પ્રકરણ-૧૮-૩
જે
હઠથી પ્રયત્ન કરે છે,તે મૂઢ (અજ્ઞાની) પુરુષ ને ચિત્ત નો નિરોધ ક્યાંથી થાય ? પણ,
--આત્મામાં
જ રમણ કરનાર જ્ઞાની ને એ ચિત્ત નિરોધ સર્વદા અને સહજ હોય છે. (૪૧)
કોઈ
એક ભાવરૂપ (પ્રપંચ-માયા) ને “સત્ય” માનવાવાળો છે,
--તો
બીજો કોઈ અભાવરૂપ “કશુજ નથી (મિથ્યા)” માનનારો હોય છે,જયારે
--કોઈ
વિરલ એ બંને (ભાવ-અભાવ) ને નહિ માનવા વાળો “જે ને તે” સ્થિતિ માં શાંત રહે છે.
(૪૨)
દુર્બુદ્ધિ
પુરુષો શુદ્ધ અને અદ્વિતીય “આત્મા” ની “ભાવના” કરે છે, પણ,
--“મોહ”
ને લીધે તે આત્મા ને જાણતા નથી (કે જાણવાનો પ્રયત્ન કરતા નથી) અને એથી,
--સારા
યે (આખા) જીવન દરમિયાન તે “સુખ” વગરના રહે છે.
(૪૩)
મુમુક્ષુ
(મોક્ષ ને ઇચ્છનાર) ની બુદ્ધિ,સંસારિક વિષયોના આલંબન (આધાર) વગર રહી શકતી નથી,
--જયારે
મુક્ત ની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને વિષયોના આલંબન (આધાર) વગરની હોય છે. (૪૪)
“વિષયો-રૂપી
વાઘ” ને જોઈ ને,ગભરાયેલા અને પોતાના શરીરની ચિંતા થી પોતાનું રક્ષણ કરવા,
--શરણું
ઇચ્છતા તેવા મૂઢો (અજ્ઞાનીઓ) “ચિત્ત ના નિરોધ અને એકાગ્રતા” ની સિદ્ધિ માટે,
--જલ્દી
થી પર્વતની ગુફા માં પ્રવેશ કરે છે.
(૪૫)
જયારે
“વાસનારહિત (વાસના-વગરના) પુરુષ-રૂપ” સિંહ ને જોઈને “વિષયો-રૂપી વાઘ” નાસી જાય છે,
--અને
અસમર્થ અને ક્રિયામાં આસક્ત રહેનારા તે મૂઢો (અજ્ઞાનીઓ) ખુદ આવી ને,તે,
--વાસના
વગરના મુક્ત-જ્ઞાની પુરુષો નું સેવન
(સત્સંગ-વગેરે) કરે છે. (૪૬)
નિશંક
(શંકા-સંશય વગરનો) અને સ્થિર મનવાળો, જ્ઞાની-મુક્ત પુરુષ,
--મોક્ષ
ને માટે ક્રિયાઓ (સાધનાઓ-કર્મો) કરતો નથી (ક્રિયાઓનો આગ્રહ રાખતો નથી) પણ,
--જોતો,સાંભળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો
–(કશામાં આસક્ત થયા વિના) સુખ માં રહે છે.
(૪૭)
યથાર્થ
વસ્તુ (સત્ય) ના શ્રવણ માત્ર થી જ શુદ્ધ બનેલી બુદ્ધિવાળો, અને સ્વસ્થ
ચિત્તવાળો,મનુષ્ય,
--કર્મ
કે અકર્મ (વિકર્મ-ઉદાસીનતા) ને જોતો
નથી. (૪૮)
શુભ
કે અશુભ ,જયારે જે કંઈ પણ કરવાનું આવે, તે એ સરળ (મુક્ત-જ્ઞાની) મનુષ્ય કરે છે,
--અને તેનો વ્યવહાર અને ચેષ્ટા (વર્તન) બાળક ના જેવું
હોય છે.(બાળક જેવું દેખાય છે) (૪૯)
સ્વતંત્રતાથી
(જ્ઞાની) “સુખ” ને પામે છે, સ્વતંત્રતાથી “પર-બ્રહ્મ” ને મેળવે છે,
--
સ્વતંત્રતાથી પરમાનંદ ને પ્રાપ્ત કરે છે, સ્વતંત્રતાથી પરમ-પદ ની (સ્વ-રૂપની)
પ્રાપ્તિ થાય છે. (૫૦)
જયારે
મનુષ્ય,પોતાના આત્મા ને અકર્તા (કર્મ નહિ કરનાર) અને અભોક્તા (ફળ નહિ ભોગવનાર)
માને છે,
--ત્યારે
તેની બધી ચિત્ત વૃત્તિઓ નો નાશ થાય છે.
