શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
આ પ્રયોજન જ હરકોઈ ઉત્તમ
પ્રવૃત્તિ નું કારણ છે,અને તેને જ ફળ પણ કહે છે.
પ્રયોજન વિના મૂર્ખ માણસ પણ
કોઈ કામ કરવા તૈયાર થતો નથી. (૧૧)
જે મનુષ્ય બુદ્ધિમાન હોય અને
જેનામાં ચાર સાધનોરૂપી (સાધન ચતુષ્ટ્ય) સંપત્તિ હોય,
તેને જ આ વેદાંત શાસ્ત્ર ના
જ્ઞાન-રૂપ ફળની સિદ્ધિ થાય છે.પરંતુ,
એ સાધન-સંપત્તિ થોડીક પણ ઓછી
હોય (કમી હોય) તો તે ફળ સિદ્ધિ થતી નથી.
(૧૨)
આ વેદાંત ના જ્ઞાન માં
મહર્ષિઓ ચાર સાધન (સાધન ચતુષ્ટ્ય) કહે છે,એ સાધન હોય તો જ મુક્તિ થાય છે,નહિ તો મુક્તિ થતી નથી તે
ચોક્કસ છે. (૧૩)
(૧) વિવેક- નિત્ય તથા અનિત્ય વસ્તુનો “વિવેક” એ પહેલું સાધન છે.
(૨) વૈરાગ્ય- આ લોક ના તેમજ પરલોક ના વિષય-ભોગ ઉપર “વૈરાગ્ય” –એ બીજું
સાધન છે.
(૩) શમ-વગેરે--(૧) શમ,(૨) દમ,(૩) તિતિક્ષા,(૪) ઉપરતિ,(૫) શ્રદ્ધા અને (૬)
સમાધાન-
આ છ ની સંપત્તિ એ ત્રીજું સાધન છે.
(૪) મુમુક્ષતા-મોક્ષ પામવાની તીવ્ર ઈચ્છા-એ ચોથું સાધન છે.
આ ચાર સાધનો ને વેદાંત-શાસ્ત્ર
માં અતિશય માન્ય કરેલાં છે. (૧૪-૧૫)
(૧) વિવેક-“બ્રહ્મ જ નિત્ય છે,બીજું અનિત્ય છે” એમ સમજવું,એ નિત્ય-અનિત્ય
વસ્તુનો વિવેક કહેવાય (૧૬)
જેમ, માટી-વગેરે “કારણ”
ત્રણે કાળ માં હોય છે, તેથી તે “નિત્ય” છે,
જયારે તે માટીના “કાર્ય” ઘડો-વગેરે,”અનિત્ય”
છે, કારણકે તેનો નાશ જોવામાં આવે છે.
તેમ, આ સર્વ જગત “અનિત્ય” છે,
કારણ કે તે “નિત્ય” એવા બ્રહ્મનું “કાર્ય” છે.
જયારે “બ્રહ્મ” એ
જગતનું “કારણ” હોવા ને લીધે તે માટી-વગેરે ની પેઠે “નિત્ય” છે. (૧૭-૧૮)
શ્રુતિ પણ “આ આત્મામાંથી આકાશ
ઉત્પન્ન થયું (સર્ગ)” વગેરે વાક્યો વડે,બ્રહ્મથી જગતની ઉત્પાતિ કહે છે,
એ ઉપરથી “જગત” એ “બ્રહ્મ” નું
“કાર્ય” છે તેમ પ્રસ્થાપિત થાય છે,
તેથી તે “બ્રહ્મ” ના નિત્ય-પણામાં
સંશય નથી (૧૯)
“જે વસ્તુ અવયવ વાળી હોય, તે
અનિત્ય હોય” એમ સર્વ પ્રકારે,સર્વ “કાર્ય” અનિત્ય ઠરે છે, તેમ છતાં,
વૈકુંઠ-વગેરે લોક ને નિત્ય
માનવા,એ મૂઢ (અજ્ઞાની) બુદ્ધિવાળાઓનો ભ્રમ જ છે. (૨૦)
એ રીતે શ્રુતિઓ તથા યુક્તિઓ
ના આધારે અનિત્ય-પણું અને નિત્ય-પણું બરાબર અલગ રીતે સમજવું,
તેણે “નિત્યાનિત્ય-વિવેક” કહે છે. (૨૧)