Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

પણ આ મત ને બીજા સામાન્ય લોકો સહન કરતાં નથી,અને તે મત ને દૂષિત ઠરાવતાં કહે છે –કે-
દેહ આત્મા કેમ હોય?એ તો પરતંત્ર અને અચેતન જ છે,ઇન્દ્રિયો એને ચલાવે છે ત્યારે તે ચાલે છે,
પોતાની મેળે તો તે કોઈ વખતે પણ કોઈ ચેષ્ઠા કરી શકતો નથી.
જેમ,ઘર એ ગૃહસ્થો ના આશ્રય રૂપ છે,તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયો ને રહેવા મતે દેહ આશ્રય રૂપ જ છે.
વળી બાળપણ-યુવાની-ઘડપણ –વગેરે અનેક જાત ની તેની અવસ્થાઓ છે.
અને વીર્ય તથા લોહીમાંથી તેની ઉત્પત્તિ થાય છે,તેથી દેહ નું આત્મા-પણું કદી સાચું નથી.(૫૩૬-૫૩૮)

પરંતુ “હું બહેરો છું,કાણો છું,મૂંગો છું” એવા અનુભવ થી “ઇન્દ્રિયો આત્મા છે” (ત્રીજો મત)
વળી,તેઓ ને વિષયોનું જ્ઞાન છે,અને તેમના માં ચેતનપણું છે. એમ  શ્રુતિએ પણ જણાવ્યું છે.
“દેહમાં રહેલી ઇન્દ્રિયો એ પ્રજાપતિ પાસે જઈને એમ કહ્યું”
આ રીતે ઇન્દ્રિયોમાં આત્મા-પણું માનવું યોગ્ય છે  (ત્રીજો મત)
પણ આ મતના આ નિશ્ચય ને પણ બીજા સામાન્ય લોકો સહન કરતાં નથી અને
આ મત ને દૂષિત ઠરાવતાં કહે છે કે-  (૫૩૯-૫૪૧)

ઇન્દ્રિયો વળી આત્મા કેમ હોય? એ તો કુહાડા-વગેરે જેવા માત્ર સાધનો જ છે.
કુહાડા-વગેરે માં ચેતન-પણું દેખાતું નથી,
શ્રુતિએ પણ “ઇન્દ્રિયો પર તેમના દેવો નો જ આરોપ કર્યો છે પણ ઇન્દ્રિયો ને સાક્ષાત ચેતન કહી જ નથી”
જેમ,દીવો વગેરે અચેતન છે,છતાં પદાર્થો ના પ્રકાશક થઇ શકે છે,
તેમ,ચક્ષુ આદિ ઇન્દ્રિયો પણ જડ છે છતાં પદાર્થો ની પ્રકાશક થઇ શકે છે.માટે,
ઇન્દ્રિયો નહિ પણ “પ્રાણ આત્મા છે” (ચોથો મત)     (૫૪૨-૫૪૪)

ઇન્દ્રિયો ને ચેષ્ટા આપનાર આ “પ્રાણ” જ છે (ચોથો મત)
તે જ પ્રાણ પાંચવૃત્તિઓવાળો (પ્રાણ-અપાન-સમાન-વ્યાન-ઉદાન) હોઈને,
સર્વ અવસ્થાઓમાં એક જ સ્થિતિ વાળો રહે છે.માટે તે આત્મા હોવાને યોગ્ય છે.
વળી “હું ભૂખ્યો છું-તરસ્યો છું” એવો અનુભવ પણ થાય છે.અને
વેદ પણ “આ પ્રાણ-મય અંતરાત્મા બધાથી જુદો છે” આમ કહી ને પ્રાણ ને જ આત્મા કહે છે,
માટે પ્રાણ ને જ આત્મા માનવો યોગ્ય છે.પણ
“સાધન” (કરણ) નામને ધારણ કરનારી ઇન્દ્રિયો કદી આત્મા હોઈ શકે નહિ. (૫૪૫-૫૪૬)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE