More Labels

Apr 1, 2012

આધુનિક સંધ્યા


સંધ્યા કરવાનું કારણ શું ?

સવારના સમયે જયારે સમષ્ટિ (બ્રમાંડ) નો પ્રાણ(સુર્ય) પ્રબળ નથી હોતો તે વખતે વ્યક્તિના પ્રાણ ની પ્રબળતાને ઓળખી શકાય છે.
ઉદાહરણ તરીકે -દી વા નો પ્રકાશ ને અંધારામાં વધુ સારી રીતે જાણી શકાય-સુર્ય પ્રકાશ મા દિવા ના અજવાળાને કેવી રીતે જાણી શકાય ?


ઓરીજીનલ સંધ્યા મા એટલા મંત્રો છે કે -એ પ્રમાણે અત્યારે કોઈને સંધ્યા કરવાનું કહેવામાં આવે તો તે સંધ્યા કરે કે કેમ તે સવાલ છે. વળી એ પ્રમાણે અત્યારે હાલ મા કેટલા સંધ્યા કરે છે ? 
તે પણ મોટો સવાલ છે.

સંધ્યા વિષે સર્વ માહિતી એકત્રિત કરીને -એવા તારણ પર અવાય છે કે -
સંધ્યા મા ત્રણ આચમન-ઇન્દ્રિયો ની શુદ્ધિ-ત્રણ પ્રાણાયામ- સુર્યને ત્રણ અર્ગ્ય- અને ધ્યાન --આ મુખ્ય છે.

આધુનિક રીતે અત્યારના સમયે પાંચ મીનીટ મા જ નીચેની રીતે કરાય.-કે-કરી શકાય

૧..ડાબા હાથ ની હથેળીમાં -એક આચમની ભરી પાણી રાખી -ઉપર બીજો હાથ ઢાંકી દઈને-મહામૃત્યુંજયમંત્ર      અથવા ગાયત્રી મંત્ર એક વખત બોલીને -પછી-બંને હાથ સામસામાં ઘસી ને- હાથને -ઉંચા કરી,સુર્ય સામે      ધરી -એક ગાયત્રી મંત્ર બોલવો. -પછી-હાથને વારા ફરથી,કપાળ-આંખ-કાન-મો-માથે-હાથે-પગે-દુંટી           ગળ અડાડવા
(ભાવના કરવી કે સર્વ ઇન્દ્રિયોની શક્તિ જાગ્રત થાય છે.)
(બંને હાથ સામસામે ઘસવાથી ઈલેક્ટ્રીસીટી -ચાર્જ થાય-શક્તિ ચાર્જ થાય)

૨..પછી ત્રણ આચમન કરવા-દરેક આચમન વખતે એક ગાયત્રી મંત્ર બોલવો.
(ભાવના કરવી કે મન અને બુદ્ધિ શાંત થાય છે.-જે રીતે બહાર થી-ઘરમાં આવ્યા પછી-પાણી પીવા થી શરીર-મન-બુદ્ધિ શાંત પડે છે-તે-જ રીતે)

૩..પછી ડાબા હાથ ને હથેળીમાં  એક આચમની ભરી પાણી રાખી,જમણા  હાથની આંગળીઓથી શરીર પર થોડું થોડું છાંટવું અને છેલ્લે ચારે દિશામાં છાંટી દેવું. સાથે સાથે ગાયત્રી મંત્ર બોલવો
(ભાવના કરવી કે શરીર ની અંદરની -બહારની અને આજુબાજુના વાતાવરણ ની શુદ્ધિ થાય છે)


૪..પછી-ત્રણ પ્રાણાયામ કરવાના છે. દરેક વખતે એક ગાયત્રી મંત્ર બોલવો.

પહેલો પ્રાણાયામ
--ડાબું નસ્કોરું બંધ કરી-જમણા નસ્કોરા થી ધીરે ધીરે શ્વાસ અંદર લેવાનો-પછી-
--ડાબું અને જમણું નસ્કોરું પણ બંધ કરી ને શ્વાસ રોકી રાખવાનો(બંને નસ્કોરા બંધ રાખીને)-પછી
-- ડાબું નસ્કોરું ખોલી નાખી-શ્વાસ કાઢી નાખવાનો

ત્રણે વખતે-શ્વાસ નો -૧:૧:૧ નો રેસીઓ (પ્રમાણ) રાખવાનું છે.

