Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જેમને વંદન કરવાથી,અખંડ એવા આનંદ નું ઉત્તમ જ્ઞાન થાય છે,
તે સચ્ચિદાનંદરૂપ શરીરવાળા શ્રીગોવિંદ ગુરૂ ને હું વંદન કરું છું.  (૧)

અખંડ,સત્-ચિત્-આનંદમય,વાણી અને મન ના અવિષય અને સર્વ ના આધાર,
આત્મ-સ્વ-રૂપ નું હું શરણ લઉં છું.  (૨)

જેમનું શરણ સજજનોને,વિઘ્નો થી થનાર ભય નો નાશ કરે છે,
તે દયાના આધાર,શ્રીગણપતિના ચરણ-કમળ નું હું શરણ લઉં છું. (૩)

વિચારશીલ,મુમુક્ષુઓને, અનાયાસે જ્ઞાન-સિદ્ધિ થાય,
તે માટે સર્વ-વેદાંત-શાસ્ત્ર ના સિદ્ધાંતનો –સારરૂપ –સંગ્રહ હું કહું છું.  (૪)

આ સાર-સંગ્રહ, એ વેદાંત શાસ્ત્ર ને અનુસરે છે, તેથી,
વેદાંત-શાસ્ત્ર ના મૂળ-રૂપ જે “ચાર અનુબંધો” બતાવ્યા છે તે અહીં સહુ પ્રથમ કહેવામાં આવે છે. (૫)

(૧) અધિકારી-(૨) વિષય-(૩) સંબંધ-(૪) પ્રયોજન – આ “ચાર અનુબંધો”
હરકોઈ શાસ્ત્ર ના આરંભ નું ફળ છે.  (૬)

(૧) અધિકારી –જે પુરુષ નીચે દર્શાવેલાં (શ્લોક-૧૪), “ચાર સાધનો”થી (વિવેક-વૈરાગ્ય-શમ-મુમુક્ષતા)
સારી રીતે યુક્ત હોય,વળી યુક્તિઓ કરવા સમર્થ,તથા બુદ્ધિશાળી અને વિદ્વાન હોય,
તેને આ વેદાંત-શાસ્ત્ર નો “અધિકારી” માન્યો છે.  (૭)

(૨) વિષય-જીવ અને બ્રહ્મ ની એકતા જેને લીધે જણાય છે,
તે-“શુદ્ધ ચૈતન્ય” એ વેદાંત શાસ્ત્ર નો “વિષય” છે. અને
એમાં (શુદ્ધ ચૈતન્યમાં) જ સર્વ વેદાંતો નો સમન્વય જોવામાં આવે છે. (૮)

(૩) સંબંધ-“જીવ અને બ્રહ્મ ની એકતા” – એ- અનુભવ થી જાણવા યોગ્ય “પ્રમેય” છે.અને
“શ્રુતિ” (ઉપનિષદો) – એ – એ એકતા ને જણાવનાર “પ્રમાણ” છે.
આ બંનેના (પ્રમેય અને પ્રમાણ ના)  “સંબંધ” ને “બોધ્ય-બોધક” એવો “સંબંધ” કહે છે. (૯)

(૪) પ્રયોજન- “બ્રહ્મ અને જીવાત્માની એકતાના અનુભવ-જ્ઞાન” ને વેદાંત-શાસ્ત્ર નું “પ્રયોજન” કહે છે.
કે જેના વડે,સંસારનાં સમગ્ર બંધનથી તરત જ છૂટી જવાય છે.  (૧૦)


         INDEX PAGE           NEXT PAGE