More Labels

May 14, 2012

ભાગવત રહસ્ય-૨૧


   PREVIOUS PAGE            NEXT PAGE                   INDEX PAGE                 

ભાગવત માહાત્મ્ય (ચાલુ)

પિંડદાન નો અર્થ કોઈ સમજ્યા નથી.

આ શરીર ને પિંડ કહે છે,અને તે શરીરને પરમાત્માને અર્પણ કરવું તેણે પિંડદાન કહે છે.
શરીર-પિંડ નો ઉપયોગ જે સત્કર્મ માં કરે છે તેણે સદગતિ મળે છે. પણ શરીર-પિંડ નો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં
કરે તેની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે.
નિશ્ચય કરો કે-મારું જીવન મેં ઈશ્વર ને અર્પણ કર્યું છે.
આ પ્રમાણે જે પિંડદાન કરે તે સાચું. બાકી લોટના પિંડદાન થી મુક્તિ મળતી હોય તો –ઋષિ મુનિઓ ,ધ્યાન,તપ,જપ,યોગ
વગેરે સાધનો કરે જ શા માટે ?
જીવન મરણ નાં ત્રાસ માં થી છોડાવે છે-સત્કર્મ. બીજાનું સત્કર્મ નહિ-પણ પોતાનું સત્કર્મ.

પોતે જ પોતાના આત્મા નો ઉદ્ધાર કરવાનો છે.જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.
ગીતા માં સ્પષ્ટ લખ્યું છે-કે-
ઉધ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત.....ગીતા-૬-૫
(પોતાના દ્વારા,પોતે જ આત્માનો (સંસાર સમુદ્ર થી) ઉદ્ધાર કરે.અને પોતાના આત્માને અધોગતિ તરફ ના લઇ જાય)


મહાત્મા -આત્મદેવ ને કહે છે-
"જીવ નો ઉદ્ધાર જીવ પોતે ના કરે તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું ? ત્તારી લાગણી તને નહિ તો બીજા ને તારા માટે
શું લાગણી હોય ? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે ?
જો પોતાનું શ્રેય જાતે ના કરી લે તો –પુત્રો વગેરે શું કરવાના હતા ?
ઈશ્વરને માટે જે જીવે તેણે અવશ્ય મુક્તિ મળે છે.

શ્રુતિ તો કહે છે કે-ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ના થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.
મરતાં પહેલાં જ જે ભગવાન ને ઓળખે છે, તેણે મુક્તિ મળે છે.
ભગવાન ને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાધ્ધ કરવાથી કંઈ મુક્તિ મળતી નથી.

તમારા પિંડ નું દાન-શરીર નું દાન –તમારે હાથે જ કરો. એ જ ઉત્તમ છે.
પછી તો શ્રાધ્ધ થાય તો પણ ઠીક છે-અને ના થાય તો પણ ઠીક છે.

જે પિંડ માં છે તે  જ બ્રહ્માંડ માં છે.  માટે બધું છોડી પરમાત્મા નું ધ્યાન કર."

આત્મદેવને આ ઠીક લાગ્યું નહિ. આત્મદેવે કહ્યું-બાળકને રમાડવામાં કેવું સુખ મળે છે –તે તમે શું જાણો મહારાજ ?
પુત્ર હોવાના સુખની તમને સન્યાસીઓને શું ખબર પડે ? માટે તમે આમ કહો છો.

છોકરો ખોળામાં એકી-બેકી કરે તો પણ મા-બાપ રાજી થાય છે.તેમને ધૃણા પણ આવતી નથી.
એમાં રાજી થવા જેવું શું છે?
પરંતુ દુઃખ મા સુખ માનવું –એ સંસારી નો ધર્મ છે. અસુખ મા સુખ માનવું તે સંસારીઓનો નિયમ છે. 

જગત માં કોનો વંશ રહ્યો છે કે તારો રહેવાનો છે ? સૂર્યવંશ અને ચંદ્રવંશ નો પણ નાશ થયો છે.
વંશ વૃદ્ધિ માટે થોડો પ્રયત્ન કરો પણ તેના માટે પાગલ ના બનો.

"તારા ભાગ્ય માં પુત્ર નું સુખ લખ્યું જ નથી."

મહાત્મા એ સુંદર બોધ આપ્યોઃ.તેમ છતાં આત્મદેવે દુરાગ્રહ કર્યો.
"મારા ભાગ્ય માં ના હોય તો તમારા ભાગ્ય માં થી કાઢીને આપો. મને પુત્ર આપો,નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ."
મહાત્માને દયા આવી.એક ફળ આપ્યું અને કહ્યું-આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે. તારે ત્યાં લાયક પુત્ર થશે.

આત્મદેવ ફળ લઈને ઘેર આવ્યો. ફળ પોતે પોતાની પત્ની ને ખવડાવ્યું નહિ પણ તેના હાથ માં આપ્યું.
ધુન્ધુલી જાતે ફળ ખાતી નથી.તે અનેક પ્રકારના કુતર્કો કરે છે.તે વિચાર કરે છે કે-ફળ ખાઇશ તો સગર્ભા થઈશ,પરિણામે
દુઃખી થઈશ. બાળક ના લાલન પાલન માં પણ કેટલું દુઃખ છે ?
તેની નાની બહેન તેને મળવા આવી હતી,તેની આગળ આ વાત કરી. નાની બહેને સલાહ આપી-મને બાળક થવાનું છે તે
હું તને આપી જઈશ.તું સગર્ભા હોવાનું નાટક કર.

ધુન્ધુલીને ફળ તો જોઈએ છે પણ કંઈ દુઃખ જોઈતું નથી.
આ મનુષ્ય નો સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને, વિના દુખે.

મનુષ્ય ને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે.પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી.

નાની બહેન ના કહેવાથી તેણે તે ફળ ગાય ને ખવડાવ્યું.
ધુન્ધુલીએ નાટક કર્યું ,મને ગર્ભ રહ્યો છે. તે પછી બહેન નો છોકરો લઇ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે.
આત્મદેવે બાળક ને જોયો,તેણે શંકા ગઈ કે આ ગઈકાલનો જન્મેલો લાગતો નથી.
ધુન્ધુલીએ સમજાવ્યું,આતો સંત ની પ્રસાદી છે.એટલે તે જન્મથી જ તગડો છે. પુત્ર નું નામ ધુંધુકારી રાખ્યું.

આ બાજુ ગાય ને મનુષ્ય આકારનું ગાય જેવા કાન વાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું.

બાળકો મોટા થયાં.ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયાં છે, ધન્ધુકારી દુરાચારી થયો છે.


   PREVIOUS PAGE            NEXT PAGE                     INDEX PAGE