)
સુખ-દુઃખ
ને સરખાં ગણી,આશા-નિરાશા ને સમાન ગણી,તેમજ
--જીવન
અને મરણ ને પણ સરખાં ગણી ને,
--પૂર્ણતા
ને પ્રાપ્ત કરી ને, તું “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૪)
પ્રકરણ-૫-સમાપ્ત-અનુસંધાન-પ્રકરણ-૬