May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૦૨

ચોપાઈ

જામવંત કે બચન સુહાએ, સુનિ હનુમંત હૃદય અતિ ભાએ.
તબ લગિ મોહિ પરિખેહુ તુમ્હ ભાઈ, સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ.  
જબ લગિ આવૌં સીતહિ દેખી, હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી,
યહ કહિ નાઇ સબન્હિ કહુમાથા, ચલેઉ હરષિ હિયધરિ રઘુનાથા.
જાંબુવાન ના સુંદર વચનો સાંભળી હનુમાનજી હૃદય માં ઘણાજ પ્રસન્ન થયા ,અને બોલ્યા
હે ભાઈ ! તમે દુઃખો સહી કંદ,મૂળ તથા ફળ ખાઈને જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો આવું
ત્યાં સુધી મારી રાહ જોજો; કામ અવશ્ય થશે; કેમકે મને ઘણો હર્ષ છે.
એમ કહી સર્વને મસ્તક નમાવી,રઘુનાથજી ને હૃદયમાં ધરી હનુમાનજી હર્ષિત થઇ ચાલ્યા.

સિંધુ તીર એક ભૂધર સુંદર, કૌતુક કૂદિ ચઢ઼ેઉ તા ઊપર.
બાર બાર રઘુબીર સારી, તરકેઉ પવનતનય બલ ભારી.
સમુદ્રના તીર પર એક સુંદર પર્વત હતો.હનુમાનજી રમત માત્ર માં તેના ઉપર ચડ્યા,
તેમજ વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરી અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી ઘણા વેગ થી ઉછળ્યા.

જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા, ચલેઉ સો ગા પાતાલ તુરંતા.
જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાતિ ચલેઉ હનુમાના.
જલનિધિ રઘુપતિ દૂત બિચારી, તૈં મૈનાક હોહિ શ્રમહારી.
જેવા પર્વત પર હનુમાનજી પગ દઈ ઉછાળ્યા,તે (પર્વત)તરતજ પાતાળમાં પેસીગયો.
જેમ રઘુનાથજી નું અમોધ બાણ જાય,તે પ્રકારે હનુમાનજી ચાલ્યા.
સમુદ્રે તેમને શ્રી રઘુનાથજી ના દૂત જાણી મૈનાક પર્વત ને કહ્યું કે -
હે મૈનાક! તું તેમના થાકને દુર કરનારો થા (અર્થાત પોતાના પર તેમને વિસામો આપ).

સોરઠા  

સિંધુ બચન સુની કાન ,તુરત ઉઠેઉ મૈનાક તબ.
કપીકહ્ કીન્હ પ્રણામ,પુલકિત તનું કર જોરિ કરિ.
સમુદ્ર નાં વચન સાંભળી તે સમયે મૈનાક પર્વત તરત ઉઠ્યો અને શરીરે રોમાંચિત થઇ હાથ જોડી તેણે હનુમાન ને પ્રણામ કર્યા.

દોહા

હનૂમાન તેહિ પરસા કર પુનિ કીન્હ પ્રનામ.
રામ કાજુ કીન્હેં બિનુ મોહિ કહા બિશ્રામ .(૧)
હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો અને પ્રણામ કરી કહ્યું;
હે ભાઈ ! શ્રી રામચંદ્રજી નું કામ કર્યા વિના મને વિસામો ક્યાં છે?(૧)

ચોપાઈ

જાત પવનસુત દેવન્હ દેખા, જાનૈં કહુબલ બુદ્ધિ બિસેષા.
સુરસા નામ અહિન્હ કૈ માતા, પઠઇન્હિ આઇ કહી તેહિં બાતા.
દેવોએ પવન પુત્ર શ્રી હનુમાનજી ને જતા જોયા,(એટલે)તેમના વિશેષ બળ-બુદ્ધિ જાણવા
તેમણેસુરસાનામની સર્પોની માતા ને મોકલી .તેણે આવી હનુમાનજી ને વાત કહી.

આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા, સુનત બચન કહ પવનકુમારા.
રામ કાજુ કરિ ફિરિ મૈં આવૌં, સીતા કઇ સુધિ પ્રભુહિ સુનાવૌં.
આજે દેવોએ મને ભોજન આપ્યું છે,એ વચન સાંભળી પવનકુમાર હનુમાનજીએ કહ્યું
શ્રી રામનું કાર્ય કરી હું પાછો આવું અને સીતાજી ની ખબર પ્રભુને સંભળાવી દઉં.

તબ તવ બદન પૈઠિહઉઆઈ, સત્ય કહઉમોહિ જાન દે માઈ.
કબનેહુજતન દેઇ નહિં જાના, ગ્રસસિ ન મોહિ કહેઉ હનુમાના.
તે પછી હું આવી તમારા મુખમાં પેસી જઈશ.(ખુશીથી તમે મને ખાઈ જજો)
હે માતા! હું સત્ય કહું છું.હમણાં મને જવાદો.
જયારે કોઈ ઉપાયે તેણે જવા ન દીધા ,ત્યારે હનુમાનજીએ કહ્યું તો પછી મને કેમ ખાતાં નથી.

સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE