Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૨૦


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

દેવ,વેદ,ગુરૂ,મંત્ર,તીર્થ,કોઈ મહાત્મા કે દવા પ્રત્યે જેવી જેની શ્રદ્ધા હોય છે તે પ્રમાણે જ,
તે મનુષ્યો ને ફળ-સિદ્ધિ પ્રગટે છે.(જેવી શ્રદ્ધા-તેવો લાભ)  (૨૧૩)

પરમાત્મા-રૂપ “વસ્તુ” છે જ,આવો સદ-ભાવ-યુક્ત નિશ્ચય જો હોય,તો જ તે વસ્તુ તેને મળી શકે,
અને શાસ્ત્રો દ્વારા સિદ્ધ થયેલી,”શ્રદ્ધા” ને લીધે જ એવો સદભાવ-યુક્ત નિશ્ચય થાય છે. (૨૧૪)

માટે ગુરૂ અને વેદાંત નાં વાક્ય પર સારી રીતે શ્રદ્ધા કેળવવી જોઈએ,કેમકે,
મુમુક્ષુ,જો શ્રદ્ધાળુ હોય તો જ ફળ (ઈશ્વર) સિદ્ધ થાય છે,નહિ તો ફળ સિદ્ધ થતું નથી. (૨૧૫)

જેવું હોય તેવું “સત્ય” (ઈશ્વર) વિષે જ બોલવું,કે જે મનુષ્યો ને શ્રદ્ધા થવામાં કારણ બને છે,
વેદ,એ ઈશ્વર ના વચન છે,તેથી તે સત્ય હોય તેમાં સંશય નથી. (૨૧૬)

મુક્ત પુરુષ “ઈશ્વર-સ્વ-રૂપ” છે,તેથી તેવા ગુરુની વાણી પણ એવી જ સત્ય હોય છે,અને આથી જ,
બુદ્ધિમાન સજ્જનો ને વેદ અને ગુરુનાં વચન પર “શ્રદ્ધા” થાય છે. (૨૧૭)

સમાધાન

વેદમાં કહેલા અર્થ ને જાણવા માટે વિદ્વાન પુરુષ જ્ઞેય (જાણવા યોગ્ય-ઈશ્વર) “વસ્તુ” માં,
ચિત્ત ને સારી પેઠે સ્થાપે,એ “સમાધાન” (એકાગ્ર-પણું) કહેવાય છે. (૨૧૮)

ચિત્ત કેવળ “સાધ્ય” (પરમાત્મા) માં જ તત્પર બને,તો એ જ સાધ્ય નો પુરુષાર્થ સિદ્ધ થવામાં કારણ છે,
બીજા કોઈ પણ પ્રકારે “સાધ્ય” સિદ્ધ થતું નથી, એટલે જો મન (ચિત્ત) નો જરા પણ પ્રમાદ (આળસ) થાય,
તો “સાધ્ય” (પરમાત્મા) ને સિદ્ધ કરવા નો પ્રયત્ન નિષ્ફળ જાય છે. (૨૧૯)

જેમ,નિશાનને ભેદનારો પુરુષ, જો ચિત્ત,દૃષ્ટિ,તથા ઇન્દ્રિયો અને તેના વ્યાપારોને જો એક જ નિશાનમાં
એકાગ્ર કરે તો જ તે નિશાન ને ભેદી શકે છે,પણ જો નિશાનબાજથી જો થોડો પણ પ્રમાદ થઇ જાય તો,
તેના બાણ ને નિશાન પર લગાવવાનો પ્રયોગ નિષ્ફળ થઇ જાય છે,
તેમ,ચિત્ત નું “સમાધાન” (એકાગ્રપણું) એ “સાધ્ય” (ઈશ્વર)ની સિદ્ધિ માં મુખ્ય કારણ છે.
માટે મુમુક્ષુઓમાં આ “સમાધાન” સદાકાળ હોવું જોઈએ. (૨૨૦-૨૨૧)

અત્યંત “વૈરાગ્ય” અને (ઈશ્વર-રૂપી) ફળ મેળવવાની મોટામાં મોટી “ઈચ્છા” –
આ બંને ને પણ સમાધાન નાં “કારણ” જાણવાં.  (૨૨૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE