મંદિર મંદિર પ્રતિ કરિ સોધા, દેખે જહતહઅગનિત જોધા.
ગયઉ દસાનન મંદિર માહીં, અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં.
તેમણે ઘેર ઘેર તપાસ કરી,જ્યાં ત્યાં અગણિત યોદ્ધા જોયા,
પછી તે રાવણ ના મહેલમાં ગયા તે અદભુત હતો,જે
વર્ણવી શકાતો નથી.
સયન કિએ દેખા કપિ તેહી, મંદિર મહુન દીખિ બૈદેહી.
ભવન એક પુનિ દીખ સુહાવા, હરિ મંદિર તહભિન્ન બનાવા.
રામ નામ અંકિત ગૃહ સોહા,બરની ન જાઈ દેખી મન મોહ.
હનુમાનજીએ તેને (રાવણ)સુતેલો જોયો,પરંતુ
મહેલમાં સીતાજીને જોયાં નહિ.
પછી એક સુંદર મહેલ જોયો,ત્યાં
ભગવાન નું એક અલગ મંદિર બનેલું હતું.તેના પર શ્રી રામચંદ્રજી નું નામ લખ્યું
હતું.એ ઘરની શોભા વર્ણવી શકાતી નથી,તેને જોઈ મન મોહ પામતું હતું.
(દોહા)
રામાયુધ અંકિત ગૃહ સોભા બરનિ ન જાઇ.
નવ તુલસિકા બૃંદ તહદેખિ હરષિ કપિરાઇ.(૫)
તે ઘર શ્રી રામચંદ્રજીના આયુધ (ધનુષ્યબાણ)ની
નિશાની વાળું હતું,તેની શોભા વર્ણવી જતી નથી.
ત્યાં નવીન તુલસીના વૃક્ષ સમુહો જોઈ કપિરાજ શ્રી
હનુમાનજી હર્ષિત થયા. (૫)
ચોપાઈ
લંકા નિસિચર નિકર નિવાસા, ઇહાકહાસજ્જન
કર બાસા.
મન મહુતરક કરૈ કપિ લાગા, તેહીં
સમય બિભીષનુ જાગા.
લંકા તો રાક્ષસોના સમુહનું નિવાસસ્થાન છે,ત્યાં
સજ્જન (ભક્ત)નો નિવાસ ક્યાંથી?
હનુમાનજી એવો તર્ક કરવા લાગ્યા,તે સમયે
વિભીષણ જાગ્યા.
રામ રામ તેહિં સુમિરન કીન્હા, હૃદયહરષ કપિ સજ્જન ચીન્હા.
એહિ સન હઠિ કરિહઉપહિચાની, સાધુ તે
હોઇ ન કારજ હાની.
તેમણે(વિભીષણે) રામ રામ નું સ્મરણ (ઉચ્ચારણ)
કર્યું.
હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હદયમાં હર્ષિત
થયા.(હનુમાનજીએ વિચાર્યું કે )
આની સાથે પરાણે પણ ઓળખાણ કરું,કેમકે
સજ્જન દ્વારા કાર્યની હાની થતી નથી. (પણ લાભ જ થાય છે.)
બિપ્ર રુપ ધરિ બચન સુનાએ, સુનત બિભીષણ ઉઠિ તહઆએ.
કરિ પ્રનામ પૂછી કુસલાઈ, બિપ્ર કહહુ નિજ
કથા બુઝાઈ.
બ્રાહ્મણ નું રૂપ ધરી હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યાં
(બોલાવ્યા).
તે સાંભળતા જ
વિભીષણ ઊઠી ત્યાં આવ્યા. પ્રણામ કરી કુશળ પૂછ્યું (કહ્યું
કે )
હે બ્રાહ્મણ ! આપની
કથા સમજાવીને કહો.
કી તુમ્હ હરિ દાસન્હ મહકોઈ, મોરેં
હૃદય પ્રીતિ અતિ હોઈ.
કી તુમ્હ રામુ દીન અનુરાગી, આયહુ
મોહિ કરન બડ઼ભાગી.
શું તમે હરિ ભક્તો માંના કોઈ છો? કેમ કે
આપને જોઈ મારાં હૃદય માં અત્યંત પ્રેમ થાય છે.
અથવા આપ દીનજનો પ્રત્યે પ્રેમ વાળા શ્રી રામ(
પોતેજ ) છો ? કે
મને મહા ભાગ્યશાળી બનાવવા (ઘેર બેઠા) દર્શન દઈ
કુતાર્થ કરવા આવ્યા છો?
(દોહા)
તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ.
સુનત જુગલ તન પુલક મન મગન સુમિરિ ગુન ગ્રામ.(૬)
તે વખતે હનુમાનજીએ શ્રીરામચંદ્રજી ની બધી કથા કહી
પોતાનું નામ બતાવ્યું (તે)
સાંભળતાં જ બન્નેનાં શરીર પુલકિત થયાં અને શ્રી
રામના ગુણ સમૂહોનું સ્મરણ કરી
બન્નેનાં મન પ્રેમ તથા આનંદ માં મગ્ન થયાં.(૬)
ચોપાઈ
સુનહુ પવનસુત રહનિ હમારી, જિમિ
દસનન્હિ મહુજીભ બિચારી.
તાત કબહુમોહિ જાનિ અનાથા, કરિહહિં
કૃપા ભાનુકુલ નાથા.
(વિભીષણે કહ્યું) હે પવન પુત્ર ! મારી રહેણી
સાંભળો . જેમ દાંત ની વચ્ચે બિચારી જીભ રહે ,
તેમ હું અહી રહું છું.હે તાત ! મને અનાથ જાણી
સુર્ય કુળ ના નાથ શ્રી રામચંદ્રજી (શું મારા પર )કદી કૃપા કરશે?
તામસ તનુ કછુ સાધન નાહીં, પ્રીતિ ન પદ સરોજ મન માહીં.
અબ મોહિ ભા ભરોસ હનુમંતા, બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા.
મારું શરીર તામસ (રાક્ષસી) હોવાથી (મારાથી) કંઈ
(ધર્મ)સાધન તો થઇ શકતું જ નથી,
તેમ મનમાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળો વિષે પ્રેમ
પણ નથી,
પરંતુ હે હનુમાન ! હવે મને વિશ્વાસ થયો કે શ્રી
રામચંદ્ર ની મારા પર કૃપા છે.
કેમ કે શ્રી હરિની કૃપા
વિના સંત મળતા નથી.