More Labels

Sep 16, 2012

ભાગવત રહસ્ય-૧૨૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૪(ચોથો)-૮

વીરભદ્ર દક્ષ ના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો સંહાર કર્યો છે. દક્ષ ને પકડી –દક્ષનું મસ્તક કાપી-તેનાથી યજ્ઞ ની પૂર્ણાહુતિ કરી છે.
દેવો ને સજા કરી છે. દેવો ગભરાયા-બ્રહ્માજી ને શરણે ગયા. બ્રહ્માજીએ ઠપકો આપ્યો-જે યજ્ઞ માં શિવજી ની પૂજા નહોતી 
ત્યાં તમે ગયા જ કેમ ? જાઓ શિવજી ની  ક્ષમા માગો. દેવો કહે છે-એકલા જવાની હિંમત થતી નથી-આપ અમારી સાથે ચાલો.
બધા સાથે કૈલાસ માં આવે છે. બ્રહ્માજી કહે છે- યજ્ઞ ને ઉત્પન્ન કરનાર આપ છો અને વિધ્વંશ કરનાર પણ આપ છો.કૃપા કરો.
દક્ષ નો યજ્ઞ પરિપૂર્ણ થાય તેવું કંઈક કરો.તમે પણ ત્યાં પધારો.

શિવજી ભોળા છે.શિવજી ને માન પણ નહિ અને અપમાન પણ નહિ. જવા ઉભા થયા છે.
યજ્ઞ મંડપ માં રુધિર ની નદીઓ જોઈ વીરભદ્ર ને ઠપકો આપે છે.”મેં તને શાંતિ થી કામ લેવાનું કહ્યું હતું”
વીરભદ્ર ક્ષમા માગે છે. દક્ષ ના ધડ પર બોક્ડા નું માથું બેસાડવામાં આવે છે.
બોકડાને -અજ-પણ કહે છે. અજ –નો બીજો અર્થ થાય છે-પરબ્રહ્મ.
દક્ષ ના ધડ પર -અજ- નું મુખ મુકવામાં આવ્યું. એટલે કે દક્ષ ને બ્રહ્મદૃષ્ટિ પ્રાપ્ત થઇ. અજમસ્તક એટલે બ્રહ્મદૃષ્ટિ.

દક્ષ પ્રજાપતિ જાગ્યો.શિવસ્તુતિ કરી ને શિવજી નું પૂજન કર્યું છે. (કનખલ તીર્થ માં દક્ષેશ્વર મહાદેવ નું મંદિર છે.)
દક્ષે કહ્યું- મારી પુત્રી ના દર્શન કરાવો. શિવજી એ માતાજી ને પૂછ્યું-બહાર આવવું છે ? જગદંબા માતાજી એ ના પાડી.
તેઓ હિમાલય માં –પાર્વતી-રૂપે પ્રગટ થયા છે.

શિવ પૂજન કર્યું એટલે શ્રીકૃષ્ણ ભગવાન પણ ત્યાં પ્રગટ થાય છે. હરિ-અને હર માં દક્ષે જે –ભેદ રાખેલો તે હવે દૂર થયો છે.

ભાગવત નો સિદ્ધાંત છે કે હરિ-હર માં ભેદ રાખનાર નું કલ્યાણ થતું નથી. હરિ(કૃષ્ણ) અને હર(શિવજી) –બંને એક જ છે.
કેટલાંક વૈષ્ણવો ને શિવજી ની પૂજા કરતા સંકોચ થાય છે. અરે...વૈષ્ણવો ના ગુરુ તો –શિવજી છે. ભાગવત માં એક ઠેકાણે નહિ-
અનેક ઠેકાણે વર્ણન આવે છે-કે-ભગવાન શંકર જગત-ગુરુ છે. જગત માં જેટલા ધર્મ-સંપ્રદાય છે,તેના આદિપ્રવર્તક તો શિવજી છે.
શિવજી ની પૂજા થી શું શ્રીકૃષ્ણ નારાજ થતાં હશે ? તેઓએ તો કહ્યું છે-શિવ અને મારામાં જે ભેદ રાખે છે-તે નરક્ગામી બને છે.

એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણ માં –હરિ હર નો અભેદ બતાવ્યો છે.
શિવજી અને વિષ્ણુ –પરસ્પર પ્રેમ રાખે છે-પણ તેમના ભક્તો પરસ્પર પ્રેમ રાખતા નથી. હરિ હર માં ભેદ રાખી ભક્તિ બગાડશો નહિ.
શિવ કૃપા વગર-સિદ્ધિ-બ્રહ્મવિદ્યા મળતી નથી. આ જીવ ને કામ બાંધી રાખે છે –તેથી જીવ ને પશુ કહે છે.
આ જીવના પતિ-પશુપતિનાથ છે. જીવ માત્ર ને શિવ ને મળવાની ઈચ્છા થાય છે. શિવ જે જીવ ને અપનાવે તે કૃતાર્થ થાય છે.

અનન્ય ભક્તિ નો અર્થ એવો નથી-કે-એક જ દેવ ને માનો અને બીજા દેવ ને ના માનો.
અનન્ય ભક્તિ નો અર્થ છે-કે-અનેક માં એક જ દેવ ને નિહાળો. પ્રભુ સર્વવ્યાપક છે. સર્વ માં એક ઈશ્વરનાં દર્શન કરો.
તમારા ઈષ્ટદેવની સેવા કરો અને બીજા દેવો ને વંદન કરો. પોતાના –એક-ઇષ્ટદેવ માં પરિપૂર્ણ ભાવ રાખવો
અને બીજા દેવોને –પોતાના ઇષ્ટદેવના અંશ માની વંદન કરવા.

કેટલાંક વૈષ્ણવ કહે છે-અમે શિવજી ની પૂજા કરીએ તો-અમને અન્યાશ્રય નો દોષ લાગે.
પણ આ ભૂલ છે.વૈષ્ણવ થઈને શિવજી માં કુભાવ રાખે તેનું કલ્યાણ થતું નથી.
અરે...કોઈ જીવમાં કુભાવ રાખવાથી કલ્યાણ થતું નથી તો પછી શિવજી માં કુભાવ રાખવાથી ક્યાંથી કલ્યાણ થાય ?

દક્ષ પ્રજાપતિ એ યજ્ઞ કર્યો પણ તેમાં ભેદ બુદ્ધિ રાખી,કુભાવ રાખ્યો,તેથી તેના યજ્ઞ માં વિઘ્ન આવ્યું.
દક્ષ ની કથા એટલા માટે આપવામાં આવી છે-કે-ભક્તિ શુદ્ધ રાખજો. ભક્તિ માં રાગ-દ્વેષ ના આવે તેની કાળજી રાખજો.
ભક્તિ મન ને બગાડવા માટે નથી, ભક્તિ મન ને પવિત્ર રાખવા માટે છે.

આ દક્ષ-ચરિત્ર નું તાત્પર્ય છે કે –સર્વ માં સમભાવ રાખો. હરિ-હર માં ભેદ નથી.
   
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE