May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૦૫

જૌ રઘુબીર અનુગ્રહ કીન્હા, તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા.
સુનહુ બિભીષન પ્રભુ કૈ રીતી, કરહિં સદા સેવક પર પ્રીતી.
જો શ્રી રઘુવીરે કૃપા કરી, તો આપે મને હઠ કરીને (પોતાના તરફ થી પણ) દર્શન દીધાં.( હનુમાનજીએ કહ્યું):હે ! વિભીષણ ! સાંભળો , પ્રભુની આ રીત છે કે , તે સેવક પર સદા પ્રેમ જ કરે છે.


કહહુ કવન મૈં પરમ કુલીના, કપિ ચંચલ સબહીં બિધિ હીના.
પ્રાત લેઇ જો નામ હમારા, તેહિ દિન તાહિ ન મિલૈ અહારા.
(તમે જેમ તામસી કુળ માં જન્મ્યા છો,તેમ) કહો હું કયો મોટો કુલીન છું ?(જાતિનો ) ચંચળ વાનર છું
અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાત:કાળમાં જે અમારું (વાનરો નું )નામ લે ,તેને તે દિવસે ભોજન પણ ન મળે.

(દોહા)

અસ મૈં અધમ સખા સુનુ મોહૂ પર રઘુબીર.
કીન્હી કૃપા સુમિરિ ગુન ભરે બિલોચન નીર.(૭)
હે મિત્ર  !  સંભાળો   હું એવો અધમ છું ,તો પણ રઘુવીર રામચંદ્રજીએ મારા પર કૃપા કરી છે.
ભગવાન ના ગુણો નું સ્મરણ કરી હનુમાનજીના બંને નેત્રોમાં (પ્રેમાશ્રુનાં) આંસુ ભરાઈ આવ્યા.(૭)

ચોપાઈ

જાનતહૂઅસ સ્વામિ બિસારી, ફિરહિં તે કાહે ન હોહિં દુખારી.
એહિ બિધિ કહત રામ ગુન ગ્રામા, પાવા અનિર્બાચ્ય બિશ્રામા.
જે  જાણતા છતાંય એવા સ્વામી (રઘુનાથજી ) ને ભૂલી જઈ( વિષયો ની પાછળ ) ભટકતા ફરેછે,
તેઓ દુઃખી કેમ ન થાય ? એ પ્રકારે શ્રી રામ નાં ગુણ સમૂહોને કહેતાં તેમણે  અવર્ણનીય શાંતિ પ્રાપ્ત કરી.

પુનિ સબ કથા બિભીષન કહી, જેહિ બિધિ જનકસુતા તહરહી.
તબ હનુમંત કહા સુનુ ભ્રાતા, દેખી ચહઉ જાનકી માતા.
પછી વિભીષણે શ્રી જાનકીજી જે પ્રકારે ત્યાં (લંકામાં) રહ્યાં હતાં,તે સર્વ કથા કહી.
ત્યારે હનુમાનજીએ કહ્યું : હે ભાઈ ! સાંભળો, હું જાનકી માતા ને જોવા ઈચ્છું .  

જુગુતિ બિભીષન સકલ સુનાઈ, ચલેઉ પવનસુત બિદા કરાઈ.
કરિ સોઇ રૂપ ગયઉ પુનિ તહવા, બન અસોક સીતા રહ જહવા.
વિભીષણે માતા નાં દર્શન ની સર્વ યુક્તિઓ કહી સંભળાવી ,ત્યારે હનુમાનજી વિદાય લઇ ચાલ્યા .
પછી તે જ   (પ્રથમ નું મચ્છર જેવડું) રૂપ કરી , જ્યાં અશોક વનમાં સીતાજી રહ્યાં હતાં ત્યાં ગયા.

દેખિ મનહિ મહુકીન્હ પ્રનામા, બૈઠેહિં બીતિ જાત નિસિ જામા.
કૃસ તન સીસ જટા એક બેની, જપતિ હૃદયરઘુપતિ ગુન શ્રેની.
સીતાજીને જોઈ હનુમાનજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા .
તેમના રાત્રિના (ચારે)પ્રહરો બેઠાં બેઠાં જ વીતી જતા હતા. શરીર દુર્બળ થયું હતું,

શિર પર જ ટાઓની એક વેણી (લટ) હતી અને હૃદયમાં
શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોનો જાપ  (સ્મરણ ) કરતાં હતાં .

(દોહા)

નિજ પદ નયન દિએમન રામ પદ કમલ લીન.
પરમ દુખી ભા પવનસુત દેખિ જાનકી દીન.(૮)
પોતાના પગ તરફ નેત્રો રાખી (નીચું જોઈને) શ્રી રામચંદ્રજીના ચરણ કમળો માં લીન મન વાળાં
જાનકીજી ને દીન (દુઃખી) જોઈ હનુમાનજી અત્યંત દુઃખી થયા.(૮)

ચોપાઈ

તરુ પલ્લવ મહુરહા લુકાઈ, કરઇ બિચાર કરૌં કા ભાઈ.
તેહિ અવસર રાવનુ તહઆવા, સંગ નારિ બહુ કિએબનાવા.
હનુમાનજી વૃક્ષો ના પાંદડા માં છુપાઈ રહ્યા અને વિચારવા લાગ્યા કે  હે ભાઈ ! શું કરું?
(માતા નું દુઃખ કેવી રીતે દુર કરું?) તે સમયે ઘણી સ્ત્રીઓને સાથે લઇ રાવણ બની ઠની ને ત્યાં આવ્યો.

બહુ બિધિ ખલ સીતહિ સમુઝાવા, સામ દાન ભય ભેદ દેખાવા.
કહ રાવનુ સુનુ સુમુખિ સયાની, મંદોદરી આદિ સબ રાની.
તવ અનુચરીં કરઉપન મોરા, એક બાર બિલોકુ મમ ઓરા.
તૃન ધરિ ઓટ કહતિ બૈદેહી, સુમિરિ અવધપતિ પરમ સનેહી.
તે દુષ્ટે સીતાજીને ઘણા પ્રકારે સમજાવ્યાં. સામ,દામ,ભય તથા  ભેદ  બતાવ્યા.
રાવણે કહ્યું: હે સુમુખી  ! હે શાણી ! સાંભળો. મંદોદરી આદિ સર્વ રાણીઓને હું તમારી દાસી બનાવીશ,
આ મારી પ્રતિજ્ઞા છે. તમે એક વાર મારી તરફ જુવો. (તે સાંભળી)
પરમ સ્નેહી કોશલાધીશ શ્રી રામચંદ્રજી નું સ્મરણ કરી
સીતાજી (વચ્ચે) તરણાં ની આડ (પડદો) કરી કહેવા લાગ્યા.   


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE