કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુદિસિ રચ્છહીં,
કહુમહિષ માનષુ ધેનુ ખર અજ ખલ નિસાચર
ભચ્છહીં.
એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ
કહી,
રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ
પૈહહિં સહી(૩)
ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધાઓ યત્નપૂર્વક
ઘણી જ સાવધાનીથી નગરની ચારે દિશાઓમાં રક્ષા કરતા હતા. ક્યાંક દુષ્ટ રાક્ષસો પાડાઓને,મનુષ્યોને,ગાયોને,ગધેડાંઓને
તથા બકરાંને ખાતા હતા.
તુલસીદાસજી કહે છે કે તેઓ અવશ્ય રઘુવીર શ્રી
રામચંદ્રજીના બાણ રૂપી તીર્થમાં શરીરો છોડી પરમ ગતિ
પામશે,માટે તેમની કથા કંઈક થોડી કહી છે??(૩)
દોહા.
પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર,
અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર.(૩)
નગરના ઘણા રક્ષકોને જોઈ હનુમાનજી એ મનમાં વિચાર
કર્યો કે ,
અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રે નગરમાં પ્રવેશ
કરું.(૩)
ચોપાઈ
મસક સમાન રૂપ કપિ ધરી। લંકહિ ચલેઉ સુમિરિ નરહરી.
મસક સમાન રૂપ કપિ ધરી। લંકહિ ચલેઉ સુમિરિ નરહરી.
નામ લંકિની એક નિસિચરી। સો કહ ચલેસિ મોહિ નિંદરી.
હનુમાનજી મચ્છર જેવડું રૂપ ધરી ,મનુષ્યરૂપ
રામચંદ્રજીનું સ્મરણ કરીને લંકા તરફ ચાલ્યા.
(લંકાના દ્વાર પર) લંકિની નામની એક રાક્ષસી હતી,
તે બોલી મારો અનાદર કરી (મને પૂછ્યા વિના) ક્યાં
ચાલ્યો જાય છે?
જાનેહિ નહીં મરમુ સઠ મોરા, મોર અહાર જહાલગિ ચોરા.
મુઠિકા એક મહા કપિ હની, રુધિર બમત ધરનીં ઢનમની.
રે શઠ ! તું મારો ભેદ (ખરું રહસ્ય) નથી જાણતો,
જેટલા ચોર છે તેઓ બધા
મારો ખોરાક છે.
મહા કપિ હનુમાનજીએ તેને એક મુક્કો માર્યો. જેથી
તે લોહી આંકતી ધરણી પર ઢળી પડી.
પુનિ સંભારિ ઉઠિ સો લંકા, જોરિ પાનિ કર બિનય સંસકા.
જબ રાવનહિ બ્રહ્મ બર દીન્હા, ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા.
ફરી તે લંકિની સંભાળીને ઊઠી અને શંકા યુક્ત થઇ,(ભય
પામી)હાથ જોડી વિનંતી કરવા લાગી:
રાવણને જયારે બ્રહ્મા એ વરદાન આપ્યું હતું,
ત્યારે જતી વેળા તેમણે મને રાક્ષસોના વિનાશનું આ
ચિન્હ કહ્યું હતું કે,-
બિકલ હોસિ તૈં કપિ કેં મારે, તબ જાનેસુ નિસિચર સંઘારે.
તાત મોર અતિ પુન્ય બહૂતા, દેખેઉનયન રામ કર દૂતા.
જયારે તું વાનરના મારથી વ્યાકુળ થાય, ત્યારે
તું રાક્ષસોનો સંહાર થયો જાણજે.
હે તાત ! મારાં ઘણાં જ પુણ્ય છે કે, મેં
શ્રી રામચંદ્રજી ના દૂત (આપ)ને નેત્રોથી જોયા.
(દોહા)
(દોહા)
તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરિઅ તુલા એક અંગ.
તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ.(૪)
હે તાત ! સ્વર્ગ તથા મોક્ષના સર્વ સુખોને
ત્રાજવાં ના એક પલ્લામાં રખાય,
તો પણ તે બધાં મળી (બીજા પલ્લામાં રાખેલા) આ
સુખની બરાબર થઇ શકતા નથી
કે જે ક્ષણ માત્રના સત્સંગ થી થાય છે.(૪)
ચોપાઈ
પ્રબિસિ નગર કીજે સબ કાજા, હૃદયરાખિ કૌસલપુર રાજા.
ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ, ગોપદ સિંધુ અનલ સિતલાઈ.
અયોધ્યાપુરીના રાજા શ્રી રામચંદ્રજીને હૃદયમાં
રાખી નગરમાં પેસી સર્વ કામ કરજો.
તેમને માટે વિષ અમૃત થાય છે,શત્રુ
મિત્રતા કરે છે,સમુદ્ર ગાય ના પગલા જેવડો અને શીતળ બને છે.
ગરુડ઼ સુમેરુ રેનૂ સમ તાહી, રામ કૃપા કરિ ચિતવા જાહી.
અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના, પૈઠા નગર સુમિરિ ભગવાના.
અને હે ગરુડજી ! જેને રામચંદ્રજીએ એક વાર કૃપા
કરીને જોયો, તેને માટે સુમેરુ રજ જેવડો
થાય છે.
પછી હનુમાનજી એ ઘણું
નાનું રૂપ ધર્યું અને ભગવાનનું સ્મરણ કરી નગરમાં પ્રવેશ કર્યો.