More Labels

Nov 1, 2011

અષ્ટાવક્ર ગીતા-૨૫


      PREVIOUS PAGE
     NEXT PAGE
પ્રકરણ-૧૮-૨

વાસનારહિત,કોઈના પર આધાર નહિ રાખનારો,સ્વચ્છંદ અને બંધન માંથી મુક્ત થયેલો મનુષ્ય,
--“સંસાર-રૂપી” પવન થી પ્રેરિત બની, (પવનથી સૂકાં પાંદડાં જેમ અહીં તહીં જાય છે,તેવી)
--સૂકાં પાંદડાં ની જેવી ચેષ્ટા (વર્તન) કરે છે.    (૨૧)

અસંસારી (જ્ઞાની) ને કશે પણ નથી હર્ષ કે નથી શોક,
--શીતળ (શાંત) મનવાળો તે હંમેશ દેહ રહિત (દેહ ના હોય તેવા) ની જેમ શોભે છે,  (૨૨)

શાંત અને શુદ્ધ આત્મા વાળા અને આત્મા માં જ સ્થિર બનેલા ધીર(જ્ઞાની) પુરુષ ને,
--નથી કશું ત્યજવાની ઈચ્છા કે નથી કશું મેળવવાની ઈચ્છા (આશા)       (૨૩)

“સ્વ-ભાવ” થી જ “શૂન્ય ચિત્તવાળા” અને સહજ કર્મ કરતા ધીર (જ્ઞાની) પુરુષ ને,
--સામાન્ય મનુષ્ય ની જેમ માન કે અપમાન લાગતાં નથી.       (૨૪)

“આ કર્મ મારા દેહ વડે થયું છે,નહિ કે મારા આત્મા વડે” એમ જે સતત ચિંતન કરે છે,
--તેવો પુરુષ કર્મ કરતો હોવા છતાં કાંઈજ (કર્મ) કરતો નથી.    (૨૫)

સામાન્ય મનુષ્ય ની જેમ તે (જ્ઞાની) કર્મો કરે છે,પણ તેમ છતાં, તે નાદાન (મૂર્ખ) હોતો નથી,
--કર્મો માં આસક્તિ નહિ હોવાથી તે જીવન્મુક્ત પુરુષ સંસારમાં શોભે છે.   (૨૬)

અનેક પ્રકારના વિચારો કરીને અંતે થાકી ગયેલો,અને તેથી જ શાંત થયેલો,ધીર(જ્ઞાની) પુરુષ,
--નથી કલ્પનાઓ કરતો,નથી જાણતો,નથી સાંભળતો કે નથી જોતો.    (૨૭)

આવો જ્ઞાની પુરુષ સમાધિના પણ અભાવ ને લીધે મુમુક્ષુ (મોક્ષની ઈચ્છા રાખનાર) નથી,
--(તેનાથી વિરુદ્ધ) કોઈ પણ વિક્ષેપ ના અભાવ થી બદ્ધ (બંધન વાળો) પણ નથી,
--પરંતુ નિશ્ચય કરી ને આ બધાને કલ્પનામય જોતો,તે ”બ્રહ્મ”-રૂપે જ રહે છે.    (૨૮)

જેનામાં અહંકાર છે તે કાંઇ ના કરે તો પણ કર્મ કરે જ છે,
--જયારે અહંકાર વગરના ધીર પુરુષને માટે તો “કાંઇ ના કરેલું કે કરેલું “ (કર્મ) છે જ નહિ.  (૨૯)
એવા જીવન્મુક્ત નું ચિત્ત (પ્રભુમય-મન) કે જે પ્રકાશમય છે,તેમાં દ્વૈત નથી તેથી ઉદ્વેગ નથી,
--નથી કોઈ સંકલ્પ-વિકલ્પ તેથી દુનિયા તરફ નિરાશ દૃષ્ટિ છે.
--નથી કોઈ અજ્ઞાન કે જેથી નથી કોઈ સંદેહ.      (૩૦)

ધીર પુરુષનું ચિત્ત (ઈશ્વરમાં તન્મય-મન)  ધ્યાન કરવાને કે કોઈ ક્રિયા કરવા પ્રવૃત્ત થતું નથી,
--પરંતુ કાંઇ પણ નિમિત્ત ના હોવા છતાં યથાપ્રાપ્ત ધ્યાન અને ક્રિયા કરે પણ છે.    (૩૧)

