More Labels

Dec 28, 2012

ભાગવત રહસ્ય-૨૦૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE      
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૮-(આઠમો)-૨૧
બલિરાજા ને ત્યાં જવા,લક્ષ્મીજી એ બ્રાહ્મણ પત્ની નો વેશ લીધો છે.ને પાતાળલોક માં આવ્યા છે.
કોઈ તેમને ઓળખી શક્યા નહિ. લક્ષ્મીજી એ બલિરાજા ને કહ્યું-કે –હું બ્રાહ્મણ કન્યા છું.આશાથી આવી છું.
જગતમાં મારે કોઈ ભાઈ નથી,અને મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બહેન નથી,
આજથી તું મારો ધર્મ નો ભાઈ અને હું તારી ધર્મ ની બહેન.

બલિ ને આનંદ થયો છે. બલિરાજાએ પ્રણામ કર્યા. ને કહ્યું-કે-
અત્યાર સુધી મને એક દુઃખ હતું કે મારે કોઈ બહેન નથી.હવે મને બહેન મળી ગઈ.
આ બધું તમારું છે.આને તમારું પિયર માનજો.

માતાજી નો પધરામણી થઇ ત્યારથી,ગામ સુખી થયું છે.બધાને આનંદ હતો.પણ માતાજી ને આનંદ ન હતો.
મારા નાથ હાથમાં લાકડી લઇ સિપાઈની જેમ પહેરો ભરે છે-.કોઈ એવો અવસર આવે ત્યારે
મારા પતિને બંધન માંથી છોડાવું.

શ્રાવણ મહિનો આવ્યો છે,રક્ષાબંધન નો દિવસ આવ્યો.લક્ષ્મીજી એ તે દિવસે બલિરાજાને કહ્યું,કે આજે હું
મારા હાથે રાખડી બાંધીશ. બલિરાજા બહુ ભાગ્યશાળી છે,માતા મહાલક્ષ્મી રાખડી બાંધે છે,અને
આશીર્વાદ આપે છે. બલિરાજા પ્રણામ કરે છે.
બહેન રાખડી બાંધે એટલે ભાઈનો ધર્મ છે કે-બહેન ને કાંઇક આપવું જોઈએ,બહેન ખાલી હાથે ન જાય.
બલિરાજા એ માતાજી ને કહ્યું-તમારી ઈચ્છા હોય તે માગો,જરા પણ સંકોચ રાખશો નહિ.

લક્ષ્મીજી એ કહ્યું-કે-મારા ઘરમાં બધું છે-પણ એક નથી,તેથી હું દુઃખી છું. મારે બીજું કાંઇ ના જોઈએ,પણ
આ તારે ત્યાં જે પહેરો ભરે છે,તે જોઈએ છે .તેમને તું મુક્ત કર.
બલિરાજા પૂછે છે-કે તે તમારાં શું સગા થાય ?
લક્ષ્મીજી એ જવાબ આપ્યો-કે-એ મારા સર્વસ્વ છે, મારા નારાયણ છે. હું તેમને-મારા પતિને
તારા બંધન માંથી છોડાવવા આવી છું.

ત્યાં જ નારાયણ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે.બલિરાજા ને અતિ આનંદ થયો છે,બંનેને વંદન કર્યા છે.
લક્ષ્મીનારાયણ ની પૂજા કરી છે.

શુકદેવજી વર્ણન કરે છે-આ રીતે લક્ષ્મીજી દાન લઈને –બંધન માં પડેલા પ્રભુ ને છોડાવે છે. અને
નારાયણ ને વૈકુંઠ ધામ માં લઇ ગયા છે.
મહાલક્ષ્મી ,નારાયણ સાથે વૈકુંઠ માં શ્રાવણ સુદ ૧૫ ના રોજ પધાર્યા છે-એટલે –
રામાનુજાચાર્ય પંથ ના મંદિરો માં તે દિવસે પાટોત્સવ કરવાની રિવાજ છે.


હવે શરણાગતિ ની કથા શરુ થાય છે.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન,પરમાત્મા કૂર્માવતાર લે કે મત્સ્યાવતાર લે, પણ તે સદા ઈશ્વર જ રહે છે.
કૂર્મ કે મત્સ્ય ના જે ગુણદોષ છે તે પરમાત્મા માં આવતા નથી.
પણ જીવ જયારે પશુ નો અવતાર લે ત્યારે તેનામાં પશુ ના ધર્મો આવે છે.

સત્યવ્રત (મનુ મહારાજ) કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા.
એકવાર નદી માં ઉભા રહી –જળતર્પણ  કરતા હતા, ત્યારે તેમના હાથ માં માછલો આવ્યો.
તેમણે તે માછલાને પાણી માં પાછો  છોડી દીધો.
માછલાએ કહ્યું-હું તમારાં હાથ માં આવ્યો-એટલે તમારા શરણે આવ્યો છું,મોટા માછલાં મને મારી નાખશે,
મારું રક્ષણ કરો. એટલે રાજાએ તેને કમંડળ માં રાખ્યો. ત્યાં તે મોટો થયો.
માછલાએ કહ્યું,-કે મને વિશાળ જગામાં પધરાવો. ત્યાં પણ તેણે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
સત્યવ્રત ને આશ્ચર્ય થયું છે. વિચારે છે-કે આ માછલો સાધારણ નથી,કોઈ મહાન લાગે છે.

માછલા ની કથા પાછળ નું રહસ્ય એવું છે-કે-
માછલો એ વૃત્તિ છે. વૃત્તિ વિશાળ થાય છતાં બ્રહ્માકાર ન થાય ત્યાં સુધી એક ઠેકાણે રહી શકે નહિ.
માયા ના આવરણ નો ભંગ કરવા બ્રહ્માકાર વૃત્તિ આવશ્યક છે. “હું સર્વ માં છું અને સર્વ મારામાં છે”
આ જીવ ના હૃદય માં ઈશ્વર રહેલો છે-છતાં દુઃખી થાય છે.

દીવાના પ્રકાશે ભાગવત નો પાઠ કરો કે તે જ પ્રકાશ ના સહારે કોઈ ચોરી કરે, તો પણ દીવાને
તે બંને માં કોઈના પ્રત્યે ભાવ કે કુભાવ નથી.
દીવા નો એક જ ધર્મ છે-કે સર્વ કોઈ ને પ્રકાશ આપવાનો. પ્રકાશ ને કોઈની સાથે સંબંધ નથી.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE      
       NEXT PAGE               
    INDEX PAGE