More Labels

Jan 7, 2013

ભાગવત રહસ્ય-૨૦૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     
      PREVIOUS PAGE        
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૯-(નવમો)-૫
અંબરીશ શબ્દ નો જરા વિચાર કરો-
અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. આકાશ એ શરીર ની અંદર પણ છે અને બહાર પણ છે.
જેના અંદર બહાર સર્વે ઠેકાણે ઈશ્વર છે-તે અંબરીશ.
જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ.

જ્ઞાનમાર્ગ માં ઇન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવા પડેછે, જયારે
ભક્તિમાર્ગ માં એક એક ઇન્દ્રિય ને ભગવાન ના માર્ગ માં લગાવવી પડે છે.

ભક્ત ઈન્દ્રિયોને પરમાત્મા ના ચરણ માં અર્પણ કરે છે, ઈંદ્રિયોને પરમાત્મા સાથે પરણાવે છે.
ભગવાન ઋષિકેશ ઇન્દ્રિયો ના સ્વામી છે.

અંબરીશ રાજા મહાન ભક્ત હતા.મર્યાદા ભક્તિ ના આચાર્ય –રાજા અંબરીશ છે.
તેઓ પ્રત્યેક ઇન્દ્રિય થી ભક્તિ કરે છે.
તેમનું મન ભગવાન ના ચરણ કમળમાં, વાણી ભગવદગુણો નું વર્ણન કરવામાં,
હાથ હરિમંદિર ને સાફ કરવામાં,પગ ભગવાન ના મંદિર-ક્ષેત્ર વગેરેની પગપાળા યાત્રા કરવામાં,
કાન ભગવાન ની ઉત્તમ કથાઓ સાંભળવામાં, બંને આંખો મુકુન્દ ભગવાન ની મૂર્તિના દર્શન કરવામાં,
અને મસ્તક થી તે ભગવાન શ્રીકૃષ્ણ ને વંદન કર્યા કરતા હતા.

ભગવદસેવામાં શરીર ને ઘસાવે છે, તેનું દેહ નું અભિમાન (દેહાભિમાન) ઓછું થાય છે.

ભક્તિમાર્ગ માં ધન મુખ્ય નથી,તન મુખ્ય નથી પણ મન મુખ્ય છે.
તેથી અંબરીશ મહારાજ પ્રથમ કહે છે-કે-
મારું મન સદા શ્રીકૃષ્ણ ના ચરણયુગલો માં રહો. કારુણ્યભાવ રાખી, હે પરમાત્મા મારું રક્ષણ કરો.

પરમાત્મા ની સેવામાં “મન” મુખ્ય છે. સેવાનો અર્થ છે, સેવ્ય (જેની સેવા કરવાની છે તે) –
શ્રીકૃષ્ણમાં મન ને પરોવી રાખવું. સેવા નો સંબંધ મન સાથે છે.
શરીર થી જે ક્રિયા  (સેવા) થાય તેમાં મન નો સહકાર ન મળે તો તે ક્રિયા (સેવા) વ્યર્થ છે.

અંબરીશ ની સેવા નો ક્રમ બતાવ્યો છે.
સેવાની શરૂઆત મનથી થાય છે.મન સૂક્ષ્મ છે,
તે એકી સાથે જગત અને ઈશ્વર –બંને સાથે સંબંધ કરી શકે નહિ.
મન ને મનાવવું પડે છે, અને મન ને જાતે મનાવો તો જ તે માને છે,
બીજો કોઈ ઉપદેશ કરે તો મન પર –તેની કોઈ અસર થતી નથી.

અંબરીશ રાજાના ઇષ્ટદેવ દ્વારકાનાથ છે.
પોતે રાજા હતા છતાં ઠાકોરજી ની સેવા જાતે કરે છે, ઘરમાં અનેક નોકરો છે,પણ
રાજા માને છે-કે ઠાકોરજી નો હું દાસ છું,તેમની સેવા મારે જાતે જ કરવી જોઈએ.

સેવામાં દાસ્યભાવ મુખ્ય છે.
જે ભોજન કરે તેનું જ પેટ ભરાય છે,તેમ જે ભજન કરે છે,જે સેવા કરે છે-તેને જ ફળ મળે છે.

ચાર વસ્તુમાં બદલી ચાલતી નથી,
ભોજન માં બદલી નહિ ચાલે,મરણમાં બદલી નહિ ચાલે,પરણવામાં બદલી નહિ ચાલે-તેમ જ
ઠાકોરજી ની સેવામાં બદલી ચાલતી નથી.

ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે-કે-
રાજા અંબરીશ-ઠાકોરજી ના મંદિરમાં જાતે બુહારી (સાફસુફી) ની સેવા કરે છે.
રાજા અંબરીશ, મંદિરમાં ભગવાન ના દર્શન કરવા ઉઘાડા પગે -ચાલતા જાય છે.

અંબરીશ સદા ભગવાન ના સેવા સ્મરણ માં લીન રહે છે, તેથી ભગવાન ને ચિંતા થઇ,કે-
તેના રાજ્ય નું રક્ષણ કોણ કરશે ? ભક્ત ની ચિંતા હંમેશા ભગવાન ને રહે છે.
ભગવાને સુદર્શન ચક્રને અંબરીશના રાજ્ય ની રક્ષા કરવા મોકલી આપ્યું.

એકવાર અંબરીશ રાજા એ ,ભગવાન શ્રીકૃષ્ણ ની આરાધના કરવા માટે –
એક વર્ષ સુધી નિર્જળા એકાદશી નું વ્રત કરવાનો નિયમ ગ્રહણ કર્યો.

પુરાણો માં એકાદશી ના વ્રતના બહુ વખાણ કર્યા છે.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     
      PREVIOUS PAGE        
       NEXT PAGE               
    INDEX PAGE