ડોંગરેજી મહારાજ ની કથા પર
આધારિત
સ્કંધ-૯-(નવમો)-૬
ભગવાન ની આરાધના માટે – મનુષ્ય
ભાગવત વ્રત કરે –તો-તે સુખી થાય છે.
આમે ય વૈજ્ઞાનિક કારણોસર પણ
-પેટને (જઠરને)-મહિના માં એક-બે દિવસ –રજા
આપવાથી.
શરીર નું સ્વાસ્થ્ય સારું
રહે છે.(અને આવા જ કારણોસર આવા વ્રત બનાવવામાં આવ્યા હશે!!)
એકાદશી નું વ્રત ત્રણ
દિવસનું બતાવ્યું છે,
દશમી ના દિવસે અજીર્ણ થાય
તેવું ખાવું નહિ, માત્ર એકવાર દૂધ-ભાત જેવો સાત્વિક આહાર લેવો.
એકાદશી (અગિયારસ) –બને તો
નિર્જળા કરવી જોઈએ.
પણ તેમ ના બને તો માત્ર દૂધ
પર રહેવું, છેવટે ઋતુના ફળ પર રહેવું.
અહીં સુધી બરોબર છે-પણ
ત્યાંથી આગળ જાઓ-તો એકાદશી નું ફળ મળતું નથી.
મોરૈયો, સાબુદાણા,રાજગરાનો
શીરો ખાય તેને એકાદશી નું ફળ મળતું નથી.
દાળ,ભાત કે અન્ન ખાનારને
પાપ લાગે છે, જયારે મોરૈયો ખાનારને પાપ લાગતું નથી –
તેટલો જ તફાવત છે. બાકી
મોરૈયો ખાનારની અગિયારસ ફળતી નથી.
વ્રત કરવાનો મક્કમ નિર્ણય
હશે,તો ભગવાન શક્તિ આપશે.
અગિયારસ કરવાનો –સંકલ્પ
કરશો-તો ભગવાન મદદ કરશે.
સત્યનારાયણ ની કથામાં
કઠિયારા ની વાત આવે છે-કે-કઠિયારા એ સંકલ્પ કર્યો-કે-
“મને આજે પુરતા પૈસા મળશે
તો હું સત્યનારાયણ ની કથા કરીશ.”
અને પરમાત્મા એ તેના સંકલ્પ
ને પરિપૂર્ણ કર્યો. સત્કર્મ માં પરમાત્મા સહાય કરે છે.
એકાદશી ના દિવસે,ઘરમાં અન્ન
રંધાય નહિ,અન્ન ના દર્શન પણ ના થાય.
એકાદશી ના દિવસે અન્ન માં
સર્વ પ્રકારના પાપ આવી વસે છે, અને અન્ન ખાનાર ને માથે તે જાય છે.
દિવસે સુવાય નહિ અને રાત્રે
એક-બે કલાક કિર્તન કરવાનું.
અગિયારસે પંઢરપુર માં
વિઠ્ઠલનાથજી આખી રાત જાગે છે, ”શયન” થતું નથી.
આખી રાત કથા કિર્તન થાય છે.
પંઢરપુર કીર્તનભક્તિ નું “આદિ”પિયર છે.
પાંચ કર્મેન્દ્રિય,પાંચ
જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન-આ અગિયાર ઈન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી –
એ એકાદશી. આખો દિવસ સતત ભક્તિ કરવાનો દિવસ તે એકાદશી.
બાકી આજકાલ તો લોકો અગિયારસ
ના દિવસે –અગિયાર-“વિષય”રસો ને સ્થાન આપે છે.
અને નાનકડી દિવાળી આવી
હોય,એવું સમજે છે.
આવું ના કરો.આવી એકાદશીનું
કોઈ ફળ મળતું નથી.
ઉપ=નજીક અને વાસ=રહેવું.
પ્રભુની સમીપ રહેવું તેનું
નામ ઉપવાસ. ઈશ્વરના ચરણ માં વાસ તેનું નામ ઉપવાસ.
બારસ ના દિવસે એક વાર આહાર
કરવો. બ્રાહ્મણ નું સન્માન કરી –પછી પ્રસાદ ગ્રહણ કરો.
બારસ ના દિવસે બે વખત ભોજન
કરો તો એકાદશી નો ભંગ થાય છે.
સમજી ને બુધ્ધિપૂર્વક
ઉપવાસ કરવાથી પાપ બળે છે.તન અને મન શુદ્ધ થાય છે.
વિધિપૂર્વક એકાદશી કરો. જો
વિધિપૂર્વક એકાદશી ના થાય તો –મર્યાદા અનુસાર અન્ન નો ત્યાગ –
મહિનામાં એક બે દિવસે
કરવાથી શરીર સારું રહે છે.આરોગ્ય માટે પણ આ વ્રત આવશ્યક છે.
આજકાલ લોકો ડોક્ટરો ઉપર
વિશ્વાસ કરે છે-પણ વ્યાસજી જેવા ઋષિમુનિ ના બોલ પર વિશ્વાસ કરતા નથી.
ડોક્ટર કહે –કે ટાઈફોઈડ થયો
છે,એકવીસ દિવસ અનાજ લેવાનું નથી.-તો લોકો માનશે.
(એકાદશી ના કરનાર ને આવી
સામટી એકાદશીઓ કરવી પડતી હશે!!)
અંબરીશ રાજા વિધિપૂર્વક
એકાદશી કરે છે.
વ્રત ના સમાપ્તિ ના દિવસે
યમુનાના કિનારે આવ્યા છે. યમુના માં સ્નાન કર્યું,
ઠાકોરજી ને ભોગ
ધર્યો,બ્રાહ્મણો ની પૂજા કરી જ્યાં વ્રત નું પારણું કરવાની તૈયારી કરતા હતા ત્યાં,
દુર્વાસા મુનિ ત્યાં અતિથી
રૂપે આવ્યા.
અંબરીશ રાજાએ પ્રાર્થના કરી
કે-પધારો મહારાજ,મારાં અહોભાગ્ય,આજે આપ મારે ત્યાં આવ્યા.
આપ મારે ત્યાં પ્રસાદ ગ્રહણ
કરો.
દુર્વાસા એ કહ્યું-કે
પ્રસાદ લેવાની મારી ઈચ્છા છે,પણ હજી મારું મધ્યાહ્ન કર્મ બાકી છે,
આવશ્યક કર્મો થી નિવૃત્ત થઇ
હું આવું છું.