“સત્ય-તત્વ” ને સાંભળીને જડ મનુષ્ય મૂઢ (અજ્ઞાની) બને છે અને સંકોચ (ગભરાટ) પ્રાપ્ત કરે છે,
--તેવી જ રીતે કોઈ જ્ઞાની ની દશા ,એ અજ્ઞાની ની જેમ જ
--બાહ્યદૃષ્ટિ  થી મૂઢતા જેવી જ દેખાય છે.(બાહ્યદૃષ્ટિ થી જ્ઞાની નું મૂઢના જેવું વર્તન લાગે છે.)  (૩૨)

મૂઢ (અજ્ઞાની) મનુષ્યો એકાગ્રતા અથવા ચિત્ત-નિરોધ નો વારંવાર અભ્યાસ કરે છે, પરંતુ,
--જ્ઞાનીઓ તો આત્મપદ માં “સૂતેલા ની જેમ” સ્થિર બનેલા હોઈ ને,
--કશું પણ (એકાગ્રતા-કે ચિત્તનિરોધ- વગેરે) કરવાપણું જોતા જ નથી.            (૩૩)

પ્રયત્ન ના કરવાથી અથવા પ્રયત્ન વડે,પણ મૂઢ (અજ્ઞાની) મનુષ્ય સુખ પામતો નથી,ત્યારે,
--માત્ર તત્વ નો નિશ્ચય થતાં જ ધીર (જ્ઞાની) મનુષ્ય સુખી બને છે.     (૩૪)

તે શુદ્ધ,પ્રિય,પૂર્ણ,પ્રપંચરહિત,દુઃખ રહિત, ચૈતન્ય આત્મા પુરુષ ને ,
--સંસાર માં રહેલા અભ્યાસી (મૂઢ-અજ્ઞાની) લોકો પણ જાણતા નથી (જાણી શકતા નથી)   (૩૫)

મૂઢ (અજ્ઞાની) પુરુષ અભ્યાસ-રૂપ કર્મ (યોગ-વગેરે) વડે મોક્ષ ને પ્રાપ્ત કરી શકતો નથી,જયારે,
--ધીર (જ્ઞાની) પુરુષ વિજ્ઞાન (જ્ઞાન) માત્ર થી જ મુક્ત અને નિર્વિકાર બને છે.  (૩૬)

મૂઢ (અજ્ઞાની) પુરુષ “બ્રહ્મ” ને મેળવવાની ને “બ્રહ્મ-રૂપ” થવાની ઈચ્છા રાખે છે,તેથી જ,
--તે તે “બ્રહ્મ” ને મેળવી શકતો નથી કે બ્રહ્મ-રૂપ થઇ શકતો નથી, જયારે
--ધીર (જ્ઞાની) ઇચ્છતો ના હોવા છતાં પણ “બ્રહ્મ-રૂપ” જ છે.     (૩૭)

કોઈ આધાર વગરના અને દુરાગ્રહી મૂઢો (અજ્ઞાનીઓ) જ સંસાર-રૂપી મૂળ નું પોષણ કરવાવાળા છે,
--જયારે તે અનર્થ ના મૂળ-રૂપ સંસાર ના મૂળ નો જ્ઞાનીઓએ ઉચ્છેદ (નાશ) કર્યો છે.   (૩૮)

મૂઢ (અજ્ઞાની) મનુષ્ય શાંત બનવા ઈચ્છે છે,તેથી જ તે શાંતિ પામતો નથી,
--ધીર (જ્ઞાની) પુરુષ “તત્વ” નો નિશ્ચય કરી,સર્વદા શાંત ચિત્તવાળો જ હોય છે.   (૩૯)

બાહ્ય-દૃશ્ય પદાર્થો (સંસાર) નું અવલંબન (આધાર) કરતો હોય તેવા,
--મૂઢ (અજ્ઞાની) ને “આત્મા” નું દર્શન ક્યાંથી થાય ?
--જ્ઞાની પુરુષ તે દૃશ્ય પદાર્થ (સંસાર) ને ના જોતાં,અવ્યય (અવિનાશી) આત્મા ને જુએ છે. (૪૦)      PREVIOUS PAGE
     NEXT PAGE