બીજો પ્રાણાયામ
બીજા પ્રાણાયામ મા ઉપરથી ઉલટું-એટલેકે -
--જમણું નસ્કોરું બંધ કરી ડાબા નસકોરા થી શ્વાસ લેવો .પછી-
--ડાબું અને જમણું નસ્કોરું પણ બંધ કરી ને શ્વાસ રોકી રાખવાનો(બંને નસ્કોરા બંધ રાખીને)-પછી 
-- જમણું નસ્કોરું ખોલી નાખી-શ્વાસ કાઢી નાખવાનો

ત્રીજો પ્રાણાયામ 
ત્રીજા પ્રાણાયામ મા જે પહેલો કર્યો હતો તેવો જ રીપીટ (ફરી)કરવાનો છે.

૫..એક આચમનીમા પાણી ડાબા-નસકોરા આગળ રાખી-જમણું નસ્કોરું બંધ કરી -શરીર નો બધો શ્વાસ તે પાણી ઉપર કાઢી તે પાણી ફેકી દેવું.
(ભાવના કરવી કે શરીર ની સર્વ અશુધ્ધિઓ અને પાપ બહાર ફેકી દીધા છે-સાથે ગાયત્રી મંત્ર બોલી શકાય)

૬..પછી આચમની મા પાણી ભરી ને સુર્ય ને વારાફરતી -ગાયત્રી મંત્ર બોલીને -ત્રણ અર્ગ્ય આપવા 
     (પાણી આચમની થી  સૂર્ય તરફ રાખી અને ચડાવવું )

૭..પછી એક આચમની પાણી જમણી હથેળી મા લઇ પીવું અને હાથ ધોઈ નાખવા.

૮..પછી બંને હાથ ઉંચા કરી -સુર્ય સામે -આંખો બંધ કરી-એક-ત્રણ કે પાંચ ગાયત્રી મંત્ર બોલવા.(ધ્યાન)

૯ છેલ્લે એક આચમની પાણી મુકવું.
     ( ભાવના કરવી કે -જે આ સંધ્યા થી પુણ્ય મળ્યું છે તે હું પ્રભુને અર્પણ કરું છુ.)

.................................................................................................................................................

જો આટલી સંધ્યા પણ લાંબી લગતી હોય તો કમસે કમ -ત્રણ પ્રાણાયામ અને સુર્યને ત્રણ અર્ગ્ય અપાય તો પણ ઘણું.
..................................................................................................................................................

આ લખનાર છેલ્લા દશેક વર્ષ થી ઉપર મુજબ સંધ્યા કરે છે.ફાયદા ઘણા છે..અને કોઈ ગેરફાયદો થયો નથી.
વધુ માહિતી કે કોઈ પણ પ્રશ્ન હોય તો -અથવા આ લખવા વિષે કોઈ ફરિયાદ હોય તો નીચેના ઇમેલ પર સંપર્ક કરો.lalaji@sivohm.com
.................................................................................--વૈદિક -યજુર્વેદ -મુજબ -કેવી રીતે સંધ્યા કરવી -તે પણ મંત્ર સહિત -તે માટેની વધુ માહિતી માટે-

પી.ડી.એફ.બુક વાચવા કે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

---ભજનામૃતવાણી-પર જવા નીચેની લીંક પર ક્લિક કરો.
સંધ્યાનો વેદાંતાનુસાર વિચાર – શ્રીનથુરામ શર્મા
ઋણસ્વીકાર-ભજનામૃતવાણી-શ્રી અતુલભાઈ જાની

-------------------------------------------------------------------------------------

બીજી વધુ માહિતી માટે-
સંધ્યા માટે ની માહિતી-માટે "પંડ્યા-માસ્ટર બ્લોગ" પરથી લીધેલ માહિતી માટે અહી ક્લીક કરો
ઋણ સ્વીકાર-"પંડ્યા-માસ્ટર બ્લોગ"