More Labels

Dec 2, 2012

રામાયણ-૬૦

      PREVIOUS PAGE
     NEXT PAGE

યૌવન માં જ વનવાસની જરૂર છે.વનવાસ વગર જીવન માં સુવાસ આવશે નહિ.સાત્વિકતા આવશે નહિ.
વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી.

વનમાં રહેવાનું એટલે વિલાસી ના સંગ માં નહિ રહેવાનું.
વિલાસી લોકો થી દૂર જવાનું છે-દૂર રહેવાનું છે. ગૃહસ્થ ના ઘરમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.
ભોગ ભૂમિ માં ભક્તિ બરોબર થતી નથી.
વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.
કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે.

વનવાસ મનુષ્ય ના હૃદય ને કોમળ બનાવે છે,વનવાસ માં ખાતરી થઇ જાય છે-કે-ઈશ્વર સિવાય મારું
બીજું કોઈ નથી.
અરણ્યકાંડ આપણ ને બોધ આપે છે-કે-ધીરે ધીરે સંયમ ને વધારી વાસનાનો વિનાશ કરો.

ઉત્તમ સંયમ-- એ તપ છે. પહેલો સંયમ જીભ પર રાખવાનો હોય છે.
વનવાસ દરમિયાન રામજી એ અનાજ –લીધું નથી.ફળાહારી રહ્યા છે. કંદમૂળ નું સેવન કર્યું છે.
અન્ન માં રજોગુણ છે.રજોગુણમાંથી કામ ની ઉત્પત્તિ થાય છે.
સીતાજી સાથે રહેવા છતાં-રામજી-પૂર્ણ નિર્વિકાર છે.
ધીરે ધીરે વાસના નો વિનાશ કેવી રીતે કરવો તે બતાવ્યું છે અરણ્યકાંડ માં.

દાન થી વાસના નો નાશ થતો નથી,પ્રભુ માં પ્રેમ થતો નથી. વાસનાનો વિનાશ પ્રભુ ના નામ થી થાય છે.
વાસના પર વિજય મેળવવો હોય –તો- જીવન ને ખૂબ સાત્વિક બનાવવું પડે.
જીવન માં તપશ્ચર્યા કરવામાં આવે તો જ રાવણ એટલે કે કામ મરે છે.

અરણ્યકાંડ માં શૂર્પણખા=મોહ , અને શબરી=શુદ્ધ ભક્તિ-મળે છે.
શૂર્પણખા-એટલે કે મોહ ની સામે ભગવાન જોતા નથી,પણ શુદ્ધ ભક્તિ એટલેકે શબરી ની સામું જુએ છે.
મોહ ને કાપી નાંખી શુદ્ધ ભક્તિ અપનાવવાની છે.
મનુષ્ય નિર્વેર,નિર્વાસન –બને તો જીવ ની ઈશ્વર સાથે મૈત્રી થાય.
એટલે અરણ્ય કાંડ પછી આવે છે-કિષ્કિંધાકાંડ.
આ કાંડ માં જીવ (સુગ્રીવ) અને ઈશ્વર (રામજી) ની મૈત્રી બતાવી છે.
અરણ્યકાંડ માં કામનો ત્યાગ કર્યો એટલે જીવ અને ઈશ્વરનું મિલન થયું.
પણ બંને ની મૈત્રી- ત્યારે થાય કે જયારે વચ્ચે હનુમાનજી (બ્રહ્મચર્ય) વકીલાત કરે.

સુગ્રીવ નો અર્થ થાય છે-જેનો સારો કંઠ છે-તે. કંઠ ની શોભા આભુષણ થી નથી પણ-
ભગવાન ના નામજપ થી છે.રામનામ થી છે.
હનુમાનજી બ્રહ્મચર્ય નું પ્રતિક છે, ભક્તિ અને બ્રહ્મચર્ય વગર ઈશ્વરની મૈત્રી થતી નથી.
લખ્યું છે-કે-બ્રહ્મચર્ય ના બળ વગર ભજન માં આનંદ આવતો નથી.

જીવ અને ઈશ્વર ની મૈત્રી થઇ –એટલે જીવન સુંદર થયું,એટલે આવ્યો-સુંદર કાંડ.
જ્યાં સુધી જીવ ઈશ્વરની મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી.
મૈત્રી કરવા લાયક એક પરમાત્મા છે.જે પરમાત્મા માટે જીવે છે,પરોપકાર માટે જીવે છે,તેનું જીવન સુંદર છે.
જે ઈન્દ્રિયસુખ ભોગવવા માટે જીવે છે-તેનું જીવન –એ જીવન નથી,મરણ છે.

કિષ્કિંધાકાંડ પછી આવે છે-સુંદરકાંડ.
સુંદરકાંડ નામ પ્રમાણે અતિ સુંદર છે.તેમાં રામભક્ત હનુમાન ની કથા આવે છે.
રામસેવા એ જ હનુમાનજી નું જીવન છે.રામનું નામ એ જ હનુમાનજી નું ભોજન છે.
સેવા ને સ્મરણ માટે જીવે એ જ સાચો વૈષ્ણવ.

      PREVIOUS PAGE
     NEXT PAGE