(૫૧)
ધીર
(જ્ઞાની) પુરુષ ની શાંતિ વગરની (ઉચ્છ્રુંખલ) સ્વાભાવિક સ્થિતિ શોભે છે,પણ,
--સ્પૃહા
(ઈચ્છા) યુક્ત ચિત્ત વાળા મૂઢ (અજ્ઞાની) ની શાંતિ કૃત્રિમ હોઈ શોભતી નથી. (૫૨)
જેઓએ
“કલ્પના” નો ત્યાગ કર્યો છે,જે બંધન વગરના છે અને જેમની બુદ્ધિ “મુક્ત” છે,
--એવા
ધીર (જ્ઞાની) પુરુષો પણ કદીક (પ્રારબ્ધ વશાત)
--મોટા
ભોગો ભોગવે છે અને પર્વત ની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. (૫૩)
પંડિત,દેવતા
કે તીર્થ નું પૂજન કરતાં, અને સ્ત્રી,રાજા કે પુત્રો વગેરે ને જોતાં,
--ધીર
(જ્ઞાની) પુરુષ ના મન માં કોઈ વાસના હોતી નથી.
(૫૪)
નોકરો,પુત્રો,પુત્રી,પત્ની,ભાઈ
કે સગાસંબંધી ઓ મશ્કરી કરે કે ધિક્કારે,તેમ છતાં,
--યોગી
(ધીર-જ્ઞાની) જરા પણ વિકાર (ક્રોધ-દુઃખ) પામતો નથી. (૫૫)
ધીર
(જ્ઞાની) પુરુષ સંતુષ્ટ (સંતોષી) છે, છતાં સંતુષ્ટ નથી, અને,
--ખિન્ન
(ક્રોધિત-દુઃખી) હોવા છતાં પણ ખેદ (દુઃખ) પામતો નથી,
--તેની
એવી આશ્ચર્ય-ભરી અવસ્થા તો એના જેવા જ જાણી શકે !! (૫૬)
કર્તવ્યતા
(મારું આ કર્તવ્ય છે એવું માનવું) એ જ સંસાર છે,પણ એ કર્તવ્યતા ને,
--શૂન્યાકાર,આકારરહિત,વિકારરહિત,અને
દુઃખ રહિત જ્ઞાનીઓ (તેમ) “જોતા” નથી. (૫૭)
મૂઢ
(અજ્ઞાની) કર્મો,ના,કરતો હોય,તેમ છતાં ક્ષોભ (સંકલ્પ-વિકલ્પ) ને લીધે બધે વ્યાકુળ
બને છે,
--જયારે
કુશળ (જ્ઞાની) પુરુષ કર્મો કરતો હોવા છતાં વ્યાકુળ થતો નથી. (૫૮)
જ્ઞાની
(શાંત બુદ્ધિ વાળો) વ્યવહારમાં પણ સુખે બેસે છે,સુખે સુએ છે,સુખે આવે છે-જાય છે,
--સુખે
બોલે છે અને સુખે ખાય છે. (૫૯)
સામાન્ય
લોકો ની જેમ વ્યવહાર કરવા છતાં પણ જેને સ્વ-ભાવ થી જ દુઃખ થતું નથી,
--તે
મનુષ્ય મોટા સરોવરની જેમ ક્ષોભ-રહિત,કલેશ-રહિત (વગરનો) હોઈ શોભે છે. (૬૦)