May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૧૨

મારે નિસિચર કેહિં અપરાધા, કહુ સઠ તોહિ ન પ્રાન કઇ બાધા.
સુન રાવન બ્રહ્માંડ નિકાયા, પાઇ જાસુ બલ બિરચિત માયા.
તેં કયા અપરાધથી રાક્ષસોને માર્યા? રે શઠ કહે, શું તને પ્રાણ જવાનો ભય નથી? (હનુમાનજીએ કહ્યું: )
હે રાવણ ! સાંભળ, જેમનું બળ (શક્તિ) પામી માયા સંપૂર્ણ બ્રહ્માંડો ના સમૂહો રચે છે;

જાકેં બલ બિરંચિ હરિ ઈસા, પાલત સૃજત હરત દસસીસા.
જા બલ સીસ ધરત સહસાનન, અંડકોસ સમેત ગિરિ કાનન.
જેના બળથી હે દશમસ્તક વાળા ! બ્રહ્મા,વિષ્ણુ તથા મહેશ્વર  ( અનુક્રમે સુષ્ટિનું ) સર્જન, પાલન અને સંહાર કરે છે;
જેના બળથી હજાર મુખોવાળા  શેષનાગ  પર્વત તથા વન સહીત સમસ્ત બ્રહ્માંડને મસ્તક પર ધરે છે;

ધરઇ જો બિબિધ દેહ સુરત્રાતા, તુમ્હ તે સઠન્હ સિખાવનુ દાતા.
હર કોદંડ કઠિન જેહિ ભંજા, તેહિ સમેત નૃપ દલ મદ ગંજા.
ખર દૂષન ત્રિસિરા અરુ બાલી, બધે સકલ અતુલિત બલસાલી.
જે દેવોની રક્ષા માટે અનેક જાતના દેહ ધારે છે અને તમારા જેવા મૂર્ખોને શિક્ષા આપે છે;
જેમણે શંકરનું કઠોર ધનુષ્ય તોડ્યું અને તેની સાથે રાજાઓના સમૂહનો ગર્વ ભાગ્યો;
જેમણે ખર,દુષણ,ત્રિશિરા તથા વાલી ને માર્યા કે જેઓ  સઘળા અતુલિત બળ વાળા હતા.

(દોહા )

જાકે બલ લવલેસ તેં જિતેહુ ચરાચર ઝારિ.
તાસુ દૂત મૈં જા કરિ હરિ આનેહુ પ્રિય નારિ.(૨૧)
પણ, જેમના લેશમાત્ર બળથી  (એટલે શંકરે તને આપેલા બળથી ) તેં સમસ્ત ચરાચર જગત જીત્યું છે;
અને જેમની પત્નીને તું ( ચોરી થી ) હરી લાવ્યો છે, તેમનો હું દૂત છું.(૨૧) 

ચોપાઈ 

જાનઉમૈં તુમ્હારિ પ્રભુતાઈ. સહસબાહુ સન પરી લરાઈ.
સમર બાલિ સન કરિ જસુ પાવા, સુનિ કપિ બચન બિહસિ બિહરાવા.
હું તમારી પ્રભુતા (સારી રીતે ) જાણું છું,સહસ્ત્ર બાહુ - સહસ્ત્રાજુન સાથે તમારી લડાઈ થઇ હતી 
અને વાલી સાથે યુદ્ધ  કરી તમે યશ મેળવ્યો છે !
હનુમાનજીના માર્મિક વચનો સાંભળી રાવણે હસીને વાત ઉડાવી દીધી.

ખાયઉફલ પ્રભુ લાગી ભૂખા, કપિ સુભાવ તેં તોરેઉરૂખા.
સબ કેં દેહ પરમ પ્રિય સ્વામી, મારહિં મોહિ કુમારગ ગામી.
(વળી હનુમાનજીએ કહ્યું:) હે રાક્ષસોના સ્વામી ! મને ભૂખ લાગી હતી,તેથી મેં ફળ ખાધાં અને 
વાનર સ્વભાવ ના  કારણે વૃક્ષો તોડ્યા. હે નિશાચરોના પતિ ! દેહ સર્વને ઘણો પ્રિય છે.
કુમાર્ગે જનારા (દુષ્ટ )રાક્ષસો જયારે મને મારવા લાગ્યા;

જિન્હ મોહિ મારા તે મૈં મારે, તેહિ પર બાંધે ઉ તનયતુમ્હારે.
મોહિ ન કછુ બાે કઇ લાજા, કીન્હ ચહઉનિજ પ્રભુ કર કાજા.
ત્યારે જેઓએ મને માર્યો, તેઓને મેં પણ માર્યાઅને ઉપરથી તારા પુત્રે મને બાંધ્યો છે.
પણ મને બંધાઈ જવાની   કોઈ લાજ નથી, હું તો મારા પ્રભુનું કાર્ય કરવા ચાહું છું.  

બિનતી કરઉજોરિ કર રાવન, સુનહુ માન તજિ મોર સિખાવન।.
દેખહુ તુમ્હ નિજ કુલહિ બિચારી, ભ્રમ તજિ ભજહુ ભગત ભય હારી.
હે રાવણ ! હું હાથ જોડી તને વિનંતી કરું છું,તું અભિમાન છોડી મારી શિખામણ સાંભળ.
તું તારું પવિત્ર કુળ વિચારી   જો  અને ભ્રમ છોડી ભક્તભયહારી  ભગવાન ને ભજ.

જાકેં ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ.
તાસોં બયરુ કબહુનહિં કીજૈ, મોરે કહેં જાનકી દીજૈ.
જે દેવોરાક્ષસો અને (સમસ્ત) ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેમના ભયથી અત્યંત ડરે છે,
તેમની  સાથે  કદી  વેર  કર અને મારા કહેવાથી જાનકીજીને આપી દે.  

(દોહા) 

પ્રનતપાલ રઘુનાયક કરુના સિંધુ ખરારિ.
ગએસરન પ્રભુ રાખિહૈં તવ અપરાધ બિસારિ.(૨૨)
ખર ના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે.
શરણે જવાથી પ્રભુ તારા અપરાધ ભૂલી    જઈ તને શરણ માં રાખશે.(૨૨)
ચોપાઈ 

રામ ચરન પંકજ ઉર ધરહૂ, લંકા અચલ રાજ તુમ્હ કરહૂ.
રિષિ પુલિસ્ત જસુ બિમલ મંયકા, તેહિ સસિ મહુજનિ હોહુ કલંકા.
શ્રી રામના ચરણ કમળો ને હદયમાં ધર અને લંકાનું અચળ રાજ્ય કર.
ઋષિ પુલ્સ્ત્યનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે, તે ચંદ્રમા માં તું કલંક રૂપ  થા.

રામ નામ બિનુ ગિરા ન સોહા, દેખુ બિચારિ ત્યાગિ મદ મોહા.
બસન હીન નહિં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી.
શ્રી રામનામ વગર વાણી શોભતી નથી; તેમ મદ-મોહ છોડી વિચારીજો.
હે દેવોના શત્રુ ! સર્વ આભુષણો થી  શણગારેલી સુંદર સ્ત્રી પણ વસ્ત્ર વિના (નગ્ન) શોભતી નથી.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE