Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

અવસ્થાઓ

જાગ્રત-માં ત્રણ અવસ્થાઓ

(૧) દેખાતા સર્વ પદાર્થોમાં “આ મારું છે” એવી ભાવના જ ના રહે,તે “જાગ્રતમાં- જાગ્રત- અવસ્થા” છે.
     એમ બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ પુરુષો કહે છે.
(૨) “દેખાતા પદાર્થો ની પરંપરા- સચ્ચિદાનંદ –મારામાં રહેલી છે” એમ જાણીને –
     નામ-રૂપ નો ત્યાગ થઇ જાય –તે “જાગ્રતમાં-સ્વપ્ન-અવસ્થા” છે.
(૩) “પરિપૂર્ણ ચૈતન્યથી જ ચારે બાજુ પ્રકાશતા-ચિદાકાશ –મારામાં કેવળ જ્ઞાન-સ્વરૂપ વિના-
     બીજું કંઈ નથી” એવા અનુભવને “જાગ્રતમાં-સુષુપ્તિ-અવસ્થા” કહે છે.  (૯૪૯-૯૫૧)

સ્વપ્ન-માં ત્રણ અવસ્થાઓ

(૧) “મારા મૂળ અજ્ઞાનનો નાશ થયો છે.તેથી કારણ-આભાસની ચેષ્ટાઓથી મને થોડું પણ બંધન નથી”
     આવા અનુભવ ને-“સ્વપ્ન-જાગ્રત” અવસ્થા કહે છે.
(૨) અજ્ઞાન-રૂપ કારણ નો નાશ થવાથી,દ્રષ્ટા,દર્શન અને દૃશ્ય-રૂપ કોઈ કાર્ય જ રહ્યું નથી,
     આવું જે જ્ઞાન છે તેને “સ્વપ્ન-સ્વપ્ન” અવસ્થા કહે છે.
(૩) અતિ સૂક્ષ્મ વિચારને લીધે પોતાની બુદ્ધિની વૃત્તિ,અચંચળ બની ને જયારે જ્ઞાન માં નાશ પામે છે,
     ત્યારે તે અવસ્થા ને “સ્વપ્ન-સુષુપ્તિ” અવસ્થા કહે છે.  (૯૫૨-૯૫૪)

સુષુપ્તિ-માં ત્રણ અવસ્થાઓ

(૧) ચૈતન્ય-મય આકાર વાળી બુદ્ધિ,તે બુદ્ધિની વૃત્તિના પ્રસારો સાથે,
     કેવળ આનંદ ના અનુભવ-રૂપે જ પરિણમે-તેને “સુષુપ્તિ- જાગ્રત” અવસ્થા કહે છે.
(૨)  લાંબા કાળથી અનુભવેલા અનાતારના આનંદાનુભવ-વાળી, સ્થિતિ જેનામાં હોય,અને
     તેવી વૃત્તિ એકાત્મતા ને પામે,તે “સુષુપ્તિ-સ્વપ્ન” અવસ્થા કહેવાય છે.
(૩) આ આત્માની-દૃશ્ય વિશેની બુદ્ધિની વૃત્તિ- જયારે,કેવળ-એક-પણાની ભાવના-રૂપ બને, અને,
     કેવળ ‘એક’ જ જ્ઞાન ની પ્રાપ્તિ થાય-તે “સુષુપ્તિ-સુષુપ્તિ” અવસ્થા કહેવાય.  (૯૫૫-૯૫૭)

સર્વ અવસ્થાઓમાં કેવળ નિર્વિકાર-સ્વરૂપ, એક જ ધારા,પરબ્રહ્મ-રૂપે પ્રકાશે-
તે “તુરીયા” નામની અવસ્થા કહેવાય છે. (૯૫૮)

ઉપર જણાવેલી અવસ્થાઓ ના સ્વરૂપ ને બરાબર વિચારતો મનુષ્ય સુખી થઇ ને મુક્ત થાય છે.

શુભેચ્છા-વિચારણા-તનુમાનસી-એ  પ્રથમ ની ત્રણ-જ્ઞાન-ભૂમિકાઓને “ભેદાભેદવાળી” કહી છે.
તેમાં જયારે ભેદ-બુદ્ધિ બરાબર  હોય છે,ત્યારે તેને લીધે આ જગત “જાગ્રત-અવસ્થા-રૂપ” હોય છે.

પરંતુ,જયારે ચોથી ભૂમિકા (સત્ત્વાપત્તિ) નો ઉત્તમ યોગ થાય છે,અને,તેને લીધે અદ્વૈત સ્થિર થાય છે,
દ્વૈત સમી જાય છે,ત્યારે તે ભૂમિકા પર આરૂઢ  થયેલા યોગીઓ જગત ને “સ્વપ્ન” જેવું જુએ છે.

પાંચમી ભૂમિકા (અસંસક્તિ) કે જેનું-સુષુપ્તિ-પદ-એવું બીજું નામ છે,એના પર આરૂઢ થઈને  યોગી પુરુષ,
સમગ્ર વિશેષ અંશો ને શાંત થયેલા અનુભવે છે,ને કેવળ અદ્વૈત સ્વ-રૂપમાં સ્થિતિ કરે છે.

છઠ્ઠી ભૂમિકા (પદાર્થભાવના) પર આરૂઢ થયેલો યોગી,નિત્ય અંતર્મુખ જ રહે છે,તેથી,જાણે અત્યંત થાકીને,
ગાઢ નિંદ્રામાં પાડ્યો હોય તેવો જણાય છે,

આ છઠ્ઠી ભૂમિકા માં રહીને અભ્યાસ કરતો યોગી,સારી રીતે વાસના-રહિત થાય છે,અને પછી,અનુક્રમે,
તુરીયાવસ્થા-રૂપ સાતમી ભૂમિકા પર આવી પહોંચે છે.

એમાં પણ જે વિદેહ-મુક્ત થાય છે-તેને જ “તુરીયાતીત દશા” કહે છે. (૯૫૯-૯૬૪)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE