More Labels

Dec 6, 2012

ભાગવત રહસ્ય-૧૮૯

ભાગવત રહસ્ય-૧૮૯ 
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૮-(આઠમો)-૮
તે પછી સાતમાં મન્વંતર માં શ્રાદ્ધદેવ નામે મનુ થયેલાં.
તેમના વખત માં કશ્યપ અને અદિતિ ને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા.

દેવ અને દૈત્યો ના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્ય ને શરણે ગયા. શુક્રાચાર્ય ની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું.. પ્રત્યેક ઇન્દ્રિય થી સંયમ નું પાલન કરે તે શુક્ર ની ઉપાસના છે.
ઇન્દ્ર થી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો. શુક્રાચાર્યે બલિરાજા ને કહ્યું –તે પ્રમાણે  તેણે
વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞ માંથી સર્વજીત રથ નીકળ્યો.

શુક્ર એટલે શક્તિ તત્વ. શુક્રાચાર્ય ની સંયમ અને બ્રહ્મચર્ય થી સેવા કરવાથી દૈત્યો બળવાન થયા.
સર્વ વિષયોનો સંયમ રૂપી અગ્નિ માં (યજ્ઞ માં) હોમ કરી બલિરાજા જીતેન્દ્રિય થયો. શુક્રાચાર્યે પોતાનું
બ્રહ્મતેજ  બલિરાજાને આપ્યું ”તમે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. તમને કોઈ હરાવી શકશે નહિ”

બલિરાજાએ દેવો નો પરાભવ કર્યો અને સ્વર્ગનું રાજ્ય દૈત્યો ને મળ્યું. બલિરાજા ઇન્દ્ર ની ગાદી પર બેઠો.
શુક્રાચાર્ય વિચાર કરે છે-બલિરાજા જો સો અશ્વમેઘ યજ્ઞ કરે તો –સ્વર્ગનું રાજ્ય કાયમ માટે તેને મળે.
યજ્ઞ કરવા ભૃગુકચ્છ  (હાલ ના ભરુચ) માં આવ્યા .અનેક અશ્વમેઘ  યજ્ઞો કર્યા છે.

બલિરાજાએ સ્વર્ગ જીતી લીધું એટલે દેવો પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા.
બૃહસ્પતિ એ કહ્યું કે –બલિરાજા જયારે ભૃગુવંશી બ્રાહ્મણો નું અપમાન કરશે ત્યારે નાશ પામશે.

આ બાજુ દેવોની માતા અદિતિ ને બહુ દુઃખ થયું કે તેમના પુત્રો દરિદ્ર થયા,તેઓ સંતાપ કરવા લાગ્યા.
કશ્યપ ઋષિએ સંતાપ નું કારણ પૂછ્યું.એટલે અદિતિ એ સર્વ વાત કહી. અદિતિએ કશ્યપ પાસે માગ્યું કે-
મારા છોકરાઓને સ્વર્ગ નું રાજ્ય પાછું મળે તેવું વરદાન આપો.
કશ્યપે કહ્યું- દૈત્યો હાલ માં પવિત્ર જીવન ગાળે છે-માટે પ્રભુ તેમને મારે નહિ.
શક્તિ થી નહિ પણ યુક્તિથી ભગવાન દેવો ને સુખી કરશે.

એટલે વામન-ચરિત્ર માં યુદ્ધ ની કથા નથી.ભગવાન પણ બલિરાજા ને મારતા નથી.
કશ્યપ પછી પયોવ્રત બતાવે છે. અને કહે છે-કે દેવી,તમે વિધિપૂર્વક વ્રત કરો તો પ્રભુ તમારે ત્યાં
પુત્રરૂપે આવશે. વિષયાકાર વૃત્તિ નો વિનાશ અને કૃષ્ણાકાર વૃત્તિ ઓ સ્થિર થાય તે માટેનું વ્રત છે.

અદિતિ એ વ્રત કર્યું છે.પતિ પત્ની બાર દિવસ માત્ર દૂધ પર રહી –આદિ નારાયણ નું આરાધન કરે છે.

સત્સંગ થી ગૃહસ્થાશ્રમ સફળ થાય છે.સત્સંગ થી મન શુદ્ધ થાય છે. ગૃહસ્થાશ્રમ માં પતિ પત્ની બંને
એકાંત માં બેસી કોઈ પવિત્ર ગ્રંથ નું વાંચન કરે-કિર્તન કરે તો યોગીઓ ને જે આનંદ સમાધિમાં મળે છે-તે આનંદ ગૃહસ્થ ને ઘરમાં મળી શકે છે.

શાસ્ત્ર માં ગૃહસ્થાશ્રમ માં વખાણ કર્યા છે-નિંદા કરી છે-કામ વાસનાની.
મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે-કે-
ગૃહસ્થાશ્રમી નો આનંદ અનેક વખત યોગીઓ ના આનંદ કરતા પણ શ્રેષ્ઠ હોય છે.
પરમાત્મા ના જેટલા અવતાર થયા છે-તે ગૃહસ્થ ને ત્યાં જ થયા છે-કોઈ સન્યાસી ને ત્યાં થયા નથી.
સાધુ-સન્યાસી ઓ બ્રહ્મ નું ચિંતન કરી બ્રહ્મ રૂપ થશે-પણ ગૃહસ્થાશ્રમી પરમાત્માને ગોદ માં બેસી રમાડશે.

સાધુ સન્યાસી જેના ઘરનું ખાય છે-તેને પોતાનું થોડું પુણ્ય આપવું પડે છે. જયારે  ગૃહસ્થાશ્રમી કોઈનું
મફતનું ખાતો નથી. ગૃહસ્થાશ્રમ નું લક્ષ બરાબર નહિ સમજવાથી ગૃહસ્થાશ્રમ બગડે છે.
ગૃહસ્થાશ્રમ બગડે છે કુસંગ થી.

કશ્યપ-અદિતિ નો ગૃહસ્થાશ્રમ દિવ્ય હતો.પવિત્ર જીવન ગાળી તપશ્ચર્યા કરતા હતાં. તેથી પ્રભુ ને થયું કે
હું એમના ઘેર જન્મ લઉં. આજ પણ કોઈ પત્ની અદિતિ જેવું પયોવ્રત કરે અને પતિ કશ્યપ બને તો આજ પણ ભગવાન તેને ત્યાં જન્મવા તૈયાર છે. અદિતિ એટલે અભેદબુદ્ધિ-કશ્યપ એટલે બ્રહ્માકાર વૃત્તિ.
બ્રહ્માકાર વૃત્તિ માંથી બ્રહ્મ પ્રગટ થાય છે.   ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE