More Labels

Jun 1, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૧૦

ચોપાઈ

મન સંતોષ સુનત કપિ બાની, ભગતિ પ્રતાપ તેજ બલ સાની.
આસિષ દીન્હિ રામપ્રિય જાના, હોહુ તાત બલ સીલ નિધાના.
ભક્તિ,પ્રતાપ, બળ અને તેજ થી યુક્ત હનુમાનજીની વાણી સાંભળી સીતાજીના મનમાં સંતોષ થયો.
તેમણે શ્રી રામના પ્રિય જાણી હનુમાનજીને આશિષ દીધી કે ,
હે તાત ! તમે બળ તથા શીલ ના ભંડાર થાઓ. 

અજર અમર ગુનનિધિ સુત હોહૂ, કરહુબહુત રઘુનાયક છોહૂ.
કરહુકૃપા પ્રભુ અસ સુનિ કાના, નિર્ભર પ્રેમ મગન હનુમાના.
હે પુત્ર !તમે વૃદ્ધાવસ્થા થી રહિત,અમર તથા ગુણોનો ભંડાર થાઓ,શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. 
પ્રભુ કૃપા કરે ’એમ કાને સંભાળતાં જ હનુમાનજી  પૂર્ણ પ્રેમમાં મગ્ન થયા.

બાર બાર નાએસિ પદ સીસા, બોલા બચન જોરિ કર કીસા.
અબ કૃતકૃત્ય ભયઉમૈં માતા, આસિષ તવ અમોઘ બિખ્યાતા.
હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પછી હાથ જોડી કહ્યું:
હે માતા ! હવે હું કુતાર્થ થયો.આપના આશીર્વાદ સફળ અને પ્રસિદ્ધ છે.

સુનહુ માતુ મોહિ અતિસય ભૂખા, લાગિ દેખિ સુંદર ફલ રૂખા.
સુનુ સુત કરહિં બિપિન રખવારી, પરમ સુભટ રજનીચર ભારી.
તિન્હ કર ભય માતા મોહિ નાહીં, જૌં તુમ્હ સુખ માનહુ મન માહીં.
હે માતા ! સાંભળો.સુંદર ફળો વાળા વૃક્ષો જોઈ મને ઘણી  ભૂખ લાગી છે.
સીતાજીએ કહ્યું: હે પુત્ર ! સાંભળો. ઘણા વીર રાક્ષસ યોદ્ધાઓ આ વનની રાખેવાળી  કરે છે.
હનુમાનજીએ કહ્યું: હે માતા ! જો તમે મનમાં સુખ માનો  (પ્રસન્ન થઇ આજ્ઞા આપો )
તો મને તેમનો બિલકુલ ભય નથી.

(દોહા)
દેખિ બુદ્ધિ બલ નિપુન કપિ કહેઉ જાનકીં જાહુ,
રઘુપતિ ચરન હૃદયધરિ તાત મધુર ફલ ખાહુ. (૧૭)
હનુમાનને બુદ્ધિ તથા બળમાં નિપુણ જોઈ સીતાજીએ કહ્યું: હે તાત ! જાઓ 
શ્રી રઘુનાથજી ના ચરણો ને હદય માં ધારણ કરી મધુર ફળ ખાવો.(૧૭)

ચોપાઈ

ચલેઉ નાઇ સિરુ પૈઠેઉ બાગા, ફલ ખાએસિ તરુ તોરૈં લાગા.
રહે તહાબહુ ભટ રખવારે, કછુ મારેસિ કછુ જાઇ પુકારે.
પછી હનુમાનજી સીતાજીને મસ્તક નમાવીને ચાલ્યા અને બગીચામાં પેઠા.ફળ ખાધા અને વૃક્ષોને તોડવા લાગ્યા.
ત્યાં ઘણા રક્ષક યોદ્ધાઓ  હતા, તેમાંથી કેટલાક ને મારી નાખ્યા અને કેટલાકે રાવણ પાસે જઈ પોકાર કર્યો.


નાથ એક આવા કપિ ભારી, તેહિં અસોક બાટિકા ઉજારી.
ખાએસિ ફલ અરુ બિટપ ઉપારે, રચ્છક મર્દિ મર્દિ મહિ ડારે.
હે નાથ ! એક મોટો વાનર આવ્યો છે, તેણે અશોકવાટિકા ઉજ્જડ કરી છે,ફળ ખાધા ,
વૃક્ષો ઉખેડી નાખ્યા  અને રક્ષકોને મસળી મસળી ને જમીન પર પડ્યા છે. 


સુનિ રાવન પઠએ ભટ નાના, તિન્હહિ દેખિ ગર્જેઉ હનુમાના.
સબ રજનીચર કપિ સંઘારે, ગએ પુકારત કછુ અધમારે.
 સાંભળી રાવણે ઘણા યોધ્ધાઓ  મોકલ્યા. તેમને જોઈ હનુમાનજીએ  ગર્જના કરી.
હનુમાનજીએ સર્વ રાક્ષસો ને  મારી નાખ્યા, કેટલાક અધમૂવા રહ્યા. તેઓ પોકાર કરતા (રાવણ પાસે ) ગયા.  


પુનિ પઠયઉ તેહિં અચ્છકુમારા, ચલા સંગ લૈ સુભટ અપારા.
આવત દેખિ બિટપ ગહિ તર્જા, તાહિ નિપાતિ મહાધુનિ ગર્જા.
પછી રાવણે અક્ષયકુમારને મોકલ્યો. તે અસંખ્ય  શ્રેષ્ઠ યોદ્ધાઓને  સાથે લઇ ચાલ્યો. તેણે આવતો જોઈ 
હનુમાનજીએ  (હાથમાં ) એક વૃક્ષ લઇને  લલકાર્યો અને તેણે મારી નાખી મોટા અવાજથી ગર્જના  કરી.

(દોહા)

કછુ મારેસિ કછુ મર્દેસિ કછુ મિલએસિ ધરિ ધૂરિ,
કછુ પુનિ જાઇ પુકારે પ્રભુ મર્કટ બલ ભૂરિ.(૧૮)
તેમણે સેના માંથી કેટલાકને મારી નાખ્યા,
કેટલાક ને મસળી નાખ્યા અને કેટલાકને પકડી પકડી ધૂળમાં રગદોળી નાખ્યા.
એટલે કેટલાકે પાછા જઈ  પોકાર કર્યોકે, હે પ્રભો ! વાનર ઘણો  બળવાન છે.(૧૮)  


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE