Jan 4, 2013

ભાગવત રહસ્ય-૨૦૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE       
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૯-(નવમો)-૪
નૃસિંહ અવતારની કથાએ –ક્રોધ- નો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું,
વામન અવતારની કથાએ –લોભ-નો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. હવે
રામચંદ્રજી ની કથા –કામ- નો નાશ કેવી રીતે કરવો-તે શીખવશે.

ભાગવત નું ધ્યેય –કૃષ્ણ-લીલા-ચરિત્ર કહેવાનું છે,પણ પહેલા સ્કંધ થી કૃષ્ણલીલા નું વર્ણન કર્યું નથી,
તેનું કારણ એ છે કે- ક્રોધ,લોભ,કામ નો નાશ થાય પછી જ –પરમાત્મા મળે- શ્રીકૃષ્ણ મળે.

આઠમા સ્કંધ ની સમાપ્તિમાં સત્યવ્રત મનુ અને મત્સ્યાવતાર ની કથા કહી.
આ અધ્યાય માં વૈવસ્વત મનુ ની કથા છે, વૈવસ્વત મનુ  સૂર્યવંશ ના આદિ પ્રવર્તક છે.

વિવસ્વાન ને ઘેર વૈવસ્વત મનુ થયેલાં.તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી જોડે થયેલું.
તેમણે ઘેર દશ બાળકો થયાં.
ઇક્ષ્વાકુ,નૃગ,શર્યાતી,દિષ્ટિ,કરૂપ,નરીશ્યંત,પૃશગ્ન,નભગ અને કવિ.

દિષ્ટિ ના વંશ માં મરુત્ત નામનો ચક્રવર્તી રાજા થયેલો.
તેના ગુરુ હતા બૃહસ્પતિ. જે ઇન્દ્ર (દેવો) ના પણ ગુરુ હતા.
મરુત્ત રાજા ને યજ્ઞ કરવાનો હતો,પણ બૃહસ્પતિ એ આવવા ના પાડેલી.

એકવાર મરુત્ત ને નારદજી મળ્યા. મરુત્ત તેમને કહે મારે યજ્ઞ કરવો છે-પણ કરી શકાતો નથી.
નારદજી એ કહ્યું-કે બૃહસ્પતિ ના નાના ભાઈ સંવર્ત ને બોલાવો.તે પણ ગુરુ સરખા જ ગણાય.

રાજા કહે છે-કે- સંવર્ત તો યોગી છે અને તેનો પત્તો પણ નથી.
નારદજી કહે- તેનો પત્તો હું આપીશ.
સંવર્ત મહા યોગી છે,તેમનો નિયમ છે-કે ચોવીસ કલાક માં રોજ રાતે એક વાર કાશી વિશ્વનાથનાં દર્શન કરવા આવે. પણ રસ્તા માં કોઈ શબ ના દર્શન થાય તો તેણે શિવરૂપ માની તેણે વંદન કરી પાછા વળે.

મહાભારત ના અનુશાસન પર્વ માં આ કથા વિસ્તારથી આપેલી છે, અહીં સંક્ષિપ્ત કર્યો છે.

મરુત્ત રાજા રાત્રે શબ લઇ બેઠા છે,ત્યારે એક પાગલ જેવો માણસ આવ્યો.શબને વંદન કર્યું.
મરુત્ત રાજાને ખાતરી થઇ કે આ જ સંવર્ત યોગી છે. મરુત્તે ચરણ પકડી લીધા.
સંવર્ત કહે છે-હું અજ્ઞાની છું, મને છોડ.
મરુત્ત કહે છે-કે-તમે સંવર્ત છો,મારા ગુરુ છો,બૃહસ્પતિ ના નાના ભાઈ છો, બૃહસ્પતિ- જ્યારથી દેવો ના ગુરુ થયા છે, એટલે પછી, મારા ઘેર આવતા નથી,મારે યજ્ઞ કરવો છે.કોઈ યજ્ઞ કરાવતું નથી.

સંવર્ત કહે-હું યજ્ઞ કરાવીશ.પણ તારું ઐશ્વર્ય જોઈ ને પાછળથી જો બૃહસ્પતિ કહેશે કે તે તારો ગુરુ થવા તૈયાર છે, ને તેવા સમયે-જો તું મારો ત્યાગ કરીશ,તો તે સમયે હું તને બાળી ને ખાક કરીશ.

રાજા કબૂલ થયા.સંવર્તે મરુત્ત રાજા ને મંત્રદીક્ષા આપી છે.અને યજ્ઞ શરુ થયો.
મરુત્ત ના યજ્ઞ નું વર્ણન ઋગ્વેદ માં પણ છે.
મરુત્ત રાજા ના યજ્ઞ ના સર્વ પાત્રો સોનાના છે. બૃહસ્પતિ લલચાયો. તેણે મરુત્ત ને  કહેવડાવ્યું કે-
હવે હું તારો યજ્ઞ કરવા તૈયાર છું.

બૃહસ્પતિ એ ઇન્દ્ર ને વાત કરી,ઇન્દ્રે અગ્નિ મારફતે કહેવડાવ્યું કે-બૃહસ્પતિ ને ગુરુ બનાવો.
નહિતર ઇન્દ્ર યજ્ઞ માં વિઘ્ન કરશે.
ત્યારે સંવર્તે અગ્નિ ને જવાબ આપ્યો –કે- તું મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો તને બાળી મુકીશ.

સંવર્ત આજ્ઞા કરે તે દેવ ત્યાં આવે છે,પ્રત્યક્ષ હાજર થઇ હવિર્ભાગ ગ્રહણ કરે છે.
મરુત્ત નો યજ્ઞ જેવો થયો –તેવો બીજો કોઈનો થયો નથી.

વૈવસ્વત મનુ ના પુત્ર-નભગ ને ત્યાં નાભાગ થયા છે.
શંકરની કૃપાથી નાભાગ ને ત્યાં મહાન ભક્ત અંબરીશ નો જન્મ થયો છે.
અંબરીશ એ મર્યાદા ભક્તિ ના આચાર્ય છે.
કાંકરોલી માં જે દ્વારકાનાથ બિરાજે છે,તે અંબરીશ રાજાના –સેવ્ય-ઠાકોરજી છે.

અંબરીશ રાજા ની સંપત્તિ ભોગ માટે નહિ પણ ભક્તિ માટે હતી.
અંબરીશ રાજા ની એવી નિષ્ઠા છે કે-સ્ત્રી અને સંપત્તિ ભોગ માટે નથી પણ ભક્તિ માટે છે.

સંપત્તિ હોય તો પરોપકાર માં વાપરજો, ઠાકોરજી ગરીબ ના મુખ થી આરોગે છે.  ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE       
       NEXT PAGE               
    INDEX PAGE