Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ “સૂક્ષ્મ-ભૂતો” થી તેના “સૂક્ષ્મ-દેહો” (સૂક્ષ્મ-અંશો) ઉત્પન્ન થાય છે, તેમ જ,
--એ સૂક્ષ્મ-ભૂતો ના જ સૂક્ષ્મ-અંશો એક બીજા સાથે મળવાથી (પંચીકૃત)
--“સ્થૂળ-ભૂતો” અને “સ્થૂળ-શરીરો”  પણ ઉત્પન્ન  થાય છે. (૩૩૮)

એક-બીજા સાથે નહિ મળેલાં-અપંચીકૃત-ભૂતો થી “સત્તર અંગો વાળું” “લિંગ-શરીર” ઉત્પન્ન થાય છે.
એ સંસારનું “કારણ” અને “આત્મા” ને ભોગો ભોગવવાનું સાધન (શરીર) છે.  (૩૩૯)

પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો,પાંચ વાયુઓ,મન અને બુદ્ધિ-
આ સત્તર નો સમુદાય “લિંગ-શરીર” કહેવાય છે. (૩૪૦)

આંખ,કાન,નાક,જીભ અને ચામડી-આ પાંચ, આકાશ-વગેરે ભૂતો ના સાત્વિક અંશ માંથી ઉત્પન્ન થયા છે.
અને તે જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે.  (૩૪૧)

અને આ આકાશ- વગેરે માં રહેલા સાત્વિક અંશો,જયારે એકબીજા સાથે મળે છે,
ત્યારે “અંતઃકરણ”  કહેવાય છે,અને તે સર્વ નું કારણ છે.  (૩૪૨)

જે  અંશોમાંથી અંતઃકરણ થયું છે,તે અંશો પ્રકાશક છે,તેથી તેને સાત્વિક અંશો કહે છે,
કારણકે સત્વ-ગુણ પ્રકાશક અને સ્વચ્છ છે. (૩૪૩)

અંતઃકરણ,તેની જુદી જુદી વૃત્તિઓને લીધે,ચાર પ્રકારનું છે,અને,
“મન-બુદ્ધિ-અહંકાર-અને ચિત્ત” ના નામે ઓળખાય છે.  (૩૪૪)

એ જ અંતઃકરણ-સંકલ્પ-વિકલ્પ કરે છે-તેથી- “મન” કહેવાય છે,
પદાર્થ નો નિશ્ચય કરે છે તેથી, “બુદ્ધિ” કહેવાય છે,અભિમાન કરે છે તેથી “અહંકાર” અને
પદાર્થ નો વિચાર કરે છે,તેથી “ચિત્ત” કહેવાય છે. (૩૪૫)PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE